ભાવવધારો, એટલે જે દરે માલસામાન અને સેવાના ભાવમાં વધારો થાય છે એ, દરેક વ્યક્તિ માટે અલગઅલગ હોઈ શકે. આવું લોકોની જુદી જુદી ઉપભોગની પૅટર્નને કારણે થાય છે. દરેક મહિને, ભારતનું સ્ટેટિસ્ટિક્સ મંત્રાલય ક્ન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઇ) બહાર પાડે છે, જે દેશના કુલ ફુગાવાનો આંકડો આપે છે.
બીબીસી તમારા માટે લાવી છે એક એવું કેલક્યુલેટર જે તમને ભોજન, કપડાં અને ઘર અંગેના ખર્ચ પર નજર રાખવામાં મદદ કરશે. તેમજ, તે તમને જણાવશે કે ખરેખર તમારા માટે વ્યક્તિગતપણે ભાવ કેટલો વધ્યો છે.
વિચારો કે તમારી પાસે સમગ્ર મહિનાના ખર્ચ પેટે 1,000 રૂપિયા છે. તમે આ પૈસા તમારી જરૂરિયાતની વસ્તુઓ વચ્ચે કેવી રીતે વહેંચશો?
સ્લાઇડરનો ઉપયોગ કરો કે મૅન્યુઅલી નાખો
અત્યાર સુધી કૅટગરી પર આધારિત તમારો વ્યક્તિગત મોંઘવારીદર છે :
સરેરાશ ભારતીય મોંઘવારીદરની {number}
તમારા માસિક ખર્ચમાં અંદાજિત વધારો
આ કેલક્યુલેટર શરૂઆતના બિંદુ માટે ડિસેમ્બર, 2022ની કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સનો ઉપયોગ કરે છે, તેમજ બાસ્કેટમાં રહેલ દરેક સામાનનું ખુદનું વજન અને ફુગાવાદર છે.
જ્યારે તમે કોઈ પણ કૅટગરી માટે તમારો ખર્ચ બદલો છો, કેલક્યુલેટર તમે એક સામાન્ય ભારતીય કરતાં કેટલો વધુ કે કેટલો ઓછો ખર્ચ કરો છો એ આધારે કૅટગરીનું વજન અપડેટ કરશે અને મોંઘવારીના દરને ઍડજસ્ટ કરશે.
શબ્દો અને પ્રોડક્શન શાદાબ નઝમી દ્વારા, ડિઝાઇન અને ઇલસ્ટ્રેશન લોકેશ શર્મા દ્વારા, ડેટા ઍનાલિસીસ તઝીન પઠાણ દ્વારા, ઇલસ્ટ્રેશન પુનિત બરનાલા દ્વારા અને ડેવલપમૅન્ટ મૅથ્યૂ ટેલર દ્વારા, માર્કોસ ગુર્ગેલ, કાવેરી બિસ્વાસ અને જેરીના જેકબ.