આપણા ફોનમાં રહેલાં એ ખનીજો જે આપણને જળવાયુ પરિવર્તનની સ્થિતિમાં મદદદરૂપ થઈ શકે

જળવાયુ પરિવર્તનનું મુખ્ય કારણ બની ચૂકેલા ઑઇલનો મોહ વિશ્વ ક્યારે છોડશે?

જવાબ તમારા ખિસ્સામાં જ છે.

આપણા ફોનમાં વપરાતાં અગત્યનાં ખનીજો આપણી ટ્રાન્સપૉર્ટેશનની જરૂરિયાત અને આપણા ઘરને ગરમ રાખવા માટે મહત્ત્વપૂર્ણ એવી સૂર્ય અને પવન ઊર્જાના ઉત્પાદન માટે જરૂરી છે.

નીચે સ્ક્રૉલ કરો અને જુઓ કે તમારા ફોનની અંદર કયાં ખનીજો રહેલાં છે

ઍક્સપાન્ડ કરવામાં આવેલો મોબાઇલ ફોન જેથી કરીને તેનાં સ્ક્રીન,માઇક્રો ચિપ્સ, કેબલ અને બૅટરી જોઈ શકાય

ઍક્સપાન્ડ કરવામાં આવેલો મોબાઈલ ફોન જેથી કરીને તેનાં સ્ક્રીન,માઇક્રો ચિપ્સ, કૅબલ્સ અને બેટરી જોઈ શકાય

જો તમે તમારો મોબાઇલ ફોન ખોલશો તો આવું દેખાશે

આ રહ્યાં એ ખનીજો જેનાથી તમારો મોબાઇલ ફોન ચાલે છે. બૅટરીમાં નિકલ, લિથિયમ અને કોબાલ્ટ હોય છે.

આ ખનીજો આપણાં ઇલેક્ટ્રિક વાહનોને ચલાવવા માટે, ઘર અને ઑફિસોને ચલાવવા માટે અને 2030 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન સુધી પહોંચવા માટે અનિવાર્ય છે.

ફોનને જોડતો કૅબલ, સર્કિટબોર્ડ. બૅટરી અને કેસિંગને હાઇલાઇટ કરવામાં આવ્યાં છે.

ફોનના બીજા ઘણા ભાગોમાં નિકલ જોવા મળે છે. આ સિવાય તે મેડિકલ સાધનો જેવી બીજી ઘણી વસ્તુઓમાં વપરાય છે.

ફોનની બૅટરી હાઇલાઇટ કરવામાં આવી છે

લિથિયમ એક એવું ખનીજ છે જેને માનસિક સ્વાસ્થ્યના દર્દીઓને 'મૂડ સ્ટેબિલાઇઝર' ડ્રગ તરીકે પણ લખી આપવામાં આવે છે.

ફોનની બૅટરી હાઇલાઇટ કરાઈ છે

કોબાલ્ટનો મુખ્યત્વે રીચાર્જેબલ બૅટરીમાં ઉપયોગ થાય છે, તે ઘરેણાં પણ વપરાચ છે.

શા માટે આપણું ધ્યાન બૅટરીઓ પર કેન્દ્રિત છે? કારણ કે આ ત્રણ ખનીજો વિશ્વની જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં અગત્યનાં છે.

વિન્ડફાર્મની નજીક સોલાર પૅનલો ધરાવતું ઘર અને તેની સામે ચાર્જ થઈ રહેલી મોટી બૅટરી ધરાવતી કાર

ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી બૅટરીઓને કારણે આ ખનીજોની વધુ માંગ છે

ઇન્ટરનૅશનલ ઍનર્જી એજન્સીના આંકડાઓ પ્રમાણે વર્ષ 2020માં વૈશ્વિક સ્તરે વેચાયેલાં 25 વાહનોમાંથી એક વાહન ઇલેક્ટ્રિક હતું, જે આ વર્ષે દર પાંચમાંથી એક હશે.

જો તેમને કોઈ ગ્રીન સ્રોતમાંથી ચાર્જ કરાય તો બીજા અશ્મિબળતણોથી ચાલતાં વાહનો કરતાં ઇલેક્ટ્રિક વાહનો ચાર ગણું ઓછું પ્રદૂષણ ફેલાવે છે.

ગ્રીન ટેકનૉલૉજી જેવી કે સોલાર પૅનલો, ઇલેક્ટ્રિક વાહનો અને વિન્ડ ટર્બાઈનને પણ આ અગત્યનાં ખનીજોની જરૂર પડશે.

આવનારાં 20 વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં અને ગ્રિડ સ્ટોરોજમાં મોટો વધારો થશે એટલે આપણને આ પ્રકારનાં ખનીજોની ખૂબ જરૂર પડશે.

એક નજર આ અગત્યનાં ખનીજોની માંગ પર

જો આપણે નેટ ઝીરોનુ લક્ષ્ય રાખીએ તો આ ખનીજોની માંગમાં શું બદલાવો થશે? (નેટ ઝીરો એટલે વાતાવરણમાં રહેલા કુલ ગ્રીનહાઉસ ગૅસોમાં આપણા તરફથી કોઈ ઊમેરો ન થાય તેવી પરિસ્થિતિ સુધી પહોંચવું)

નિકલ: 2022માં માંગ, 3200 KT; 2030 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન, 5700 KT; 2030 સુધીમાં અપેક્ષિત પુરવઠો, 4140 KT

નીચેેની ખાણ દર્શાવે છે કે આપણે કેટલી માત્રામાં ખનીજોની જરૂર પડશે (આલેખ પ્રમાણમાપે દોરાયો નથી)

ગત વર્ષ દરમિયાન વૈશ્વિક સ્તરે આટલું નિકલ વાપરવામાં આવ્યું: 3200 કિલોટન( અંદાજે 32 લાખ કાર જેટલું વજન)

2030 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન સુધી પહોંચવા માટે આપણને અંદાજે 5700 કિલોટન નિકલની જરૂર પડશે

પરંતુ નિકલનો હાલનો અંદાજિત પુરવઠો માત્ર 4140 કિલોટન છે - જે અંદાજિત માંગ કરતાં ઘણું ઓછું છે

એક નજર લિથિયમ અને કોબાલ્ટ તરફ ફેરવીએ

લિથિયમ: 2022માં માંગ, 146 KT; 2030 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન, 702 KT, 2030 સુધીમાં અપેક્ષિત પુરવઠો, 420 KT

લિથિયમ: 2022માં માંગ, 146 KT; 2030 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન, 702 KT, 2030 સુધીમાં અપેક્ષિત પુરવઠો, 420 KT

જો આપણે ગ્લોબલ વૉર્મિંગની સ્થિતિને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવું હોય તો 2030 સુધીમાં લિથિયમના પુરવઠામાં વધારો કરવો પડશે

કોબાલ્ટ: 2022માં માંગ, 200 KT, 2030 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન, 346 KT, વર્ષ 2030 સુધીમાં અંદાજિત પુરવઠો, 314 KT

હવે એ જોઈએ કે આ ખનીજોને સમગ્ર વિશ્વમાં ક્યાંથી મળી આવે છે

કૉંગો ગણરાજ્ય, કોબાલ્ટ: 74% ; ઇન્ડોનેશિયા, નિકલ 49% ; ઑસ્ટ્રેલિયા, લિથિયમ 47%

વર્ષ 2022માં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને રશિયાએ વિશ્વમાં કુલ ઉત્પાદિત નિકલમાંથી બે તૃતીયાંશ નિકલનું ઉત્પાદન કર્યું હતું.

ઑસ્ટ્રેલિયા, ચિલી અને ચીને વિશ્વના કુલ લિથિયમ પુરવઠામાંથી 91 ટકા લિથિયમનું ખનન કર્યું હતું.

કૉંગો ગણરાજ્ય, ઑસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાએ કુલ કોબાલ્ટ પુરવઠામાંથી 82 ટકા કોબાલ્ટનું ખનન કર્યું હતું.

કૉંગો ગણરાજ્ય, કોબાલ્ટ: 74% ; ઇન્ડોનેશિયા, નિકલ 49% ; ઑસ્ટ્રેલિયા, લિથિયમ 47%

અગત્યનાં ખનીજોનું ખનન મોટા ભાગે આંગળીના વેઢે ગણાય તેટલા દેશો પૂરતું મર્યાદિત છે. આ ખનીજોનું સૌથી વધુ ઉત્પાદન કરતા દેશો આ પ્રમાણે છે

આ ખનીજોનું પ્રોસેસિંગ ક્યાં થાય છે?

ચીન, કૉબાલ્ટ 74%, લિથિયમ 65%, ઇન્ડોનેશિયા, નિકલ 43%

ખનન કરતાં પ્રોસેસિંગની પ્રક્રિયા તો ભૌગોલિક રીતે વધુ કેન્દ્રિત છે

ચીન, કોબાલ્ટ 74%, લિથિયમ 65%, ઇન્ડોનેશિયા, નિકલ 43%

ચીન લિથિયમ અને કોબાલ્ટના મોટા ભાગના જથ્થાનું પ્રોસેસિંગ કરે છે તો ઇન્ડોનેશિયા મોટા ભાગના નિકલનું પ્રોસેસિંગ કરે છે.

ચીન, કોબાલ્ટ 74%, લિથિયમ 65%, નિકલ 17%

ચીન, કોબાલ્ટ 74%, લિથિયમ 65%, નિકલ 17%

તે સિવાય ચીન 90%થી વધુ દુર્લભ ખનીજોનું પ્રોસેસિંગ કરે છે જેનો ઉપયોગ આધુનિક ટેકનૉલૉજીમાં થાય છે.

ઇતિહાસે આપણને શીખવ્યું છે કે આવશ્યક સંસાધનોના પુરવઠા અને વેપાર માર્ગોને યોગ્ય રીતે વૈવિધ્યકરણ કરવામાં નિષ્ફળતા એ સાથે ગંભીર જોખમો પણ લઈને આવે છે.
ટિમ ગૉલ્ડ, આઈઈએ

ઇતિહાસે આપણને શીખવ્યું છે કે આવશ્યક સંસાધનોના પુરવઠા અને વેપાર માર્ગોને યોગ્ય રીતે વૈવિધ્યકરણ કરવામાં નિષ્ફળતા એ સાથે ગંભીર જોખમો પણ લઈને આવે છે.

ટિમ ગૉલ્ડ, આઈઈએ

ચિલીમાં એક લિથિયમની ખાણમાં ખનન માટેનું સાધન
ચિલીમાં લિથિયમની ખાણ

ચિલીમાં એક લિથિયમની ખાણમાં ખનન માટેનું સાધન

ચિલીમાં લિથિયમની ખાણ

આ અગત્યનાં ખનીજોના પુરવઠા બાબતે કયા પડકારો છે?

એક નવી ખાણ સ્થાપિત કરવામાં 15થી વધુ વર્ષ લાગે છે અને આપણે 2030થી સાત વર્ષ જ દૂર છીએ.

કૉંગો ગણરાજ્યમાં કોબાલ્ટની ખાણમાં અત્યંત ખરાબ પરિસ્થિતિમાં કામ કરતી મહિલા
કૉંગો ગણરાજ્યમાં કોબાલ્ટની ખાણ

કૉંગો ગણરાજ્યમાં કોબાલ્ટની ખાણમાં અત્યંત ખરાબ પરિસ્થિતિમાં કામ કરતી મહિલા

કૉંગો ગણરાજ્યમાં કોબાલ્ટની ખાણ

જ્યારે અનામત જથ્થો મળે છે ત્યારે એવું બની શકે કે તમારી પાસે રસ્તાઓનું માળખું ન હોય.

નવી ખાણો અસુરક્ષિત હોઈ શકે છે અને ન્યાયપૂર્ણ નિષ્કર્ષણની ખાતરી કરવા માટે સ્થાનિક સમુદાયો સાથે સંબંધો વિકસાવવાની જરૂર છે.

કૉંગો ગણરાજ્યમાં ઔદ્યોગિક ધોરણે કોબાલ્ટ અને તાંબાની ખાણોના વિસ્તરણને કારણે અનેક સમુદાયોને બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા છે અને માનવાધિકારનું ગંભીર ઉલ્લંઘન થયું છે.
ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલ

કૉંગો ગણરાજ્યમાં ઔદ્યોગિક ધોરણે કોબાલ્ટ અને તાંબાની ખાણોના વિસ્તરણને કારણે અનેક સમુદાયોને બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા છે અને માનવાધિકારનું ગંભીર ઉલ્લંઘન થયું છે.

ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલ

ચક્રીય અર્થતંત્ર, ઊર્જાના ઉત્પાદન બાદ તેનો બૅટરીમાં સંગ્રહ કરાય છે, જેનું બાદમાં રિસાઇકલિંગ થાય છે

જેમ જેમ સમય વીતશે તેમ બૅટરીઓને રિસાઇકલ કરવી પડશે.

વૈજ્ઞાનિકો માને છે કે ઇલેક્ટ્રિક વાહનોની બૅટરીઓ 20 વર્ષમાં બદલવાની જરૂર પડે છે.

યુનિવર્સિટી ઑફ બર્મિંઘમના સંશોધકોએ કહે છે કે અડધાથી ઓછી બૅટરીઓ અત્યારે રિસાઇકલ કરી શકાય તેમ છે.

પણ તેઓ કહે છે કે આવનારા બે દાયકાઓમાં 80 ટકાથી વધુ બૅટરીઓ રિસાઇકલ કરી શકાશે

આપણે એ વિચારવું પડશે કે આપણે કઈ રીતે એવી બૅટરીઓ બનાવીશું કે જેથી તેમને રિસાઈકલ કરવામાં સરળતા રહે.
યુુનિવર્સિટી ઑફ બર્મિંઘમ, યુકેના પ્રો. પૉલ ઍન્ડરસન

આપણે એ વિચારવું પડશે કે આપણે કઈ રીતે એવી બૅટરીઓ બનાવીશું કે જેથી તેમને રિસાઈકલ કરવામાં સરળતા રહે.

યુુનિવર્સિટી ઑફ બર્મિંઘમ, યુકેના પ્રો. પૉલ ઍન્ડરસન

આપણે જે બૅટરીનું ઉત્પાદન કરી રહ્યા છીએ તેને આપણે એ રીતે સંપૂર્ણ રિસાઇકલ કરી શકતા નથી. આપણે જે બૅટરીઓ બનાવવાની આશા રાખીએ છીએ તે બનાવવા માટે અત્યારે પૂરતા પ્રમાણમાં ખનીજો ઉપલબ્ધ નથી.