Test Page
નિર્માતા અધિકારીઓને પ્રદાન કરવાથી જે પણ સ Softwareફ્ટવેર પ્રભાવશાળી રીતો ઝડપથી પહોંચે છે, ભારત Officeફિસ બનાવવા માટે, તેની સ્થિતિ વિષય સંદેશ આપવાની શરૂઆત કરેલી ફોરેક્સ પબ્લિક યર વિચારણાઓ દ્વારા અનુકૂળ વાતાવરણમાં વૈશ્વિક તકોમાં ઉમેરો કરે છે
જીવન મૈત્રીપૂર્ણ માહિતી, તેમનો દ્રષ્ટિકોણ, ચર્ચા, માળખું, બજાર, વગેરે. પ્રાથમિક લક્ષ્યતા લક્ષ્યો સમાન છે. ખરીદી માર્ગદર્શન પ્રતિબદ્ધતાની જાણ કરવામાં આવે છે. હમણાં જ અંગ્રેજી સ્વતંત્રતાનો વિષય ખરેખર આ વિભાગ દ્વારા વર્ણવવામાં આવ્યો નથી. જાને ડિશેમે વર્લ્ડ હાર્ડવેર જરૂરી વિચેરી કન્સલ્ટેશન વર્કિંગ ગ્રૂપ બટ
બીબીસી રજૂ કરે છે 2023ના વર્ષની સૌથી પ્રેરણાદાયી અને પ્રભાવશાળી 100 મહિલાઓની યાદી, જેમની પસંદગી વિશ્વભરમાંથી કરવામાં આવી છે.
આ યાદીમાં માનવઅધિકાર માટે કામ કરનારા અમાલ ક્લૂની, હોલિવૂડ સ્ટાર અમેરિકા ફરારા, નારીવાદી આઇકન ગ્લોરિયા સ્ટેનેમ, અમેરિકા ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા, બ્યૂટી બિઝનેસની માલકણ હુડા કેટ્ટન, અને બેલોન દ'ઓર વિજેતા ફૂટબોલર એઇટાના બોનમેટી.
વિતેલા વર્ષમાં અત્યંત ગરમી, જંગલમાં દવ, પૂર અને બીજી કુદરતી આપત્તિઓ સમાચારોમાં ચમકતી રહી છે ત્યારે જળવાયુ પરિવર્તનને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પોતાના સમુદાયના લોકોને મદદરૂપ થનારી મહિલાઓને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ મહિલાઓએ ક્લાઇમેટ ચેન્જની અસરો સામે ટકી જવા માટેના પગલાં લીધાં છે.
બીબીસી 100 મહિલાની યાદીમાં અમે 28 ક્લાઇમેટ પાયનિયર્સનો પણ સમાવેશ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ COP28 યોજાવાની છે તે પહેલાં અમે આ 28 નારીઓને પસંદ કરી છે.
યાદીના નામ કોઈ સુનિશ્ચિત ક્રમ પ્રમાણે નથી.
સાંસ્કૃતિક બાબતો અને શિક્ષણ
અફ્રોઝ-નૂમા, પાકિસ્તાન
પશુપાલક
વાખી પશુપાલન સમાજની છેલ્લી કેટલીક મહિલાઓમાંની એક અફ્રોઝ છે, જે હજીય ઘેટાં, બકરાં અને યાકની સંભાળ લેવાનું કામ કરે છે.
અમ્મા અને નાની પાસેથી તે પશુઓને સંભાળવાનું શીખી હતી અને પાકિસ્તાનના શિમ્સાલ ખીણમાં એ પરંપરા પાળી રહી છે, જે હવે લગભગ સમાપ્ત થવાને આરે આવી છે.
દર વર્ષે આવી મહિલા પશુપાલકો પોતાના ઘેટા બકરા લઈને દરિયાઇ સપાટીથી 4800 મીટર ઉપર આવેલી પહાડીઓ પર ચરાવવા જાય છે. અહીં પશુઓ મુક્ત રીતે ચરી શકે છે, જ્યારે મહિલાઓ તેના દૂધમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવીને તેને વેચવાનું કામ કરે છે.
આ દૂધની બનાવટોમાંથી થતી આવકને કારણે આ કબિલાના ગામડાં સમૃદ્ધ થયા છે અને તેના કારણે સંતાનો ભણતા પણ થયા છે. અફ્રોઝ-નૂમાને આજે પણ એ યાદ કરતાં ખુશી થાય છે કે તેમના કબિલાની ખીણમાં સૌ પહેલાં તેણે શૂઝ ખરીદ્યા હતા અને પહેર્યા હતા.
હોસાઈ અહમદઝાઈ, અફઘાનિસ્તાન
ટીવી એન્કર
ઓગસ્ટ 2021માં તાલિબાનોએ અફઘાનિસ્તાન પર ફરીથી કબજો કર્યો ત્યારે હોસાઈ અહમદઝાઈ બહુ થોડી મહિલા ટીવી એન્કરમાંની એક તરીકે કામ કરી રહ્યા હતા.
સ્ત્રીઓ મીડિયામાં કામ કરે તે સામે સમાજમાં સૂગ હોવા છતાં અને સુરક્ષા સામે જોખમ ઊભું થયું હોવા છતાં હોસાઈએ શમશાદ ટીવી સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
આ દરમિયાન તેમણે ઘણા તાલિબાન નેતાઓ સાથે ઇન્ટરવ્યૂ પણ કર્યા છે. જોકે આવા ઇન્ટરવ્યૂમાં તેઓ ધારે તે બધું પૂછી શકતા નથી અને તેમની કાર્યશૈલી સામે પણ અવાજ ઉઠાવી શકતા નથી.
અહમદઝાઈ પોતે વકાલતનું ભણ્યા છે અને રાજ્યશાસ્ત્રમાં ડિગ્રી મેળવ્યા બાદ સાતેક વર્ષથી ટીવીમાં કામ કરી રહ્યા છે. તેઓ કન્યા શિક્ષણ પર ધ્યાને કેન્દ્રીત કરી રહ્યા છે, કેમ કે તાલિબાન દ્વારા છોકરીઓના ભણવા સામે બહુ પ્રતિબંધો મૂક્યા છે.
નતાલિયા ઇન્દ્રીસોવા, તાજિકિસ્તાન
ગ્રીન એનર્જી કન્સલ્ટન્ટ
તાજિકિસ્તાનના અંતરિયાળ વિસ્તારમાં રહેલી મહિલાઓ માટે બળતણ મેળવવું બહુ મુશ્કેલ હોય છે અને વીજળી તો હોય જ નહીં. પર્યાવરણ માટેના પ્રોજેક્ટના કો-ઓર્ડિનેટર તરીકે નતાલિયા ઉર્જાના સંકટમાંથી વ્યવહારુ માર્ગ કાઢવાની કોશિશ કરતા રહે છે. તેઓ મહિલાઓને કુદરતી સંસાધનોથી માહિતગાર કરે છે અને તેમને ઉર્જા બચાવે તેવી ટેક્નોલોજી અને સાધનો વિશે જાગૃત કરે છે.
તાલીમ આપવા ઉપરાંત તેમની સંસ્થા ઉર્જા બચાવે તેના ઉપકરણો, સોલર કિચન અને પ્રેશર કૂકર્સ પણ આપે છે, જેથી મહિલાઓનો સમય બચે. આ રીતે પર્યાવરણની સુરક્ષા સાથે પરિવારમાં મહિલા સમાનતા માટેની પ્રયાસોને સહાયરૂપ થવામાં આવે છે.
હાલમાં નતાલિયા સમુદાયના લોકોને એ વાતની તાલીમ આપી રહ્યા છે કે કઈ રીતે અપંગ લોકોને વધારે મુશ્કેલી ઊભી થાય છે. સાથે જ આ સમુદાયનો અવાજ રાજકીય ચર્ચાઓમાં પણ સંભળાય તે માટેની કોશિશ કરે છે.
દુનિયાભરમાં જે આપત્તિઓ જોવા મળી છે તેનાથી આપણને છેલ્લી ચેતવણી મળી છે કે મનુષ્ય પોતાના કુદરતથી અલગ થઈને રહી શકશે નહીં. આપણે ગંભીર પરિણામો ભોગવ્યા વિના કુદરતી સંસાધનોનું આ રીતે દોહન લાંબો સમય કરી શકીએ નહીં.
નતાલિયા ઇન્દ્રીસોવા
ક્લેરા એલિઝાબેથ ફ્રેગોસો ઉગાર્તે, મેક્સિકો
ટ્રક ડ્રાઇવર
ટ્ર્રક ડાઇવર ક્લેરા એલિઝાબેથ છેલ્લા 17 વર્ષથી પુરુષોનું આધિપત્ય ધરાવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં કામ કર્યું છે, અને સમગ્ર મેક્સિકોમાં બહુ ખતરનાક ગણાતા વિસ્તારો સુધી ટ્રક લઈને ફરતા રહ્યા છે.
તેઓ મૂળ ડુરાન્ગોના છે અને માત્ર 17 વર્ષની ઉંમરે તેમના લગ્ન થઈ ગયા હતા. તેમને ચાર સંતાનો છે અને તેઓ પણ પરણી ગયા છે અને એ રીતે સાત સંતાનોના દાદી બની ગયા છે.
ટ્રક ડ્રાઇવરોને 'ટ્રેઇલેરા' તરીકે ઓળખવામાં આવે છે. ટ્રેઇલેરા તરીકે ક્લેરા પોતાની જિંદગી મેક્સિકો અને અમેરિકા સુધી ટ્રક ચલાવીને રોડ પર જ વિતાવી રહ્યા છે.
તેેઓ યુવાન ડ્રાઇવરોને તાલીમ આપીને તૈયાર કરી રહ્યા છે અને બીજી સ્ત્રીઓને પણ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં આવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે, જેથી ભારે ભરખમ ટ્રકના બિઝનેસમાં પણ નારીને સમાન સ્થાન મળે.
સુસાન એટ્ટી, ઓસ્ટ્રેલિયા
પર્યાવરણ યોગ્ય પ્રવાસનના નિષ્ણાત
પર્યટન ઉદ્યોગના એકમાત્ર ક્લાઈમેટ વિજ્ઞાનીમાંના એક, સુસાન આ ઉદ્યોગને વધુ ટકાઉ ભવિષ્ય તરફ દોરી જવા માટે આગ્રહી છે.
એક નાના જૂથે શરૂ કરેલા એડવેન્ચર ટ્રાવેલ બિઝનેસ ઇન્ટ્રેપિડ ટ્રાવેલમાં તેઓ એન્વીરનમેન્ટ ઇમ્પેક્ટ મેનેજર તરીકે કામ કરે છે, જેના કારણે આ કંપની પ્રથમ એવી ટ્રાવેલ કંપની બની છે, જે વિજ્ઞાન-આધારિત કાર્બન ઉત્સર્જ ઘટાડવાના લક્ષ્યાંકો સાથે કામ કરે છે.
સુસાને કાર્બન ઉત્સર્જન કેવી રીતે ઘટાડી શકાય તે માટે એક ઓપન-સોર્સ ગાઈડ તૈયાર કરી છે, જે ટ્રાવેલ કંપનીઓને બહુ ઉપયોગી છે. 400 ટ્રાવેલ એજન્સીઓ, કંપનીઓ અને વ્યવસાયિકોએ બનાવેલા એક સંગઠન ટુરિઝમ ડિક્લેર્સના કેન્દ્રમાં આ ગાઈડ છે. આ સંગઠને આબોહવાના સંકટને એક કટોકટી તરકે જાહેર કરી છે.
આજે આપણે જોઈ શકીએ છીએ કે વધારે ને વધારે કંપનીઓ ક્લાઇમેટના ઉપાયોનું મહત્ત્વ સ્વીકારવા લાગી છે અને પર્યાવરણને થતી અસરો ઘટાડવા માટે મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો કરવા લાગ્યા છે. તેઓ પુનઃપ્રાપ્ય ઉર્જામાં રોકાણ કરવા લાગ્યા છે અને લાંબા ગાળાના ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંક નક્કી કરવા લાગ્યા છે.
સુસાન એટ્ટી
સારાહ ઓટ્ટ, અમેરિકા
શિક્ષિકા
માધ્યમિક શાળામાં શિક્ષિકા તરીકે કામ કરનારા અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના સારાહે યુવાનીમાં પગ મૂક્યો તે વખતે જ 9/11ની ઘટના બની હતી. તેઓ કહે છે કે તે વખતે ગેરમાહિતીથી પોતે દોરાઇ જાય તેવી સ્થિતિ હતી.
વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હોવા છતાં અમુક વર્ષો સુધી સારાહ માનવા તૈયાર નહોતા કે જળવાયુ પરિવર્તન ખરેખર થઈ રહ્યું છે.
પોતે ખોટા હતા તેવો ખ્યાલ આવ્યો તે પછી તેમણે પ્રથમ પગલું સત્ય જાણવા માટે સંશોધન કરવાનું કર્યું હતું. તેમની સત્ય જાણવાની યાત્રા તેમને નેશનલ સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશનના ક્લાઇમેટ ચેન્જ એમ્બેસેડર બનવા સુધી લઈ ગઈ હતી.
તેઓ હવે પોતાના વિદ્યાર્થીઓને ક્લાઇમેટ ચેન્જના વિષયનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના કન્સેપ્ટ સમજાવે છે અને પોતાની આસપાસના સમુદાયમાં પર્યાવરણને લગતા મુદ્દાઓ પર જાગૃતિ લાવવાનું કામ કરે છે.
ક્લાઇમેટ ચેન્જની અસર બધાને થવાની છે, પણ આપણે પોતે તેમાં કશું કરી શકીશું નહીં એમ માનીને ચાલી શકાય નહીં. એક્ટિવિઝમ એક બગીચા જેવું છે. તે સિઝનલ હોય છે. તેમાં વચ્ચે આરામ પણ કરવાનો હોય છે. તમે કઈ સિઝન વચ્ચે છો તેની રિસ્પેક્ટ કરો.
સારાહ ઓટ્ટ
વી કતીવૂ, ઝિમ્બાબ્વે/યુકે
કન્ટેન્ટ ક્રિએટર અને યૂટ્યુબર
મેકડોનાલ્ડમાં પાર્ટ ટાઇમ નોકરી કરતા જવાનું અને ભણતા જવાનું એ રીતે મુશ્કેલ સ્થિતિમાં વી (વેરાઇડ્ઝો) કતીવૂ ભણતી રહી અને ઓક્સફર્ડ તથા હાર્વર્ડમાંથી ડિગ્રી મેળવી તે સમગ્ર સંઘર્ષની કહાની દુનિયામાં હજારો લોકો માટે પ્રેરણારૂપ બની ગઈ છે.
તે યુનિવર્સિટીમાં હતી ત્યારે જ યૂટ્યુબ ચેનલ શરૂ કરી દીધી હતી અને બહુ સામાન્ય પરિવારમાંથી આવેલી યુવતીએ કઈ રીતે શિક્ષણમાં સંઘર્ષ કરવો પડે છે તેની વાત કરવાનું શરૂ કર્યું હતું. સાથે જ પોતાની જેમ સંઘર્ષ કરી રહેલા લોકોને સ્ટડી માટેની ટીપ્સ આપતી હતી અને કઈ રીતે ટકી જવું તે સમજાવતી હતી.
તેે પછી વીએ એમ્પાર્વડ બાય વી એવા નામે પ્લેટફોર્મ પણ તૈયાર કર્યું છે, જેનો હેતુ દુનિયાભરના વંચિત પરિવારોના વિદ્યાર્થીઓને વધારે સારી રીતે શિક્ષણ મળી રહે તે માટે સહાયરૂપ થવાનો છે.
વીએ પ્રેક્ટિકલ સેલ્ફ હેલ્પ - કેવી રીતે માર્ગ કાઢવો તેના વિશેનું પુસ્તક યુવાનો માટે લખ્યું છે અને હાલમાં તેઓ એજ્યુકેશન લીડરશીપના વિષયમાં પીએચ.ડી. કરી રહ્યા છે.
સોફિયા કિઆણી, અમેરિકા
વિદ્યાર્થીની અને સોશ્યલ એન્ટ્રપ્રન્યોર
ઈરાનમાં વસતા પોતાના સગાઓ સાથે વાતચીત પરથી સોશ્યલ એન્ટ્રપ્રન્યોર સોફિયા કિઆણીને લાગ્યું કે ક્લાઇમેટ ચેન્જ માટે જરૂરી અને આધારભૂત માહિતી પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ નથી. આથી તેમણે જળવાયુ પરિવર્તનને લગતા સાહિત્યનું ફારસીમાં અનુવાદ કરવાનું કામ ઉપાડી લીધું હતું.
આના પરથી આખરે તેઓ વધુ મોટા પ્રોજેક્ટ પર કામ કરતા થયા અને તે માટે તેમણે ક્લાઇમેટ કાર્ડિનલ્સની સ્થાપના કરી. આ યુવાઓ સંચાલિત એનજીઓ છે, જેનો હેતુ ક્લાઇમેટ ચેન્જને લગતી માહિતીઓનો અનુવાદ અન્ય ભાષાઓમાં કરવો, જેઓ અંગ્રેજી જાણતા ના હોય.
હાલમાં આ એનજીઓ સાથે 80 દેશોના 10,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે અને તેમના દ્વારા ક્લાઇમેટ લગતું સાહિત્ય અલગ અલગ 100 જેટલી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. આ યુવાઓએ લગભગ દસ લાખથી વધુ શબ્દોનું સાહિત્ય તૈયાર કરી નાખ્યું છે.
વૈજ્ઞાનિક જાણકારી સમગ્ર દુનિયાને પ્રાપ્ત થઈ શકે તે માટે ભાષાનો જે અવરોધ છે, તે કિયાણી દૂર કરવા માગે છે.
યુવાન કાર્યકરોએ ક્લાઇમેટ સામે પગલાં લેવા માટેનું વૈશ્વિક નેટવર્ક તૈયાર કર્યું છે અને તેને સંભાળી રહ્યા છે. વિરોધ પ્રદર્શન માટે લાખો લોકોને જોડવા, ધૂમાડો પેદા કરતાં બળતણના વિરોધમાં હજારો આવેદનો તૈયાર કરાવવા, અને ક્લાઇમેટના ઉપાયો માટે લાખો ડોલરનું દાન એકઠું કરવું વગેરે કામ ઉપાડી લેવામાં આવ્યું છે. દુનિયા સામે એટલું મોટું સંકટ આવેલું છે કે ઉંમર અને અનુભવ જોઈને બેસી રહીએ તે હવે ચાલે તેમ નથી.
સોફિયા કિઆણી
આરતી કુમાર-રાવ, ભારત
તસવીરકાર
સ્વતંત્ર ફોટોગ્રાફર તરીકે અને લેખિકા તથા નેશનલ જ્યોગ્રાફિક એક્સપ્લોરર તરીકે કામ કરનારા આરતી સમગ્ર દક્ષિણ એશિયામાં સક્રીય છે અને ક્લાઇમેટને કારણે ધરતી પર શું પરિવર્તન આવી રહ્યું છે તેનું દસ્તાવેજીકરણ કરવાનું કામ કરી રહ્યા છે.
ભૂગર્ભજળ કેટલા ભયનજક રીતે નીચે ઊતરી રહ્યા છે, વગડો વીંખાઈ રહ્યો છે અને ઔદ્યોગિક હેતુઓ માટે જમીન હસ્તગત થાય છે તેના કારણે જૈવિક વૈવિધ્યનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. ગોચર સહિતની ખુલ્લી જમીનો ઘટી રહી છે, લાખો લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે અને ઘણી બધી પ્રજાતિઓનું નિકંદન નીકળવાની તૈયારીમાં છે તે બધી બાબતોને પણ તેઓ કંડારી રહ્યા છે.
એક દાયકા કરતાંય વધારે સમયથી આરતી સમગ્ર ભારતીય ઉપખંડને પગતળે ખુંદતા રહ્યા છે અને તેમની આકરી વાસ્તવિકતા દર્શાવતા અહેવાલોને કારણે એ વાતનો પર્દાફાશ થઈ રહ્યો છે કે પર્યાવરણના નિકંદનને કારણે કેવી રીતે લોકોની આજીવિકા છિનવાઈ રહી છે અને જૈવિક વૈવિધ્ય ખતમ થઈ રહ્યું છે.
તેમણે માર્જિનલેન્ડ્સઃ ઈન્ડિયાઝ લેન્ડસ્કેપ્સ ઓન ધ બ્રિન્ક એવા નામે પુસ્તક લખ્યું છે, જેમાં ભારતના સૌથી આકરા હવામાન વચ્ચે જીવી રહેલા લોકોની વ્યથાને વણી લીધી છે.
ક્લાઇમેટ ક્રાઇસીસના મૂળમાં છે ધરતી, પાણી અને હવા સાથે આપણો જે આત્મીય નાતો હતો તે તૂટી ગયો છે. આપણે તે નાતો ફરી જોડીએ તે અનિવાર્ય બની ગયું છે.
આરતી કુમાર-રાવ
હૂડા કેટ્ટન, અમેરિકા
બ્યૂટી બિઝનેસનાં ફાઉન્ડર
અમેરિકામાં વસેલા ઈરાકી ઇમિગ્રન્ટ પરિવારમાં જન્મેલાં હૂડા કેટ્ટનનો ઉછેર ઓકલોહામા થયો હતો, જેમણે પરંપરાગત કોર્પોરેટ કરિયર પસંદ કરવાના બદલે સૌંદર્ય પ્રસાધનોનાં પોતાનાં મનગમતા ક્ષેત્રમાં કામ કરવાનું પસંદ કર્યું.
લોસ એન્જલસની પ્રતિષ્ઠિત મેક-અપ ટ્રેઇનિંગ સ્કૂલમાં તેમણે પ્રવેશ મેળવ્યો અને આગળ જતાં તેમણે સેલિબ્રિટીમાં એ-લિસ્ટમાં આવે તેવા ક્લાયન્ટ્સ મેળવ્યા, જેમાં મધ્ય પૂર્વના ઘણા શાસક શેખ પરિવારોનો પણ સમાવેશ થાય છે.
આજે હૂડા ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થતી હોય તેવી બ્રાન્ડ બની ગઈ છે, જેના 5 કરોડથી વધારે ફોલોઅર્સ છે.
હૂડાએ 2013માં હૂડા બ્યૂટી નામે કોસ્મેટિક્સની બ્રાન્ડ લોન્ચ કરી, જેમાં શરૂઆત ફોલ્સ આયલેશીઝથી કરી હતી. આજે તેનો બિઝનેસ અબજ ડોલરને પાર થઈ ગયો છે અને તેની કંપનીની 140થી વધારે બ્યૂટી પ્રોડક્ટ્સ છે. વિશ્વભરમાં 1500થી વધુ સ્ટોર્સમાં આ બ્રાન્ડની પ્રોડક્ટ્સ વેચાય છે.
ઓસ્કાના ઝાબૂન્જકો, યુક્રેન
લેખિકા
વાર્તા, કવિતા અને નોન-ફિક્શન સહિત 20થી વધુ પુસ્તકોના લેખિકા ઓસ્કાના ઝાબૂન્જકો યુક્રેનના અગ્રગણ્ય સાહિત્યકાર અને બુદ્ધિજીવીઓમાંના એક ગણાય છે.
આંતરરાષ્ટ્રીય ધોરણે પણ તેમના પુસ્તકોને કારણે તેઓ જાણીતા થયા છે, જેમાં ફિલ્ડ વર્ક ઇન યુક્રેનિયન સેક્સ અને મ્યુઝિયમ એબન્ડન્ડ સિક્રેટ્સનો સમાવેશ થાય છે.
તેમણે કિવની શેવચેન્કો યુનિવર્સિટીમાંથી ફિલોસોફીની ડિગ્રી મેળવેલી છે અને ફિલોસોફી ઑફ આર્ટ્સમાં તેમણે ડોક્ટરેટ કરેલું છે.
તેમના પુસ્તકોનો વિશ્વની 20 જેટલી ભાષાઓમાં અનુવાદ થયેલો છે અને તેના કારણે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં એન્જલલ સેન્ટ્રલ યુરોપિયન લાયબ્રેરી પ્રાઇસ, યુક્રેનનું શેવચેન્કો નેશનલ પ્રાઇઝ અને ફ્રેન્ચનું રાષ્ટ્રીય સન્માન લિજન ઓપ ઓનર વગેરેનો સમાવેશ થાય છે.
જેત્સુંમા તેન્જિન પાલ્મો, ભારત
બૌદ્ધ ભિક્ષુણી
જેત્સુંમા તેન્જિન પાલ્મોનો જન્મ 1940ના દાયકામાં ઈંગ્લેન્ડમાં થયો હતો અને કિશોરાવસ્થામાં જ તેમણે બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો.
20 વર્ષની ઉંમરે તેઓ ભારતની યાત્રાએ આવ્યા અને તિબેટી બૌદ્ધ પીઠમાં દીક્ષા લીધી ત્યારે તેઓ આ રીતે દિક્ષા લેનારા પ્રારંભના પશ્ચિમી વ્યક્તિ બન્યા હતા.
બૌદ્ધ ભિક્ષુણીઓનો દરજ્જો વધે તે હેતુ સાથે તેન્જિન પાલ્મોએ હિમાચલ પ્રદેશના પીઠની સ્થાપના કરી, જેનું નામ છે દોંગ્યૂ ગટસાલ લિંગ નનરી. આજે આ પીઠમાં 120થી વધારે ભિક્ષુણીઓ વસે છે.
તેન્જિન 12 વર્ષ સુધી હિમાલયની અંદર ગુફાઓમાં એકાંતમાં રહેવા માટે પણ જાણીતા થયા હતા. તેમાંથી ત્રણ વર્ષ તો તેઓ તદ્દન એકાંતમાં રહ્યા હતા. 2008માં તેમને આખરે અલભ્ય ગણાય તેવું પદ જેત્સુંમા આપવામાં આવ્યું, જેનો અર્થ થાય છે પૂજ્ય ગુરુજન
લેલા પાસ્કીનેલી, આર્જેન્ટિના
કલાકાર
લેેલાએ એક એવી સંસ્થા સ્થાપી છે, જે સૌંદર્ય વિશેના બીબાઢાળ ખયાલોને અને મીડિયા તથા પોપ્યુલર કલ્ચરમાં મહિલાને જે રીતે દર્શાવવામાં આવે છે તેની સામે સવાલ ઊઠાવવાનું કામ કરે છે. 2015માં સ્થાપેલી આ સંસ્થાનું નામ જ તેમણે રાખ્યું છે વિમેન વ્હૂ વેર નોટ ઓન અ કવર એટલે કે કોઈ મેગેઝીનના કવર પર ના ચમકેલી નારીઓની વાત.
તેમની આ કેમ્પેઇન વાઇરલ થઈ હતી, જેમાં સ્ત્રીઓને કહેવાતું કે તમારા શરીર વિશે જે વાતો ઘડી દેવામાં આવી છે તેમાંથી બહાર આવો, ઉંમર વધવાની વાત અને ખાણીપીણી વિશેની માન્યતાઓ વિશે નવેસરથી વિચારો. હાલમાં જ તેમણે એક બીજી ઝુંબેશ પણ ઉપાડી છે, જેમાં જુદા જુદા આકાર, સ્વરૂપ, કદકાઠીના લોકોની અદ્દલ કથાઓને વણી લેવામાં આવી છે અને તેનું નામ તમારા પેટનું વળગણ છોડો એ પ્રકારનું રાખવામાંં આવ્યું છે.
લેલા પોતે એક વકીલ છે અને કવયિત્રી, લેસ્બિયન અને નારીવાદી ચળવળકાર તરીકેની ઓળખ ધરાવે છે. તેઓ સ્ત્રીઓના સૌંદર્ય વિશેની ઘેરલું માન્યતાઓ છે તેને તોડવા માગે છે અને તે વિચારોને તેઓ વર્ગવાદી, જાતીયતાવાદી અને રંગેભેદી ગણાવે છે, જેના કારણે સ્ત્રી પુરુષોના ભેદ ઉલટાના વધે છે.
કેરોલાઇના ડીયાઝ પીમેન્ટેલ, પેરુ
પત્રકાર
વીસેક વર્ષની ઉંમરે આખરે નિદાન થયું કે ઓટિઝમ છે ત્યારે કેરોલાઇના ડીયાઝે ખાસ કેક બનાવીને ઉજવણી કરી કે આખરે તે હવે જાણી શકી કે પોતે ન્યૂરોડાઇવર્જન્ટ છે.
હવે તે પોતાની ત્રીસીમાં છે અને પોતાને 'પ્રાઉડલી ઓટિસ્ટિક' ગણાવે છે અને હવે પત્રકાર તરીકે કામ કરે છે, જેમાં તેનો રસનો વિષય ન્યૂરો ડાઇવરજન્સ અને માનસિક સ્વાસ્થ્યનો છે.
માનસિક રીતે કોઈ મુશ્કેલી હોય ત્યારે લોકોની અમુક માન્યતા હોય છે તેની વિરુદ્ધમાં પણ ડીયાઝ જાગૃતિ ફેલાવાનું કામ કરે છે. તેમણે ન્યૂરો ડાઇવર્સીટી માટે જાગૃતિ આવે તે માટે ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે અને આના માટે કામ કરતી ઘણી એનજીઓની સ્થાપના કરી છેઃ મોર ધેન બાયપોલર, પેરુવિયન ન્યૂરો ડાઇવરજન્ટ કોએલિએશન અને પ્રોયેક્ટો એટિપિકો એટલે કે પ્રોજેક્ટ અટિપિકલ વગેરેનો સમાવેશ તેમાં થાય છે.
ડીયાઝને પુલીત્ઝર સેન્ટર તરફથી ગ્રાન્ટ મળેલી છે અને રોઝલીન કાર્ટર સ્કોલર તરીકે પણ પસંદ થયેલા છે.
જેસ પેપર, યુકે
ક્લાઇમેટ કાફેના સ્થાપક
સમુદાય આધારિત ક્લાઇમેટ કાફેમાં આવીને લોકો બેસ શકે, ખાણીપીણી સાથે ક્લાઇમેટ ચેન્જની ચર્ચા કરી શકે અને તેના વિશે સક્રિય થઈ શકે. આવા પ્રથમ ક્લાઇમેટ કાફેની શરૂઆત 201માં જેસ પેપરે સ્કોટલેન્ડના એક નાનકડા ગામમાં કરી હતી.
આવી જ રીતે અન્યસમુદાયોમાં પણ ક્લાઇમેટ કાફે ખૂલે, જે એક વૈશ્વિક નેટવર્કમાં જોડાય તે માટે જેસ હવે અન્યોને મદદરૂપ થાય છે.
અહીં આવનારા લોકોને લાગે છે કે આ એક સલામત જગ્યા લાગે છે, જ્યાં તેઓ જળવાયુને કારણે આવનારા સંકટ વિશેની પોતાની ચિંતા અને ડરની વાત અન્યોને જણાવી શકે છે.
ક્લાઇમેેટ ક્ષેત્રમાં વિવિધ સ્તરે જેસ પેપર લીડરશીપ ભૂમિકામાં કામ કરે છે અને રોયલ સ્કોટિશ જીઓગ્રાફિકલ સોસાયટીના માનદ ફેલો પણ છે અને રોયલ સોસાયટી ઓફ આર્ટ્સમાં ફેલો તરીકે છે.
સમુદાયોની વચ્ચે ક્લાઇમેટના ઉપાયો થવા લાગ્યા છે અને હકારાત્મક પરિવર્તનો દેખાવા લાગ્યા છે, જેમાં મહદ અંશે સ્ત્રીઓ અને બાળકોની અગ્રગણ્ય ભૂમિકા હોય છે. એક બીજા સાથે જોડાણને કારણે કઈ રીતે પ્રેરણા મળે છે અને પરિવર્તન લાવનાર માહિતીનું આદાનપ્રદાન જે રીતે થાય છે તેનાથી, તથા તકો ઊભી થાય અને રાજકીય તખતો પણ તૈયાર થાય, જેની સાથે સામનો કરવાની તૈયારીઓ થાય છે તે સ્થિતિ પણ મારામાં આશા જન્માવે છે.
જેસ પેપર
લીસિયા ફર્ટઝ, ઈટાલી
મોડલ અને ઇન્ફ્લુએન્સર
95 વર્ષની ઉંમરની ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જે કહી શકે કે ઇન્સ્ટાગ્રામ પર તેના 2,35,000 ફોલોઅર્સ છે, પણ ઈટાલીની આ સૌથી વયોવૃદ્ધ નારી લીસિયા ફર્ટ્ઝ તેવી સ્થિતિમાં છે અને પોતાના શારીરિક દેખાવ વિશે હકારાત્મક રહેવાની વાત કરનારા આ નારી કહે છે કે હજી તો શરૂઆત છે.
લીસિયા ફર્ટઝે બંને વિશ્વ યુદ્ધ જોયા છે અને પોતાના પતિ ઉપરાંત 28 વર્ષની પોતાની દિકરીનું મોત પણ જોયું છે.
તેના પૌત્રે જ્યારે તેમના માટે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ તૈયાર કરી આપી ત્યારે તેમને આનંદ મળે તે હેતુ હતો, પણ તેઓ જે રંગબેરંગી વેશભૂષા સાથેની તસવીરો મૂકે છે અને મર્માળુ હાસ્ય આપે છે તેના કારણે સોશ્યલ મીડિયામાં તેના ચાહકો વધી ગયા છે.
તેેમણે પોતાની આત્મકથા પણ લખી છે અને એટલું જ નહીં, 89 વર્ષની ઉંમરે તેમણે રોલિંગ સ્ટોન મેગેઝીનના કવર માટે પોતાની ન્યૂડ તસવીર પણ પડાવી હતી.
તેઓ ઉંમરને ધ્યાનમાં ના લેવામાં માને છે, નારીવાદી છે અને LGBTQ+ માટે લડનારા કાર્યકર પણ છે. તેઓ કહે છે કે શારીરિક દેખાવ પ્રત્યે હંમેશા હકારાત્મક રહેવાનું છે અને આપણે વૃદ્ધ લોકો પ્રત્યે અલગ દૃષ્ટિકોણ કેળવીએ તે માટેની ઝુંબેશ ચલાવે છે.
જન્નતુલ ફિરદૌસ, બાંગ્લાદેશ
દાઝી જવાની દુર્ઘટનામાંથી બચી ગયેલા
દાઝી જવાાની દુર્ઘટના બની અને તેમાં 60 ટકા દાઝી ગયા પછી બચી ગયેલા જન્નતુલ તેમાંથી બહાર નીકળીને એક ફિલ્મ સર્જક, લેખક અને વિકલાંગતા માટે ઝુંબેશ ચલાવનારા કાર્યકર્તા બની શક્યા છે.
તેમણે વોઇસ એન્જ વ્યૂઝ નામની માનવ અધિકારો માટે કામ કરતી સંસ્થાની સ્થાપના કરી છે, જે આગ લાગવાની દુર્ઘટનામાં બચી ગયેલી સ્ત્રીઓ માટે કામ કરે છે.
મિત્રો અને સ્વજનોમાં આઇવીના હુલામણા નામે જાણીતા થયેલા જન્નતુલે પાંચ ટૂંકી ફિલ્મો બનાવી છે અને તેમની ત્રણ નવલકથાઓ પ્રગટ થઈ છે. વિકલાંગ લોકો માટે જાગૃતિ ફેલાય તે માટે તેમણે પોતાના આ સર્જનના માધ્યમનો ઉપયોગ કર્યો છે.
જન્નતુુલ ફિરદૌસ લાંબું ભણ્યા છે. તેમણે અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કરવા ઉપરાંત ડેવલપમેન્ટ સ્ટડીઝમાં પણ ડિગ્રી મેળવી છે.
મેચા ફોર્ન-ઇન, થાઈલેન્ડ
મૂળ નિવાસીઓ અને LGBTQ+ સમુદાયના અધિકારો માટે ઝુંબેશ ચલાવનાર
થાઈલેન્ડની મ્યાંમાર સાથેની સરહદ પાસે મેચા રહે છે, જે વિસ્તારમાં જળવાયુ પરિવર્તન અને આંતરિક સંઘર્ષ બંનેની બૂરી અસરો જોવા મળે છે. મેચાએ લઘુમતીઓના હકો માટે ઝુંબેશ ચલાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
તેમણે સંગસાન અનાકોટ યાવાચોન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ નામની સંસ્થા સ્થાપી છે, જેના માધ્યમથી તેઓ જમીનવિહોણા અને રાષ્ટ્રની નાગરિકતા વિહોણા પરિવારોની હજારો મહિલાઓને શિક્ષણ આપીને જાગૃત કરવાનું કામ કરે છે. યુવતીઓ અને LGBTQ+ સમુદાયના યુવાઓ માટે પણ તેઓ કામ કરે છે.
મેચા પોતે લઘુમતિ સમાજમાંથી, મૂળ નિવાસી પરિવારમાંથી આવે છે અને લેસ્બિયન નારીવાદી તરીકે તેમની ઓળખ બની છે, જે ઓળખના આધારે તેઓ આ પ્રદેશમાં સ્ત્રીપુરુષના ભેદને કારણે હિંસા થાય છે તેેને રોકવા માટેની ઝુંબેશમાં અગ્રણી તરીકે ભૂમિકા ભજવે છે. સાથે જ નાગરિકતા ગુમાવનારા, વિસ્થાપિત થયેલા લોકો માટે જમીનના અધિકાર અને ક્લાઇમેટ માટે ન્યાય મેળવવા માટે પણ કામ કરે છે.
મૂળ નિવાસીઓ, LGBTQ+ સમુદાયના લોકો, મહિલાઓ અને યુવતીઓની વાત સાંભળવામાં ના આવે અને તેમને ખરા અર્થમાં સાથે જોડવામાં ના આવે ત્યાં સુધી જળવાયુ સંકટના ઉપાયો મળવાના નથી.
મેચા ફોર્ન-ઇન
ચીલા કુમારી બર્મન, યુકે
કલાકાર
પ્રિન્ટમેકિંગ, ચિત્રકારી, પેઇન્ટિંગ, ફિલ્મ વગેરે માધ્યમોમાં કામ કરતા ચીલા કુમારી બર્મન પોતાના સર્જન દ્વારા પ્રતિનિધિત્વ, સ્રી-પુરુષના ભેદ અને સાંસ્કૃતિક ઓળખ જેવા મુદ્દાઓને આવરી લે છે.
આ વર્ષે તેમની કૃતિને બ્લેકપૂલ ઇલ્યૂમિનેશન્સમાં સ્થાન મળ્યું છે. પ્રકાશના પર્વ તરીકે ઓળખાતો આ મહોત્સવ 1879થી યુકેમાં ઉજવાતો આવ્યો છે. લોલીઝ ગલ લવ વીધ લાઇટ એવા નામે તેમણે કૃતિ કરી છે, જેના મધ્યમાં એક આઇસક્રીમ વાન છે અને આસપાસ મલ્ટિકલર સુશોભન છે. તેમના વાલી આઇસક્રીમનો બિઝનેસ કરતાં હતા તેના પરથી પ્રેરણા લઈને આ કૃતિ તેમણે સર્જી છે.
2020માં ટાટે બ્રિટનના ફસાડ પર બર્મને એક કૃત્તિ બનાવી હતી, જેમાં ભારતીય દંતકથાઓને આવરી લેવાઈ છે. સાથે જ પોપ્યુલર કલ્ચર અને મહિલા સશક્તિકરણના મુદ્દાઓને તેમાં વણી લેવામાં આવ્યા છે.
ગયા વર્ષે તેમને એમબીઈ અવૉર્ડ પણ એનાયત થયો હતો.
ઈસી બૌબાસા, ઘાના
માછલી વેચનારી
ઘાનાના એક ગામ ફૂવેમેની રહેવાસી ઈસી બૌબાસાને દરિયાની વધતી સપાટી અને બદલાતા જળવાયુનો બૂરો અનુભવ થયેલો છે, કેમ કે તેમનું આ ગામ આગળ વધતો દરિયો ગળી ગયો છે.
ગામ ડૂબી ગયું અને હવે ત્યાં રહેવા જેવું ના રહ્યું તે પછી પતિ અને પાંચ સંતાનો સાથે તેમણે ગામ છોડીને બીજે વસવા જવું પડ્યું છે.
પોતાના ગામમાંથી માછલીનો સૌથી મોટો વેપાર તે કરતી હતી અને બાદમાં તેણે સાથી મહિલાઓને એકઠી કરીને આ વિસ્તારની માછીમાર સ્ત્રીઓને મદદરૂપ થવા સંગઠન ખોલ્યું હતું. દરિયાકાંઠો ધોવાઈ રહ્યો છે તેના કારણે તેમની આજીવિકા છીનવાઈ રહી છે તેની સામે ટક્કર લેવા માટે તે આ સંગઠનથી સક્રિય રહે છે.
તેમના સંગઠનમાં 100 જેટલા સભ્યો છે, જે દર અઠવાડિયે એક વાર ભેગા થાય છે અને માછીમારીના વ્યવસાયમાં સ્ત્રીઓને કેવી મુશ્કેલીઓ છે તેની ચર્ચાઓ કરે છે. સાથે જ ફંડ એકઠું કરે છે, જેથી જરૂરિયાતમંદ પરિવારોને સહાય આપી શકાય.
મોટી ભરતી આવવા લાગે ત્યારે અમે ધ્રૂજી જઈએ છીએ. અમારી અને આવનારી પેઢી માટે એ મોત લઈને આવે છે.
ઈસી બૌબાસા
મેરીજેટા મોજાસેવિક, મોન્ટેનેગ્રો
વિકલાંક લોકોના અધિકાર માટે લડનારા
હાઈ સ્કૂલમાં હતી ત્યારે બે વાર તેને લકવાનો હુમલો આવ્યો હતો અને તેના કારણે મેરીજેટાનું જીવન નાટકીય રીતે બદલાઈ ગયું.
તેમને જે શારીરિક અને માનસિક અસરો થઈ હતી તે આજે પણ તેને નડી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને મેરીજેટા આજે યુવાનોને સલાહકાર તરીકે તથા વિકલાંગ લોકોના અધિકારો માટે ચળવળકાર તરીકે કામ કરે છે.
શારીરિક ખોડખાંપણ ધરાવતા લોકો સામે લોકોનો અભિગમ હોય છે તેને બદલવા માટે તેઓ અવાજ ઉઠાવતા રહે છે.
લાઇફ વિથ ડિસેબિલિટી એવા શિર્ષક સાથે તેઓ કાર્યક્રમો યોજે છે, જેમાં પોતાના અનુભવો જણાવીને સમજાવે છે કે કઈ રીતે પક્ષપાતનો સામનો કરી શકાય છે.
શારીરિક ખોડખાંપણ એક વૈશ્વિક આરોગ્યની પ્રાથમિકતા બને તે માટે કામ કરતી સંસ્થા વનન્યૂરોલોજીના એમ્બેસેડર તરીકે પણ તેમને પસંદ કરાયા છે.
પૌલીના શિઝિયાન, મોઝામ્બિક
લેખિકા
1990ના દાયકામાં બેલાડ ઓફ લવ ઇન ધ વિન્ડ નામની નવલકથા પ્રકાશિત થઈ તે સાથે પૌલીના મોઝામ્બિકના નવલકથા પ્રગટ કરનારા પ્રથમ લેખિકા બની ગયા હતા.
મોઝામ્બિકની રાજધાની મપૂતોના છેવાડે આવેલા વિસ્તારમાં રહેતા પૌલીનાએ કેથલિક સ્કૂલમાંથી પોર્ટુગીઝ ભાષા શીખી હતી. તેમણે એડુઆર્ડો મોન્ડેલેન યુનિવર્સિટીમાં ભાષાનો અભ્યાસ શરૂ કર્યો હતો, જોકે તેમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું નહોતું.
તેમના લખાણોનું અન્ય ભાષાઓમાં પણ ભાષાંતર થયું, જેમાં ઇંગ્લીશ, જર્મન અને સ્પેનિશનો સમાવેશ થાય છે. તેમના અન્ય એક પુસ્તક ધ ફર્સ્ટ વાઇફઃ એ ટેલ ઓફ પોલિગેમીને સાહિત્યનો સ્થાનિક અવોર્ડ - હોઝે ક્રેવેરીન્ના અવોર્ડ પણ મળ્યો હતો.
હાલના સમયમાં તેમને કેમોઝ પ્રાઇસ પણ મળ્યું છે, જે પોર્ટુગીઝ ભાષાના સાહિત્યનું સૌથી પ્રતિષ્ઠિત ઈનામ ગણાય છે.
કેરા શેરવૂડ-ઓરેગન, ન્યૂ ઝિલેન્ડ
મૂળ નિવાસીઓ અને અપંગ લોકોના અધિકાર માટે લડનારા
કાઈ થૂ મૂળ નિવાસી જૂથના કેરા ક્લાઇમેટ એક્સપર્ટ છે. તેઓ ન્યૂ ઝિલેન્ડના દક્ષિણ ટાપુ પરના તે વાઇપોનામૂ વિસ્તારમાંથી આવે છે.
કેરા એક્ટિવેટ નામની સંસ્થાના સહસ્થપાક છે, જે સામાિજક પરિવર્તન અને ક્લાઇમેટ જસ્ટિસ માટે કામ કરે છે.
ભૂમિ પ્રત્યે તથા પૂર્વજો પ્રત્યે માઓરી પ્રજાનો જે અભિગમ છે તેના આધારે કેરા ઉકેલો લાવે છે, જેની અત્યાર સુધી ક્લાઇમેટ અંગેની આધુનિક વિચારસરણીમાં અવગણના થતી આવી છે.
કેરાએ પ્રધાનો, અધિકારીઓ અને સમાજના અગ્રણીઓ સાથે સંબંધો કેળવીને પોતાના સમુદાયમાં કેવી રીતે ક્લાઇમેટ સંકટની અસરો થઈ રહી છે તેના તરફ ધ્યાન દોરવાનું કામ કર્યું છે. સાથે જ તેઓ મૂળ નિવાસી લોકોને તથ અપંગ લોકોને ક્લાઇમેટ માટે કામ કરતી સંસ્થામાં વધારે પ્રમાણમાં લેવામાં આવે તે માટે ઝુંબેશ ચલાવે છે.
ચળવળ તરીકે અમલમાં મૂકાતા મોડલને અમે નકારી રહ્યા છીએ અને તેની જગ્યા અમે લઈ રહ્યા છે, અમારા સમુદાયને આગળ કરીને કામ કરી રહ્યા છીએ. તેનું પરિણામ પણ આવ રહ્યું છે. મને લાગે છે કે ઘણા લોકો એ સ્વીકારવા લાગ્યા છે કે સ્થાનિક સ્વાયત્તતા આપવામાં આવે તેમાં જ ક્લાઇમેટ સંકટના ઉપાયો રહેલા છે.
કેરા શેરવૂડ-ઓરેગન
સાગરિકા શ્રીરામ, સંયુક્ત અરબ અમિરાત
શિક્ષણશાસ્ત્રી અને ક્લાઇમેટ એડવાઇઝર
કિશોરી તરીકે સાગરિકા શ્રીરામ શાળાઓમાં ક્લાઇમેટ વિશે શિક્ષણ આપવામાં આવે તે માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે.
સાગરિકા કમ્પ્યુટર કોડ લખવામાં હોંશિયાર છે, જેનો ઉપયોગ કરીને તેમણે ઓનલાઇન પ્લેટફોર્મ બનાવ્યું છે - Kids4abetterworld. આ પ્લેટફોર્મને એ રીત તૈયાર કરવામાં આવ્યું છે વિશ્વભરના બાળકોમાં તેના વિશે જાગૃતિ આવે અને પોતાના સમુદાયમાં પર્યાવરણની રક્ષા માટેના પ્રોજેક્ટ્સમાં સહાયરૂપ થઈ શકાય.
આ પ્લેટફોર્મ સાથે તેઓ ઓનલાઇન અને ઓફલાઇન પર્યાવરણને લગતી વર્કશોપ પણ ચલાવે છે, જેમાં બાળકોને કઈ રીતે ક્લાઇમેટ ચેન્જમાં હકારાત્મક પ્રભાવ પાડી શકાય છે તે શીખવવામાં આવે છે.
સાાગરિકા હાલમાં દુબઈમાં એ-લેવલના ધોરણમાં ભણી રહ્યા છે અને સાથે જ સંયુક્ત રાષ્ટ્રસંઘની કમિટી ઓન ધ રાઇટ્સ ઑફ ધ ચાઇલ્ડની સલાહકાર સમિતિમાં પણ સભ્ય તરીકે ભાગ લે છે. આ સમિતિમાં સાગરિકા પર્યાવરણને લગતા અધિકારો માટે મુદ્દાઓ મૂકે છે.
અત્યારે ગભરાઈ જવાનો સમય નથી, પણ સક્રિય થવાનો સમય છે, જેથી દરેક બાળકને એ શીખવી શકાય કે કેવી રીતે પર્યાવરણને અનુકૂળ થઈને જીવી શકાય અને કઈ રીતે સિસ્ટમમાં પરિવર્તન માટે પ્રયત્નો કરી શકાય છે, કે જેથી આપણે જેવી ઈચ્છીએ છીએ તેવી દુનિયા બની શકે.
સાગરિકા શ્રીરામ
લૂઈ મબૂલો, ફિલિપાઇન્સ
ખેડૂત અને એન્ટ્રપ્રન્યોર
2016માં નોક-ટેન નામનું વાવાઝોડું આવ્યું તેણે ફિલિપાઇન્સના કેમેરાઇન્સ સૂર પ્રદેશમાં ભારે તબાહી ફેલાવી હતી અને 80 ટકા ખેતીની જમીન ઉજ્જડ થઈ ગઈ હતી.
લૂૂઇ મબૂલોએ આ વિનાશમાંથી બેઠા થવા માટે બાદમાં કાકાઓ પ્રોજેક્ટ શરૂ કર્યો. આ સંસ્થા પર્યાવરણને માફક આવે તેવી રીતે જંગલ આધારિત ખેતી શરૂ કરીને સ્થાનિક પાક લેવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવવા માગે છે.
મબૂલો નુકસાનકારક ખેતી પદ્ધતિને બંધ કરાવીને ખેડૂતોને સશક્ત કરે છે, અને ગ્રામ્ય અર્થતંત્ર આધારિત પદ્ધતિ ઊભી થાય તે માટે ઝુંબેશ ચલાવે છે. તે માટે તેઓ ખેડૂતોના હાથમાં જ સ્વાયત્તા પરત ફરે તે માટે મથે છે.
તેઓ આંતરરાષ્ટ્રીય ક્લાઇમેટ નીતિમાં સૂચનો આપે છે, અને જણાવે છે કે ગ્રામીણ વિસ્તારના લોકો પાસે કઈ રીતે દેશી જ્ઞાન હોય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના એન્વીરન્મેન્ટ પ્રોગ્રામ દ્વારા તેમને યંગ ચેમ્પિયન ઓફ ધ અર્થનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
મારા જેવા લોકો દુનિયાભરમાં એક ઝુંબેશ ઉપાડી રહ્યા છે તે જોઈને મને આશા જાગે છે, જેથી વધારે હરિયાળી ભૂમિ બનશે, સમુદાયોને એક બીજા સાથે જોડશે અને આપણી અનાજની ખેતી વધારે સહ્ય અને સરળ બનશે. અર્થતંત્રનું એક ચક્ર હોય, જે વાજબી અને સમાન સિદ્ધાંતો પર આધારિત હોય તેવું થઈ શકશે એવી આશા જાગે છે.
લૂઈ મબૂલો
શેરબૂ સેગિનબાએવા, કિર્ગિઝસ્તાન
ફોર લાઇફ નામની સિવણ કામની શોપના સહસ્થાપક
ચોથા સ્ટેજના કેન્સર માટેની આકરી સારવારમાંથી અને સારવારના પૂરતા પૈસા ના હોવાથી નાણાંભીડમાંથી પસાર થયા બાદ શેરબૂ હવે બીમારીમાંથી ધીમે ધીમે બેઠા થઈ રહ્યા છે.
પોતાના જેવા બીજા ચાર કેન્સર દર્દીઓ સાથે મળીને તેમણે ફોર લાઇફ એવા નામે સિવણની દુકાન ખોલી છે. રાષ્ટ્રીય પ્રતીકોનો ઉપયોગ કરી તે લોકો આકર્ષક બેગ બનાવે છે અને તેના વેચાણમાંથી પૈસા મળે તેનો ઉપયોગ કેન્સરની સારવાર માટે દાનમાં આપી દે છે.
અત્યાર સુધીમાં તે લોકોએ 33,000 ડોલર જેટલું દાન આપ્યું છે, જેના કારણે 34 જેટલી મહિલાઓને તેમની કેન્સર સારવારમાં ઘણી રાહત મળી છે.
સારવાર કેન્દ્રોથી બહુ દૂર અંતરિયાળ વિસ્તારમાં રહેનારા દર્દીઓને પણ સહાયની જરૂર છે એવું શેરબૂને સમજાયું ત્યારે તેમણે સારવાર કેન્દ્રોની નજીક નહિ નફો, નહિ નુકસાનના ધોરણે દર્દીઓ રહી શકે તે માટે આરોગ્ય ધામ બનાવવાનું શરૂ કર્યું છે.
દારિયા સેરેન્કો, રશિયા
કવયિત્રી
લેખિકા અને રાજકીય કાર્યકર્તા દારિયા સેરેન્કો ફેમિનિસ્ટ એન્ટી-વોર જૂથની એક સંકલનકર્તા છે. આ જૂથ યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમણનો વિરોધ કરી રહ્યું છે.
છેલ્લા નવ વર્ષથી રશિયામાં લિંગ આધારિત હિંસાના વિરોધમાં દારિયા લખતી આવી છે અને તેના બે પુસ્તકો પ્રગટ થયા છે, જે નારીવાદ વિશેના અને યુદ્ધ વિરોધમાં લખાયેલા નિબંધોના છે.
ક્વાયેટ પીકેટ નામે ઓળખાતા વિરોધ પ્રદર્શનની પહેલ પણ સેરેન્કાએ કરી હતી, જેમાં તે પોતે વિવિધ મુદ્દાઓ પર લખાયેલા સૂત્રો સાથેના પોસ્ટર શરીર પર લટકાવીને જાહેરમાં જાગૃતિ ફેલાવાનું કામ કરતી રહી છે.
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેના બે અઠવાડિયા પહેલાં જ સેરેન્કોની સરકારે અટકાયત કરી હતી, અને તેમના પર આતંકી સંદેશાઓ ફેલાવાનો આરોપ મૂકાયો હતો. બાદમાં તેઓ જ્યોર્જિયા જતા રહ્યા છે અને રશિયન સરકાર હવે તેમને 'ફોરેન એજન્ટ' ગણાવવાનું શરૂ કર્યું છે.
મનોરંજન અને રમતગમત
એલીસ ઉસમાન, યુકે
પટકથા લેખિકા
એલીસ ઉસમાન અવૉર્ડ વિજેતા લેખિકા, ઇલ્સ્ટ્રેટર અને સ્ક્રીન રાઇટર છે, જેમણે યુવાનો માટેની બેસ્ટ સેલર ગ્રાફિક નોવેલ હાર્ટ્સસ્ટોપર લખી છે. LGBTQ+ સમુદાયના લોકો યુવાનીમાં પ્રવેશે ત્યાર વખતની સ્થિતિની કહાનીઓને તેમણે એમી અવૉર્ડ વિજેતા ટીવી સિરિયલ માટે પટકથા તરીકે ફેરવીને રજૂ કરી છે, જે નેટફ્લિક્સ પર રજૂ થઈ છે.
આ સિરિઝના દરેક એપિસોડ એલીસે લખ્યા છે અને તેના માટે પાત્રો પસંદ કરવાથી માંડીને તેનું સંગીત તૈયાર કરવા સુધીની દરેક બાબત સાથે તેઓ જોડાયેલા રહ્યા છે.
તેમણે યુવાનો માટે બીજી પણ કેટલીક નવલકથાઓ લખી છે, જેમાં રેડિયો સાયલન્સ, લવલેસ એન્ડ સોલિટેરનો પણ સમાવેશ થાય છે, જે તેમણે માત્ર 19 વર્ષની ઉંમરે લખીહતી.
ઘણા બધા અવૉર્ડ તેમના પુસ્તકોને મળ્યા છે અથવા પુરસ્કારની યાદીમાં પસંદ થયા હોય કે શોર્ટલિસ્ટ થયા હોય તેવું બન્યું છે. તેમાં વાયએ બૂક પ્રાઈઝ, ઇન્કી અવૉર્ડઝ, કાર્નેગી મેડલ અને ગૂડરિડ ચોઈસ અવૉર્ડઝનો સમાવેશ થાય છે
હરમાનપ્રીત કૌર, ભારત
ક્રિકેટર
આ વર્ષે હરમાનપ્રીત કૌરને વિઝડન ક્રિકેટર્સ ઓફ ધ યરમાં ટોચના પાંચ ક્રિકેટરોની યાદીમાં સ્થાન મળ્યું હતું. આ યાદીમાં સ્થાન મેળવનારા તેઓ પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે.
ભાારતની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે તેમણે ઘણ આંગણે અને વિદેશમાં પણ રનોનો ઢગલા કરેલા છે. ગયા વર્ષે તેમની આગેવાનીમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની ટીમને બીજા સ્થાન સાથે સિલ્વર મેડલ મળ્યો હતો.
માર્ચ મહિનામાં મહિલા પ્રિમિયર લીગની શરૂઆત થઈ, તેમાં તેઓ મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં કેપ્ટન તરીકે જોડાયા હતા અને તેમની આગેવાનીમાં ટીમ વિજેતા જાહેર થઈ હતી.
2017માં તેમણે પોતાની કરિયરના સર્વોચ્ચ 171 રન બનાવ્યા હતા. વિમેન્સ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે તેમણે 115 બોલમાં આટલા રન કર્યા હતા અને તેના કારણે ભારતની મહિલા ટીમ ફાઇનલમાં પહોંચી શકી હતી.
એન ગ્રેલ, ફ્રાન્સ
હાસ્ય કલાકાર
ગ્રીનવોશિંગ કોમેડી ક્લબ સ્ટેન્ડ-અપ કરનારા લોકોનું મંડળ છે, જે નારીવાદ, ગરીબી, વિકલાંગતા અને LGBTQ+ અધિકારો પર કામ કરે છે.
તેની સ્થાપના સ્ટેન્ડ-અપ કોમેડિયન એન ગ્રેલે કરી હતી, જેઓ માને છે કે પંચલાઈન દ્વારા લોકોના મનમાં પરિવર્તનના બીજ વાવી શકાય છે અને લોકોની આદતોને બદલી શકાય છે.
મનોરંજનથી પ્રભાવિત સમાજમાં, જ્યાં સંક્ષિપ્ત વિભાવના અને સૂત્રો પ્રચલિત બની જાય છે, ત્યાં રમૂજ, જે ઘણીવાર અતિશયોક્તિ અને પંચલાઈનથી ઊભી કરાય છે તેનાથી અસર થાય છે એમ ગ્રેલ માને છે. આબોહવાના સંકટનો સામનો કરવા માટેના વિચારો અને ઉકેલોને પણ લોકો સુધી પહોંચડાવા આ ઉત્તમ માધ્યમ હોઈ શકે છે.
ગ્રીનવોશિંગ કોમેડી ક્લબની સફળતાથી ખૂબ ખુશી થાય છે, કેમ કે આજે બહુ બધા લોકો ક્લાઇમેટ ચેન્જની ચિંતા કરે છે તેનો ખ્યાલ તેમાંથી આવે છે. તે લોકો સાથે મળીને કામ કરવા તૈયાર થાય છે, હસવા તૈયાર છે અને લડતને ચાલુ રાખવાની લાગણી સાથે શોમાંથી પરત જાય છે!
એન ગ્રેલ
એન્તિનિસ્કા ચેન્ચી, ઈટાલી
ઘોડેસવાર કલાબાજ
ઘોડેસવાર કલાબાજ તરીકે યુવાનીમાં પ્રવેશ સાથે શરૂઆત કરનારી એન્તિનિસ્કા ચેન્ચીને કલ્પના પણ નહોતી કે 10 વર્ષમાં તે એટલી કુશળ સાબિત થશે કે અશ્વ પર સવાર થઈને જિમનાસ્ટિકના કરતબો કરનારી ટીમ સાથે તે દુનિયાભરમાં ફરતી થઈ જશે.
ઉત્તર ઈટાલીના લ ફેનિચે વિસ્તારમાં તેનું બાળપણ બહુ સારું નહોતું. તેની માતાએ તેને જન્મ આપ્યો ત્યારે કેટલીક કોમ્પ્લિકેશન્સ થયા હતા અને એવું કહેવાયું હતું કે તારી આ દિકરી પહેલો શિયાળો કાઢી શકશે નહીં.
સ્થાનિક સેન્ટર દ્વારા ઘોડેસવાર થઈને કરતબના ક્લાસ ચાલતા હતા તેમાં નાનપણમાં ચેન્ચી જોડાઈ હતી. નેશનલ એસોસિએશન ફોર ફેમિલીઝ એન્ડ પિપલ વીથ ડિસેબિલીટીઝ બાળકો માટે આ કેન્દ્ર ચલાવે છે, જે લા ફેનિચે વોલ્ટિંગ ટીમ સાથે મળીને ક્લાસ ચલાવે છે.
આજે તે હવે વર્લ્ડ ચેમ્પિયન વોલ્ટર એન્ના કેવાલેરો અને ટ્રેઇનર નેલ્સન વિડોની સાથે મળીને તાલીમ લઈ રહી છે.
એન્ડ્રેઝા ડેલાગેડો, બ્રાઝીલ
ક્યુરેટર અને સાંસ્કૃતિક મેનેજર
કોમિક બૂક કન્વેન્શનમાં ભાર લેવાને કારણે મળેલા અનુભવનો લાભ સાઓ પાઓલોના ગરીબ વિસ્તારમાં રહેલા લોકોને પણ મળી શકે તેવા હેતુ સાથે એન્ડ્રેઝા ડેલાગેડોએ પેરિફાકોન નામે કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો.
મફતમાં પ્રવેશ સાથેના આવા કાર્યક્રમ યોજીને તેમાં કોમિક લેખકોને, કલાકારો અને બ્રાઝીલના બીજા કલા સર્જકોને આમંત્રણ આપવામાં આવે છે, જેમને સામાન્ય રીતે સાંસ્કૃતિક બાબતોના ભાવક કે સર્જક તરીકે અવગણવામાં આવતા રહ્યા છે.
કોમિક બૂૂક્સ, વીડિયોગેમ્સ, સંગીતનો જલસો અને બીજા 'ગીક કલ્ચર'ના કાર્યક્રમો સાથે તેનું આયોજન થતું રહ્યું છે, જે હેઠલ 2023માં પેરિફાકોનની ત્રીજી આવૃત્તિ યોજાઈ હતી. તેમાં 15000થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
પોતાના યૂટ્યુબ અને પોડકાસ્ટર તરીકેના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એન્ડ્રેઝા બ્રાઝીલની સંસ્કૃતિનો લાભ સૌ કોઈને લોકતાંત્રિક રીતે મળે તે માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. ખાસ કરીને અશ્વેત કલાકારોના સર્જન પર તેઓ ધ્યાન કેન્દ્રીત કરતા રહ્યા છે.
દેસક માદે રીટા કુસુમા દેવી, ઇન્ડોનેશિયા
સ્પીડ ક્લાઇમ્બર
બાલીમાં શાળામાં ભણતી વખતે દેસક માદે રીટા કુસુમા દેવીને દિવાલ પર ચડવા માટેની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી હતી અને ત્યારથી તેમને સ્પીડ ક્લાઇમ્બિંગમાં રસ પડી ગયો હતો.
તેમણે યુવા વયે ક્લાઇમ્બિંગની સ્પર્ધાઓમાં ભાગ લઈને પ્રારંભિક સફળતાઓ મેળવી હતી, પણ તેમને ખરી સફળતા આ વર્ષે મળી છે. તેમને હવે ક્વિન ઑફ ઇન્ડોનેશિયા રોક ક્લાઇમ્બિંગ તરીકે ઓળખવામાં આવે છે. 2023ના વર્ષ માટેનો મહિલાઓની સ્પીડ ક્લાઇમ્બિંગની ચેમ્પિયનશીપ તેમણે જીતી લીધી છે, જેમાં તેમણે 6.49 સેકન્ડનો સમય નોંધાવી વિશ્વવિક્રમ કર્યો હતો.
તેેમની આ સફળતા સાથે તેમને પારીસ 2024 ઓલિમ્પિક્સમાં રમવા માટેની તક મળી ગઈ છે. પારીસ ઓલિમ્પિક્સમમાં પ્રથમ વાર આ રમત અલગ રીતે રજૂ થવાની છે.
ઇન્ડોનેેશિયાને અત્યાર સુધી બેડમિન્ટન, વેઇટ લિફ્ટિંગ અને આર્ચરીમાં જ મેડલ મળ્યા છે, પણ પારીસમાં ક્લાઇમ્બિંગનો સમાવેશ થવાના કારણે કુસુમા દેવી મેડલ લઈ આવશે તેવી આશા છે.
ઝેન્ડી ન્ધલોવુ, દક્ષિણ આફ્રિકા
ફ્રિડાઇવિંગના ઇન્સ્ટ્રક્ટર
ઝેન્ડી ન્ધલોવુ દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત મહિલા છે, જે ફ્રિડાઇવિંગના ઇન્સ્ટ્રક્ટર બની શક્યા છે અને તેઓ દરિયાની મજા માણવામાં કોઈ રંગભેદ કે અન્ય ભેદભાવ ના રહે તેમ ઇચ્છે છે.
તેમણે બ્લેક મર્મેઇડ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, જે સ્થાનિક સમુદાયના યુવાનોને અને લોકોને દરિયામાં જવા માટે પ્રોત્સાહિત કરે. તેમને આશા છે કે એવા પ્રયાસો દ્વારા દરિયા સાથે આ નાતો જોડાશે તેમાં રમતગમતની ભાવના આવશે, તેને મનોરંજન ઉપરાંત પ્રોફેશનલ કરિયર તરીકે પણ સ્વીકારતા થશે.
ઝેન્ડી અનોખા દરિયાખેડૂ બન્યા છે, લેખિકા પણ બન્યા છે અને ફિલ્મ સર્જક પણ. પોતાની આ કુશળતાનો ઉપયોગ કરીને તેઓ ઓશન ગાર્ડિયન્સ તરીકે નવી પેઢીને તૈયાર કરવાનું કામ કરી રહ્યા છે. તેમને આશા છે કે આ જૂથના લોકો દરિયાઈ પ્રદૂષણ અને દરિયાની વધતી સપાટીની સમસ્યાને સમજતા થશે અને તે લોકો પર્યાવરણને બચાવવા માટેના કામમાં સહભાગી બનશે.
ક્લાઇમેટની જે ક્રાઇસીસ ઊભી થઈ છે તે વિશે વિચારું છું ત્યારે નવા યુવા અવાજો ઊઠી રહ્યા છે અને સમાજમાં પરિવર્તન માટે પ્રયાસો થઈ રહ્યા છે તેનાથી મને આશા જાગે છે.
ઝેન્ડી ન્ધલોવુ
કેમિલા પીરેલી, પેરાગ્વે
ઓલિમ્પિક એથ્લિટ
કેમિલા પીરેલી હેપ્તાથ્લોનની ખેલાડી છે, પણ તેણે ટોક્યો ઓલિમ્પિક્સમાં 100 મીટર વિઘ્ન દોડમાં તેણે ભાગ લીધો તેના કારણે તેને પ્રસિદ્ધિ મળી.
ગોરાની પેન્થર એવા હુલામણા નામે જાણીતી કેમિલા એથ્લિટ છે અને અનેક રાષ્ટ્રીય એન્થેટિક્સ રેકોર્ડ ધરાવે છે. સાથે જ સ્પોર્ટ્સ કોચ અને ઇંગ્લીશના શિક્ષિકા છે.
પેેરાગ્વેના નાના ગામમાં કુદરતની નીકટ રહેલા પરિવારમાં કેમિલાનો ઉછેર થયો હતો. પોતાના વતનમાં કેમિલાએ જળવાયુ પરિવર્તનને કારણે આવેલું સંકટ અનુભવ્યું છે.
તે હવે ઇકોએથ્લિટ ચેમ્પિયન તરકે કામ કરે છે એટલે કે પોતાના રમતગમતના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને ક્લાઇમેટ સંકટ વિશે ચર્ચા કરવા માટે પ્રેરે છે. તેમને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે પગલાં લેવા પ્રોત્સાહિત કરે છે.
હું એવા ગામડે ઉછરી છું, જ્યાં રોજ અમને જંગલી જનાવરો જોવા મળી જતા. જળવાયુ પરિવર્તનને કારણે આ પ્રાણીઓ મુશ્કેલીમાં મૂકાયા છે એ મેં જોયું અને મને લાગ્યું કે મારે તેમની વહારે જવું જોઈએ.
કેમિલા પીરેલી
પેરામિન્ડા, જર્મની
ડીજે અને સંગીતકાર
ઈરાનમાં ગયા વર્ષે વિરોધ ફાટી નીકળ્યો તેના ઘણા સમય પહેલાંથી ડીજે પેરામિન્ડા ઈરાનિયન નારીઓ પર મૂકવામાં આવતા સાંસ્કૃતિક મર્યાદાઓનો વિરોધ કરીને તેમને પડકારી રહ્યા હતા.
હવે બર્લિનમાં સ્થાયી થયેલા પેરામિન્ડાને સંગીત, નૃત્ય અને સંસ્કૃતિમાં પોતાની રુચિને ફરીથી જાગૃત કરવાની તક મળી છે, જે ફ્રેન્કફર્ટ અને તહેરાન વચ્ચે કિશોરાવસ્થામાં આવનજાવન વખતે તેમણે કેળવી હતી.
નૃત્ય અને સંગીતના લાંબા ઈતિહાસથી પ્રેરણા પામીને તેમણે લવ દલ ધ રોક્સ નામે પોતાનું આલ્બમ તૈયાર કર્યું હતું, જેમાં યુફોરિક (ઉન્માદ જગાવનારું) અને આઉટસાઇડર પ્રકારનું નૃત્ય અને સંગીતનું કલ્ચર પ્રમોટ થાય છે.
બર્લિનમાં આવેલા બર્ગેન પેનારમા બારમાં તેઓ કામ કરે છે અને ડીજે તરીકે દુનિયાભરમાં તેમની નામના થઈ છે. તેઓ એક સારા સંગીતકાર પણ છે. પુરુષોનું આધિપત્ય ધરાવતી મ્યુઝિક અને નાઇટલાઇફ ઇન્ડસ્ટ્રીમાં તેઓ લિંગભેદને નાબુદ કરવા માટે તેઓ સક્રિય રહે છે.
અમેરિકા ફરારા, અમેેરિકા
અભિનેત્રી
મનોરંજનની દુનિયાનું જાણીતું નામ એટલે એવોર્ડ વિજેતા અમેરિકા ફરારા, જે અભિનેત્રી, ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. બાર્રી, રિયલ વિમેન હેવ કર્વ્ઝ જેવી રેકોર્ડબ્રેકિંગ ફિલ્મોમાં તેમણે ભૂમિકા કરી છે અને સાથે જ હિટ સિરિઝ અગ્લી બેટ્ટીમાં પણ કામ કર્યું છે.
અગ્લી બેટ્ટીમાં મુખ્ય અભિનેત્રી તરીકેની તેની ભૂમિકાને કારણે જ ફરારાને સૌથી યુવા વયે એમી અવોર્ડ મળ્યો હતો. આ અવોર્ડ મેળવનારી તે પ્રથમ લેટીના પણ બની. લાંબા સમયથી એક્ટિવિસ્ટ તરીકે સક્રિય ફરારા મહિલા અધિકારો માટે વક્તા તરીકે પણ જાણીતી બની છે અને તે માને છે કે મનોરંજનના પરદા પર સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ હજીય વધવું જોઈએ.
હોન્ડુરાસથી અમેરિકા આવેલા ઇમિગ્રન્ટ પરિવારની પુત્રી તરીકે તે અમેરિકામાં વસેલા લેટીન લોકોની સ્થિતિ સુધારવા માટે ઝુંબેશ ચલાવે છે અને તેના માટે પોડેરિસ્તાસ નામની એનજીઓ પણ સ્થાપી છે.
ઐતાના બોન્માતી, સ્પેન
ફૂટબોલર
કેટેલોનિયામાં જન્મેલી મિડફિલ્ડર ઐતાના બોન્માતી બાર્સેલોના ક્લબમાં રમે છે અને આ વર્ષે તે ક્લબ સાથે તે સ્પેનિશ લીગ અને ચેમ્પિયન્સ લીગ બંનેમાં વિજેતા બની છે.
જોકે તેને સુપરસ્ટાર તરીકેની ઓળખ વર્લ્ડ કપ વખતે મળી હતીઃ સ્પેન વર્લ્ડ કપ જીત્યું તેમાં કેન્દ્રસ્થ ભૂમિકા ઐતાનાની હતી. તેણે ત્રણ ગોલ કર્યા હતા અને તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો. 25 વર્ષની ઐતાનાને બેલોન દ'ઓર પ્રતિષ્ઠિત સન્માન મળેલું છે અને તેને યુએફા પ્લેયર ઓફ ધ યર તરીકે પણ ખિતાબ મળ્યો હતો.
મેદાનમાં બિન્ધાસ્ત રમતી ઐતાના મેદાન બહાર પણ સ્પષ્ટ બોલતી રહે છે અને ફૂટબોલમાં મહિલાઓને સમાન સ્થાન મળે તે માટે અવાજ ઉઠાવતી રહે છે.
સ્પેને વર્લ્ડ કપ તો મળ્યો, પણ તે ખુશી વિખેરાઈ ગઈ કેમ કે સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનના પ્રેસિડન્ટ લૂઈ રુબિયાલીસે જેન્ની હર્મોસો નામની ખેલાડીને જાહેરમાં કિસ કરી તેનો વિવાદ થયો હતો. યુએફાનો અવોર્ડ તેને એનાયત થયો ત્યારે તેના સ્વીકાર સાથે ભાષણ આપવાનું થયું ત્યારે આ જ મુદ્દો ઉઠાવીને તેણે પોતાની સાથી ખેલાડીને સમર્થન આપ્યું હતું અને આવા પડકારો અનુભવતી બીજી સ્ત્રી ખેલાડીઓ માટે પણ અવાજ ઉઠાવ્યો હતો.
જસ્ટિના માઇલ્સ, અમેરિકા
સાઇન લેંગ્વેજના કલાકાર
દુનિયામાં સૌથી વધુ જોવાતી રમત ટુર્નામેન્ટ સુપર બોલ છેલ્લે ફેબ્રુઆરીમાં યોજાઈ ત્યારે તેમાં જસ્ટિના માઇલ્સે એક નવો ઈતિહાસ રચી દીધો.
પોતે બહેરાશ ધરાવે છે અને વાચા પણ ધરાવતા નથી, પરંતુ સાઇન લેંગ્વેજ દ્વારા અભિવ્યક્તિ કરે છે. તેમણે રિહાન્નાના લોકપ્રિય ગીતોને પોતાના હાવભાવથી એટલી ઉત્તમ રીતે સાઇન લેગ્ન્વેજ સાથે રજૂ કર્યા કે લોકો જોતા જ રહી ગયા.
આ રીતે તેઓ સુપર બોલના પ્રતિષ્ઠિત ગણાતા હાફ ટાઇવ વખતના સમયમાં પરફોરમન્સ આપીને એવા બહેરા-મૂંગા કલાકાર બન્યા, જેમણે પ્રથમ વાર અહીં આ રીતે ગીતો રજૂ કર્યા હોય. તેમણે અગાઉ અમેરિકન સાઇન લેન્ગ્વેજનો ઉપયોગ કરીને બ્લેક નેશનલ એન્થમ તરીકે ઓળખાતા ગીતને (લિફ્ટ એવરી વોઇસ એન્ડ સિંગ) પણ રજૂ કર્યું હતું, જે પણ પ્રથમ વાર કોઈ બહેરીમૂંગી વ્યક્તિએ રજૂ કરેલું ગીત બન્યું હતું.
માઇલ્સ ઈચ્છે છે કે દુનિયામાં મૂંગા લોકોનું વધારે સારી રીતે પ્રતિનિધિત્વ થાય અને તેઓ પોતાની એક તાલીમ શાળા ખોલવા માગે છે, જ્યાં વાણી ના ધરાવતી વધારે નર્સીઝને તાલીમ આપી શકાય.
દિયા મિર્ઝા, ભારત
અભિનેત્રી
ભારતીય ફિલ્મોમાં કામ કરવા બદલે દિયા મિર્ઝાને ખિતાબ મળેલા છે અને એટલું જ નહીં, પણ તે ઘણા બધા પર્યાવરણ અને માનવીય સહાય અંગેના પ્રોજેક્ટ સાથે પણ જોડાતી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના એન્વાયરન્મેન્ટ પ્રોગ્રામના ગુડવીલ એમ્બેસેડર તરીકે ક્લાઈમેટ ચેન્જ, સ્વચ્છ હવા, અને પ્રકૃતિની સુરક્ષા માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.
તેમણે વન ઇન્ડિયા સ્ટોરીઝ નામનું પ્રોડક્શન હાઉસ સ્થાપ્યું છે, જેના દ્વારા અસરદાર કથાઓને પરદા પર ઉતારવાનું કામ થાય છે અને તેમના પોતાના શબ્દોમાં કહીએ તો એવી કથાઓ જે 'તમને વિચારતા કરી મૂકી શકે છે'.
સેવ ધ ચાઇલ્ડ, ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેરના એમ્બેસેડર તરીકે પણ તેઓ કામ કરે છે અને સેન્ક્ચૂરી નેચર ફાઉન્ડેશના પણ તેઓ બોર્ડ મેમ્બર છે.
ડીયોન લી, દક્ષિણ કોરિયા
Kpop4Planet પ્લેનેટના સ્થાપક
Kpop4Planet પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ડીયોન કે-પોપના જગતભરમાં ફેલાયેલા ચાહકોને સંગઠિત કરી રહી છે, કે જેથી તેઓ ક્લાઇમેટના સંકટનો સામનો કરવા તૈયાર થાય.
2021થી આ માટેની ઝુંબેશ શરૂ થઈ છે, જેમાં દક્ષિણ કોરિયાના સૌથી પ્રભાવશાળી ગણાતા મનોરંજન કલાકારો અને સ્ટ્રિમિંગ સર્વિસના પ્રભાવશાળી લોકોને વિનંતી કરવામાં આવે છે કે તમે ક્લાઇમેટ બચાવ માટે સક્રિય થાવ અને પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉપયોગ તરફ વળો.
સંગીત માટેના આલ્બમ ફિઝિકલ રીતે તૈયાર કરવામાં આવે તેમાં સંસાધનોનો જે બગાડ થાય છે તે બાબતમાં જાગૃતિ ફેલાવીને કે-પોપના લોકપ્રિય કલાકારોને પ્રેરવામાં આવ્યા છે કે તેઓ પોતાના આલ્બમ ડિજિટલ સ્વરૂપમાં રજૂ કરે.
ડીયોન લી હવે સંગીત જગતથી આગળ વધીને લક્ઝરી ફેશન બ્રાન્ડ્ઝ કંપનીઓ પાસે ક્લાઇમેટની પરવા કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવા પર ધ્યાન આપવા લાગ્યા છે. આ કંપનીઓ કોરિયાના લોકપ્રિય ગાયકોને પોતાની જાહેરખબરોમાં લેતી રહેતી હોય છે.
સામાજિક ન્યાયની વાત આવે ત્યારે અમે પરિવર્તન આવે નહીં ત્યાં સુધી પીછેહઠ કરતા નથી. અમે વારંવાર એ વાત સાબિત કરી શક્યા છીએ અને કરતાં રહીશું અને તે રીતે ક્લાઇમેટ ક્રાઇસીસ સામે લડતા રહીશું.
ડીયોન લી
ખીને નીન વાઈ, મ્યાંમાર
અભિનેત્રી
લગભગ 25 વર્ષ પહેલાં ખીને અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું અને તે પછી સાન યે નામની ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે તેને લોકપ્રિયતા મળી હતી. બર્મીઝ સીનેમાની તે સૌથી સફળ અભિનેત્રીઓમાં સ્થાન પામી છે.
જોકે આજે હવે તેમને સેવાભાવી પ્રવૃત્તિઓ માટે ઓળખવામાં આવે છે. 2014માં તેમણે ખીન નીન વાઈ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી, જે વિવિધ સેવાભાવી પ્રવૃત્તિઓ કરે છે. અનાથ અને ત્યજી દેવાયેલા બાળકોની સંભાળ લેવા સહિતના કાર્યો તેઓ કરે છે.
તેઓ આજે 100 જેટલા બાળકોની જવાબદારી લઈને બેઠા છે, જેમના માતાપિતા આ સંતાનોની સંભાળ લઈ શકે તેમ નથી.
ખીનેે બાળકોની હેરાફેરીને રોકવા માટેની ઝુંબેશના એમ્બેસેડર તરીકે પણ કામ કરે છે.
બિયાન્કા વિલિયમ્સ, યુકે
એથ્લિટ
યુુરોપ અને કોમનવેલ્થમાં 4x100 રીલે મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતનારી બિયાન્કા વિલિયમ્સ 2023માં યુરોપિયન ટીમ ચેમ્પિયનશીપમાં ગ્રેટ બ્રિટન અને નોર્ધન આઇલેન્ડની ટીમની કેપ્ટન તરીકે હતી.
યુકેે એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં જુલાઈ મહિનામાં તેણે 200 મીટરની દોડમાં બીજું સ્થાન મેળવ્યું હતું અને તે રીતે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ રમવા માટે બૂડાપેસ્ટ જનારી બ્રિટનની ટીમમાં તેને સ્થાન મળ્યું છે.
બિયાન્કા વિલિયમ્સ અને તેની સાથી એથ્લિટ રિકાર્ડો દોસ સાન્ટોસને જુલાઈ 2020માં લંડનમાં પોલીસે રોક્યા હતા અને તેમની તલાશી લીધી હતી.
આની સામે સત્તાવાર રીતે બંનેએ ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે પોલીસે રંગભેદની રીતે તેમની ઓળખ કરી હતી. તપાસ કરનારા બે પોલીસ અધિકારીો સામે ફરજમાં અયોગ્ય વર્તનનો ગુનો સાબિત થયો હતો અને તેમને નોકરીમાંથી કાઢી મૂકાયા હતા.
અઝિઝા સબેટી, લેબેનોન
દોડવીર
લેેબેનોનમાં સૌથી ઝડપી 100મીટર દોડ પૂરી કરીને એક નવો રેકોર્ડ કર્યો ત્યારથી અઝિઝા ઇતિહાસની સૌથી તેજ લેબેની નારી તરીકે જાણીતી થઈ છે. એ જ રીતે ફરી એક વાર તે સમાચારોમાં ચમકી, કેમ કે લેબેનોનની પ્રથમ અશ્વેત સ્ત્રી તરીકે તેણે વેસ્ટ એશિયન અને અરબ ચેમ્પિયનશીપમાં આ વર્ષે જ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
તેની માતા લાયબેરીયાની છે, જ્યારે પિતા લેબેનોનનો છે. તે 11 વર્ષની હતી ત્યારે લેબેનોન તેમનો પરિવાર આવ્યો હતો, જ્યાં તેને રંગભેદનો અને ત્વચાના રંગને કારણે વર્ગભેદનો સામનો કરવો પડ્યો હતો.
પોતાની ઓળખને પામવા માટે એથ્લેટિક્સ તેનો સહારો બન્યું અને તેના કારણે તે જાગૃતિ માટેના પ્રયાસો માટે પ્રતિબદ્ધ થઈ.
પોતાને દોડવીર તરીકે ઓળખ મળી છે તેનો ઉપયોગ કરીને તે સિસ્ટમમાં રંગભેદ છે તેની સામે અવાજ ઊઠાવે છે અને સમાનતા તથા સમાવેશક નીતિઓ માટે ઝુંબેશ ચલાવે છે. લેબેનોનના યુવાનોને પ્રેરણા મળે તે માટે શાળાઓ અને યુનિવર્સિટીઓ સાથે મળીને તેઓ પ્રયાસ કરે છે.
જ્યોર્જિયા હેરિસન, યુકે
ટીવી શો એન્કર
જ્યોર્જિયા હેરિસન ઇમેજ-આધારિત (અમુક માન્યતાઓને કારણે) જાતીય સતામણીનો શિકાર બન્યા પછી તે પછી તેમણે પોતાના અનુભવને આગળ કરીને સ્ત્રીઓ વિરુદ્ધની હિંસાનો સામનો કરવામાં મદદ કરવા અને યુકેમાં સ્ત્રીને સંમતિને કેવી રીતે સંમતિ સમજવી તે બાબતમાં અભિગમ બદલવા માટે ઝુંબેશ ઉપાડી હતી.
લવ આઇલેન્ડ અને ધ ઓન્લી વે ઇઝ એસેક્સ જેવા શોમાં કામ કરીને તેઓ જાણીતા બન્યા. તેમણે ઓનલાઇન સલામતી માટેના કાયદા કડક કરવામાં આવે તે માટે યુકેમાં ઝુંબેશ ચલાવી. કોઈની સાથેની અંગત પળોની તસવીરો કે ક્લિપનો ઓનલાઇન ઉપયોગ કરવાની વાતને, જેને રિવેન્જ પોર્ન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ગુનો ગણવા માટે તેમણે ઝુંબેશ ઉપાડી હતી. આવા ગુના સામે સરળતાથી મુકદ્દમા ચાલે તે માટેના કાયદાની તેમણે માગણી ઉઠાવી હતી.
હેરિસન હવે એવી પણ માગણી ઉઠાવી રહ્યા છે કે કોઈની સહમતી વિના તસવીરો કે ફૂટેજ શેર કરવામાં આવે ત્યારે તે જ્યાં શેર થયા હોય તે ઓનલાઈન પ્લેટફોર્મ સામે પણ કડક પગલાં લેવાની જોગવાઈ થાય.
રાજકારણ અને જાહેરજીવન
શમ્સા અરાવીલો, સોમાલિયા / યુકે
એફજીએમ માટે કેમ્પેઇન ચલાવનાર
મહિલાઓના ખતના (ફિમેલ જેનિટલ મ્યુટિલેશન-એફજીએમ)ની પ્રથા બંધ કરી દેવામાં આવે તે માટે તેઓ ઝુંબેશ ચલાવી રહ્યા છે. શમ્સા પોતાના અસરકારક ઓનલાઇન વીડિયો મૂકીને આ બાબતમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે.
સોમાલિિયામાં જન્મેલા શમ્સા હાલમાં યુકેમાં રહે છે અને તેમને પોતાને છ વર્ષની ઉંમરે જ ખતનામાંથી પસાર થવું પડ્યું હતું. કોઈ બીમારી ના હોય તો પણ આવી રીતે સ્ત્રીના ગુપ્તાગના ભાગને કાઢી નાખવાની પ્રથા કેટલાક દેશોમાં છે.
ટિકટોક પર તેના વીડિયોને 7 કરોડથી વધારે વ્યૂઝ મળ્યા છે અને એ રીતે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે કે આ મુદ્દા પર સૌને પૂરતી જાણકારી મળવી જોઈએ.
હાલમાં તેઓ વિદેશમાં ફસાઈ ગયેલા બ્રિટિશ નાગરિકોને કે જેમને ઓનરના નામે હિંસાનો સામનો કરવો પડે તેમ હોય તેમને બચાવવાનું કામ કરી રહ્યા છે. તેઓ લંડન મેટ્રોપોલિટન પોલીસને પણ એફજીએમની બાબતમાં સલાહ આપવાનું કામ કરે છે અને તેઓ હવે ગાર્ડન ઓફ પીસ નામની સેવાભાવી સંસ્થા શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
મરિયમ અલ-ખ્વાજા, બેહરીન/ ડેન્માર્ક
માનવ અધિકારના લડવૈયા
મૂળ બેહરીનની અને ડેન્માર્કમાં રહેતી મરિયમ માનવ અધિકાર માટે લડત ચલાવે છે અને બેહરીનમાં અને તથા અખાતના દેશોમાં રાજકીય સુધારા માટે અવાજ ઉઠાવનાર અગ્રણી બની છે.
તેમનું કામ માનવ અધિકારોનો ભંગ થતો હોય ત્યાં દુનિયાનું ધ્યાન દોરવાનું છે, ખાસ કરીને તેઓ માગણી કરી રહ્યા છે કે તેમના પિતા અબ્દુલહાદી અલ-ખ્વાજાને છોડી મૂકવામાં આવે. તેઓ #FreeAlKhawaja એવા હેશટેગ સાથે ઓનલાઇન ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમના પિતા અગ્રણી ચળવળકાર હતા અને તેમને બેહરીનમાં લોકશાહી માટેની માગણી કરનારા 2011ના દેખાવોમાં ભાગ લેવા બદલ આજીવન કેદની સજા થઈ છે.
મરિયમ અલ-ખ્વાજા સિવિકસ અને ઇન્ટરનેશનલ સર્વિસ ફોર હ્મુમન રાઇટ્સ સહિતની ઘણી સંસ્થાઓમાં બોર્ડમાં કામ કર્યું છે. સાથે જ તેઓ ફ્રિડા નામની નારીવાદી સંસ્થા સાથે તથા ફિઝિશિયન્સ ફોર હ્મુમન રાઇટ્સ સાથે પણ સંકળાયેલા છે.
મિશેલ ઓબામા, અમેરિકા
એટર્ની, લેખક અને કેમ્પેઇનર
અમેરિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા ગર્લ્સ ઓપોર્ચ્યૂનિટી અલાયન્સના સ્થાપક છે. આ સંસ્થા વિશ્વભરમાં કન્યાઓને તેમને મળવાલાયક શિક્ષણ મળી શકે તે માટે ગ્રાસ રૂટ પર કામ કરતી સેવાભાવી સંસ્થાઓને સહાયરૂપ થવાનું કામ છે.
અમેરિકાાના ફર્સ્ટ લેડી તરીકે હતા ત્યારે જ મિશેલ ઓબામાએ લેટ ગર્લ્સ લર્ન એવા નામ સાથે એક પહેલ કરી હતી અને તે કાર્યને જ આ અલાયન્સથી આગળ વધાર્યું છે. તે પહેલનો હેતુ વિશ્વભરની કિશોરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સમગ્ર રીતે સરકારી તંત્ર કામ કરે તે માટેનો હતો.
ફર્સ્ટ લેડી તરીકે તેમણે અન્ય ત્રણ મહત્ત્વના કાર્યક્રમોની પણ પહેલ કરી હતીઃ લેટ્સ મૂવ, જેનો હેતુ પરિવાર તંદુરસ્ત સંતાનોનો ઉછેર કરી શકે તેનો હતો; જોઈનિંગ ફોર્સીઝ કાર્યક્રમનો હેતુ અમેરિકાની સેનાના જવાનો અને તેમના પરિવારને સહાયરૂપ થવાનો હતો; અને ત્રીજી પહેલ હતી રિચ હાઇયર, જેના પર તેઓ આજે પણ કામ કરે છે. આ કાર્યક્રમ હેઠળ યુવાનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે.
રુખસાના કપાલી, નેપાળ
આવાસ માટે ઝુંબેશ ચલાવનાર
નેેવા નામની નેપાળી જાતિના રુખસાના કિન્નર સમુદાયના માનવ અધિકારો માટે પણ ચળવળ ચલાવે છે, કેમ કે કિશારાવસ્થામાં તે પોતાની ઓળખ વિશે મૂંઝવણમાં જ રહી હતી. તેના વિશે ભાગ્યે જ કોઈ માહિતી મળતી હતી.
બાદમાં રુખસાનાએ જાતે આ સમગ્ર બાબત વિશે જાણવા માટેની કોશિશ કરી અને કઈ રીતે લિંગ અને જાતીયતાની બાબતમાં વિવિધતા હોય છે તે જાણ્યું હતું. તેણે કિશારી તરીકે જ પોતાની ઓળખ જાહેર કરી અને આ સમુદાયના લોકોના અધિકારો વિશે તે ખુલીને સોશ્યલ મીડિયામાં લખતી રહે છે.
હાલમાં તે વકાલતના ત્રીજા વર્ષનું ભણી રહી છે અને નેપાળના LGBTQ+ લોકો માટે કાનૂની રીતે બંધારણીય રીતે હકો મળે તે માટે ચળવળ ચલાવે છે.
નેવા સમુદાયમાં પણ એવી જ્ઞાતિમાંથી રુખસાના આવે છે, જે સદીઓથી પીડિત રહી છે. જુગી નામની તેમની જ્ઞાતિ સામે અન્યાય થતો હોય છે અને તેમના પરંપરાગત નિવાસસ્થાનોમાંથી તેમને હટાવવાનું કામ થાય છે તેની સામે પણ તેણે અવાજ ઉઠાવ્યો છે.
નતાશા કેન્ડિક, સર્બિયા
વકીલ અને માનવ અધિકાર કાર્યકર્તા
1990ના દાયકામાં ભૂતપૂર્વ યુગોસ્લાવિયામાં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી નતાશા કેન્ડિકે બળાત્કાર, અત્યાચાર, હત્યા અને લોકોને નસાડી મૂકવાના બનાવોનું ડોક્યુમેન્ટેશન કરવાનું શરૂ કર્યું હતું.
બેલગ્રેડમાં વોર ક્રાઇમ કોર્ટમાં તેમણે જુદા જુદા વંશીય જૂથના ભોગ બનેલા પરિવારો વતી વકાલત કરી હતી અને તેઓ એ જૂથમાં પણ જોડાયા હતા, જેમના દ્વારા સર્બિયાના તાનાશાહ સ્વોબોદન મિલોસેવિક દ્વારા કોસોવો માટે જે નીતિઓ અપનાવામાં આવી હતી તેની તપાસ કરવામાં આવી હતી.
યુદ્ધ વખતે થયેલા ગુનાઓની નિષ્પક્ષ તપાસ કરવાનું કામ કરવા માટે પ્રસંશા પામેલી સંસ્થા હ્મુમેનિટેરિયન લૉ સેન્ટરની સ્થાપના નતાશા કેન્ડિકે કરી હતી.
તેમણે રેકોમ નામની રિકન્સિલિએશન નેટવર્કની સ્થાપનામાં પણ સહાયક ભૂમિકા ભજવી છે. આ નેટવર્ક દ્વારા 1,30,000 લોકોનો ભોગ લેનારા બાલ્કન યુદ્ધની વાસ્તવિકતા શું હતી તેની હકીકતો એકઠી કરવાનું કામ કરાયું છે.
એલિસિયા કેહૂયા, ઇક્વેડોર
મૂળ નિવાસી લોકોના અધિકાર માટે લડનારા
ઇક્વેડોરના એમેઝોન વરસાદી ગાઢ જંગલોને બચાવવા માટેની લડતના અગ્રણી એલિસિયાને આ વર્ષે એક મોટી સફળતા પણ મળી છે.
ઓગસ્ટમાં ઐતિહાસિક જનમત લેવાયો, જેમાં ઇક્વેડોરના લોકોએ બહુમતીથી યાસૂની નેશનલ પાર્કમાં તેલના કૂવા ખોદવાની વિરુદ્ધમાં અભિપ્રાય આપ્યો. આ જનમત પછી સરકારી ઓઈલ કંપનીએ આ પૃથ્વી પરના સૌથી વધુ જૈવિક વૈવિધ્ય ધરાવતા આ વનવિસ્તારમાં કૂવા ખોદવાનું કામ અટકાવી દેવું પડશે. આ જંગલની અંદર હજીય એવા આદિવાસીઓ રહે છે, જેમનો બાકીની દુનિયા સાથે સંપર્ક સધાયો નથી.
યાસૂની જંગલમાં જ એલિસિયાનો જન્મ થયો હતો અને તેમનું કૂળ વેઓરાની છે, જેમના નેતા તરીકે તેઓ છેલ્લા એક દાયકાથી જનમત માટે માગણી કરી રહ્યા હતા.
હાલમાં તેઓ ઇક્વેડોરના મૂળ નિવાસી લોકોના સંગઠનોનું કોન્ફેડેરેશન બનેલું છે, તેના વડા તરીકે કામ કરે છે.
જળવાયુ સંકટથી અમારા લોકો માટે મુશ્કેલી વધી છે, પૂર વધી ગયા છે જે અમારા પાકને નષ્ટ કરી દે છે. સૂર્ય માથે બહુ તપવા લાગે અને દુકાળ પડે ત્યારે પણ અમારા ઊભા મોલ સૂકાઈ જાય છે અને અમે દુખી દુખી થઈ જઈએ છીએ, કેમ કે ખેતી પાછળ કરેલી બધી મહેનત પાણીમાં જાય છે.
એલિસિયા કેહૂયા
સોફિયા કોસાચેવા, રશિયા
ફાયર ફાઇટર
ઓપેરામાં ગીત ગાવાનું કામ કરનારા સોફિયા કોસાચેવાની મુલાકાત 20210માં ફાયર ફાઇટર્સ સાથે થઈ અને તેમને જીવનનું બીજું એક લક્ષ્ય પણ મળ્યું.
સોફિયા પણ ફાયર ફાઇટર્સ તરીકે જોડાયા અને સાથે જ એક સામુદિયાક મંડળ તૈયાર કર્યું, જેથી જંગલમાં દવ લાગે ત્યારે તેનો સામનો કરવા માટેની તાલીમ તેમને આપી શકાય. તેમના આ પ્રયાસોથી રશિયામાં 25થી વધારે સ્વંયસેવક દળ તૈયાર થયા છે.
તેમના પ્રયાસોને કારણે રશિયાના જંગલોમાં અનેક દવ ઠારવામાં તેમની ભૂમિકા રહી છે અને તેમણે ગ્રીનપીસ સંસ્થા સાથે પણ કામ કર્યું છે. જોકે બાદમાં રશિયામાં તે સંસ્થાની શાખા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો - એમ જણાવીને કે આ સંસ્થા અનિચ્છનીય છે.
જંગલમાં લાગતા દવને બૂઝાવવાનું કામ કરતા સ્વંયસેવકો માટે સોફિયાએ એક વેબસાઇટ પણ તૈયાર કરી છે. આ વેબસાઇટ રશિયામાં દવ લાગવાના અને તેની સામે તેને ઠારવા માટેની સમગ્ર માહિતીનો સૌથી મોટો ખજાનો છે એ રીતે જાણીતી થઈ છે.
ક્લાઇમેટ સંકટ ભલે તેટલું વ્યાપક હોય, દરેક મોટી સફળતાની શરૂઆત નાના પાયે જ થતી હોય છે. આપણને લાગે કે વૈશ્વિક સમસ્યા રોકવા માટે આપણે બહુ નાના છીએ, પણ આપણે આપણી આસપાસ જે પણ પરિવર્તન લાવી શકીએ તે લાવીને શરૂઆત કરવી જ રહી.
સોફિયા કોસાચેવા
અમાલ ક્લૂની,
માનવ અધિકાર માટે લડતા વકીલ
અમાલ ક્લૂની અવૉર્ડ વિજેતા માનવ અધિકાર માટે લડનારા વકીલ છે, જેમણે છેલ્લા બે દાયકા દરમિયાન અન્યાયનો ભોગ બનેલા લોકોનો બચાવ કરવાનું કામ કર્યું છે.
તેમના સુપ્રસિદ્ધ કેસોમાં આર્મેનિયા અને મ્યાંમારમાં થયેલા નરસંહાર, મલાવી અને કેન્યામાં સ્ત્રીઓ વિરુદ્ધની જાતીય હિંસા અને યુક્રેનમાં માનવતા વિરુદ્ધના કૃત્યો સામેના કેસોનો સમાવેશ થાય છે.
હાલના સમયમાં તેમને આઈએસના લડાકુઓ અને દાર્ફુર વોરલોર્ડ્સના અત્યાચારનો ભોગ બનેલા લોકોને બચાવવામાં સફળતા મળી છે. તેમણે પત્રકારો તથા તાનાશાહી સરકારો દ્વારા જેલમાં પુરી દેવાયા બીજા રાજકીય કેદીઓને છોડાવવામાં પણ સહાયક ભૂમિકા ભજવી છે.
તેઓ કોલંબિયા લૉ સ્કૂલમાં એજન્ક્ટ પ્રોફેસર તરીકે કામ કરે છે અને તેઓ ક્લૂની ફાઉન્ડેશન ફોર જસ્ટિસના સહસ્થાપક છે. આ સંસ્થા 40થી વધુ દેશોમાં માનવ અધિકારના ભંગનો ભોગ બનેલા લોકોને મફતમાં કાનૂની સહાયતા પૂરી પાડવાનું કામ કરે છે.
બેલા ગેલ્હોસ, ઇસ્ટ તિમોર
રાજકીય કાર્યકર્તા
2002માં ઇન્ડોનેશિયાથી દેશને આઝાદી મળી તે પહેલાં અને પછી બંને સમયગાળામાં પરિવર્તન લાવવા માટે બેલા ગેલ્હોસે ભૂમિકા ભજવી છે. તિમોર-લેસ્તે તરીકે પણ ઓળખાતા તેમના દેશ પૂર્વ તિમોરમાં તેઓ એક નિર્ભિક કાર્યકર્તા તરીકે જાણીતા થયા છે.
લડત દરમિયાન તેમણે દેશનિકાલ પણ ભોગવ્યો છે અને તે વર્ષો દરમિયાન તેઓ વિશ્વભરમાં ફરતા રહ્યા અને પોતાના લોકોને સ્વતંત્રતાનો અધિકાર છે તેનો પ્રચાર કરતા રહ્યા હતા. પૂર્વ તિમોરને આઝાદી મળી તે પછી તેઓ વતન પરત ફર્યા દેશને ફરીથી બેઠો કરવાના કામે લાગી ગયા. દાયકાઓ સુધી સંઘર્ષના કારણે અડધાથી વધારે વસતિ અત્યંત ગરીબીની સ્થિતિમાં હતી.
2015માં તેમણે લ્યુબ્લોરા ગ્રીન સ્કૂલ ખોલી હતી, જે પર્યાવરણને અનૂકુળ વિકાસને પ્રોત્સાહન આપે છે અને બાળકોને પરિવર્તનના એજન્ટ બનવાની પ્રેરણા આપે છે.
ગેલ્હોસ હાલમાં પૂર્વ તિમોરના પ્રમુખના સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને LGBTQ+ સમુદાય માટે પણ અવાજ ઉઠાવી રહ્યા છે.
સોનિયા ગોજાજારા, બ્રાઝીલ
સરકારમાં પ્રધાન
બ્રાઝીલના મૂળ નિવાસીઓના અધિકારો માટેની લડતના અગ્રણી એવા સોનિયા ગોજાજારા 2023માં તેમના દેશમાં પ્રથમ વાર નેટિવ લોકો માટેના પ્રધાન બન્યા. નવા પ્રમુખ લુલા દ સિલ્વાએ તેમની નિમણૂક કરી તેને ઐતિહાસિક ગણાવાઈ રહી છે.
તેઓ પ્રધાન તરીકે પર્યાવરણને નુકસાન કરનારા ગુના સામે લડત આપવા માટેના કાર્યને અગ્રતાક્રમ આપી રહ્યા છે.
એમેઝોનના એરારીબોઈયા આદિવાસી પરિવારમાં સોનિયાનો જન્મ થયો હતો, જેમના માતાપિતા નિરક્ષર હતા. જળવાયુ પરિવર્તનને કારણે કઈ રીતે પર્યાવરણનો ખો નીકળી રહ્યો છે તેનો જાત અનુભવ તેમને પોતાના વતનમાં જ થયો હતો.
તેેમણે પોતાનું ગામ છોડીને સાહિત્યનો અભ્યાસ કર્યો, નર્સ તરીકે અને શિક્ષિકા તરીકે કામ કર્યું અને બાદમાં ચળવળકાર તરીકે સક્રિય થયા. 2022માં પ્રથમ વાર સાઓ પાવલો રાજ્યમાંથી તેઓ સાંસદ બન્યા. પ્રથમ વાર કોઈ મૂળ નિવાસી નારી આ રીતે સંસદ સુધી પહોંચી શકી હતી.
ક્લાઇમેટ જસ્ટિસને કઈ રીતે આગળ વધારી શકાય અને પર્યાવરણની બાબતમાં જે રંગભેદ ચાલે છે તેને નિવારવા શું કરવું તેના વિશે આપણે વિચારવાની જરૂરી છે. કેમ કે જે લોકો પર્યાવરણની રક્ષા કરવા માટે સૌથી સક્ષમ છે, તે લોકો જ સૌ પ્રથમ કુદરતી સંસાધનોના વિનાશનો ભોગ બને છે. અમે મૂળ નિવાસી લોકો જ જૈવિક વૈવિધ્ય અને વન્યસૃષ્ટિના રખેવાળ છીએ.
સોનિયા ગોજાજારા
રીના ગોનોઇ, જાપાન
ભૂતપૂર્વ મિલિટરી ઓફિસર
2011માં ખતરનાક ભૂકંપ અને સૂનામી આવ્યા ત્યારે 11 વર્ષની રીનાને જાપાની સેનાની મહિલા સૈનિકોએ બચાવી હતી અને તેનાથી પ્રભાવિત થઈને રીનાએ પણ જાપાનની સેનામાં કામ કરવાનું સપનું જોયું હતું.
સેનામાં જોડાઈની રીના અફસરબન્યા હતા, પરંતુ બચપણમાં જોયેલું સેનામાં સેવા આપવાનું સપનું તૂટવા લાગ્યું, કેમ કે તેમને રોજેરોજ જાતીય સતામણીનો અનુભવ થવા લાગ્યો.
2022માં તેમણે સેના છોડી દીધી અને બાદમાં આવી હેરાનગતિમાં જવાબદારી નક્કી કરવા માટે તેમણે એક ઝુંબેશ ઉપાડી, પરંતુ જાપાનની પુરુષ આધારિત વ્યવસ્થામાં તે એક મોટો પડકાર હતો. ખાસ કરીને આવા સમાજમાં જાતીય દુર્વ્યવહાર થયો હોય તેની નારી ફરિયાદ કરે ત્યારે ઉલટાનો તેની સામે મુશ્કેલી ઊભી થાય છે.
જોકે રીનાના કિસ્સા પછી જાપાની સેનાએ આંતરિક તપાસ બેસાડી હતી અને તેના કારણે 100થી વધારે સતામણીની ફરિયાદો બહાર આવી હતી. બાદમાં સંરક્ષણ મંત્રાલયે રીના ગોનોઇની માફી માગી હતી.
શૂ ઝાઓઝાઓ, ચીન
સ્ત્રી બીજને ફ્રીઝ કરવાના અધિકાર માટે લડનારી સ્ત્રી
2018માં શૂ ઝાઓઝાઓ બિજિંગની સરકારી હોસ્પિટલમાં ગઈ હતી અને કહ્યું હતું કે પોતાના સ્ત્રી બીજને તે ફ્રોઝ કરીને સાચવવી રાખવા માગે છે, પણ તે કુંવારી હતી એટલે જણાવવામાં આવ્યું કે આ રીતે સ્ત્રી અંડકોષને સાચવી રાખવા માટેની સુવિધા માત્ર પરણિત દંપતિને જ આપવામાં આવે છે.
આની સામે વાંધો લઈને શૂએ હોસ્પિટલ સામે અદાલતમાં અરજી કરી હતી અને એ રીતે ચીનમાં અપરિણિત યુવતી પણ પોતાના સ્ત્રી બીજને ફ્રોઝ કરાવીને રાખી શકે તે માટેના અધિકાર માટેની લડત આપનારી પ્રથમ યુવતી બની હતી.
ડિસેમ્બર 2019માં તે મુકદ્દમો ચાલ્યો અને તેના કારણે ભારે ચકચાર મચી હતી, કેમ કે ચીનમાં પ્રજોત્પતિ દર ઘટી રહ્યો છે તેની ચિંતા પણ વધી રહી છે.
આ કેસમાં હજી આખી ચુકાદો આવ્યો નથી, પણ શૂએ કરેલી અરજી પછી આ બાબતને સંબંધિત કાનૂની, તબીબી અને નૈતિક ક્ષેત્રના વિદ્વાનો આ મુદ્દે વિચારતા થઈ ગયા છે. આજે પણ અપરિણિત સ્ત્રીને પ્રજોત્પતિ માટેના અધિકાર છે અને પોતાના શરીર પર તેનો જ અધિકાર છે તે બાબતની લડત આપનારાઅગ્રણી તરીકે તેઓ જાણીતા છે.
દેહેના ડેવિડસન, યુકે
સંસદસભ્ય
2019માં દેહેના પ્રથમવાર બિશપ ઓકલેન્ડમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા. 1885થી આ બેઠક અસ્તિત્વમાં છે, પણ પ્રથમ વાર એક કન્વર્ઝેટિવ પક્ષના સાંસદ તરીકે દેહેના જીત્યા. 2022 સુધી તેઓ પ્રધાન તરીકે પણ રહ્યા હતા અને તેમણે સામાજિક સુધારા અને નવસર્જનના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રી કર્યું હતું.
સપ્ટેમ્બર 2023માં તેમણે પ્રધાન તરીકે રાજીનામું આપ્યું અને જાહેરમાં જણાવ્યું કે પોતાને ક્રોનિક માઇગ્રેનની તકલીફ છે.
દેેહેના 13 વર્ષના હતા ત્યારે જ તેમના પિતાની માથામાં એક ઘાથી જ હત્યા થઈ હતી અને તેના કારણે તેઓ આગળ જતા રાજકારણમાં જોડાયા. તેમણે આ રીતે એક પંચને કારણે લોકો મૃત્યુ પામે ત્યારે તેની સામેના કાયદા અને સજા વિશે સુધારા લાવવાની ઝુંબેશ ચલાવી હતી. આ માટે તેમણે બધા જ રાજકીય પક્ષોનું બનેલું ગ્રુપ ઓન વન પંચ એસોલ્ટ બનાવ્યું હતું.
આ ઉપરાંત તેઓ ક્રોનિક માઇગ્રેનની સારવાર સહેલી બને તે માટે પણ કામ કરી રહ્યા છે અને સાથે જ લોબ્યૂલર કેન્સરના સંશોધન માટે વધારે ભંડોળ મળે તેના માટે પણ ઝુંબેશ ચલાવે છે.
સુમિયા તોરા, અફઘાનિસ્તાન
નિરાશ્રિતોના અધિકાર માટેના લડવૈયા
તાલિબાનોએ 2021માં કબજો જમાવ્યો તે પછી અફઘાનિસ્તાનમાં વસતા અને અફઘાનિસ્તાનની બહાર પણ વસતા નિરાશ્રિત લોકો બંનેને જરૂરી માહિતી પહોંચાડવા તથા સંસાધનો ઉપલબ્ધ કરાવવાના હેતુ સાથે દોસ્તી નેટવર્કની શરૂઆત થઈ છે.
આ સંસ્થાની સ્થાપના સુમિયા તોરાએ કરી છે અને તે પોતે પણ અફઘાન નિરાશ્રિત હોવાથી વિસ્થાપિત થયેલા લોકોની વેદના શું હોય છે તે સારી રીતે સમજી શકે છે.
નિરાાશ્રિતોને થાળે પાડવા, ઘર્ષણને કારણે અસર પામેલા યુવાનોને શિક્ષણ પૂરું પાડવું વગેરે કામ તેઓ કરે છે.
પરિવર્તન લાવવા માટે શિક્ષણ બહુ જરૂરી છે એ સમજી શકનારા સુમિયાએ સંયુક્ત રાષ્ટ્રસંઘ તથા વિશ્વ બેન્ક અને મલાલા ફંડ તથા શ્મિટ ફ્યૂચર્સ વગેરે સાથે પણ કામ કર્યું છે. આ સંસ્થાઓ સાથે સહયોગમાં તેમણે નિરાશ્રિતો વચ્ચે વિશેષ કરીને શિક્ષણ માટેના પ્રયાસો કર્યા અને મહિલા અને યુવતીઓ પર કટોકટીને ધ્યાનમાં રાખીને વિશેષ ધ્યાન આપ્યું છે.
નીમા નેમાડામુ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો
વિકલાંગોના અધિકાર માટે ઝુંબેશ ચલાવનારા
હિરો વિમેન રાઇઝિંગ નામનું સંગઠન મામા શૂઝા તરીકે પણ જાણીતું થયું છે, જેનો હેતુ કોન્ગોની સ્ત્રીઓ અને કિશોરીઓના જીવનધોરણને સુધારવાનો છે.
વિકલાંગ લોકોના અધિકારો માટે લડત આપનારા નીમા નેમાડામુએ પાયાના સ્તરે આ સંગઠન તૈયાર કર્યું હતું અને તેના સ્વંયસેવકો શિક્ષણ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સ્ત્રીઓના મુદ્દાઓને અવાજ આપે છે અને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાનું તેમને શીખવે છે.
પૂર્વ કોન્ગોના અંતરિયાળ વિસ્તારમાં જન્મેલી નીમા બે વર્ષની હતી ત્યારે જ તેને પોલિયો થઈ ગયો હતો. પોતાના સમુદાયમાંથી તે એવી પહેલી યુવતી બની, જેણે પોલિયો થયો હોવો છતાં કોલેજનું શિક્ષણ પૂરું કરીને ડિગ્રી મેળવી હોય.
તેઓ સંસદસભ્ય પણ બન્યા અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રધાનના સલાહકાર તરીકે પણ કામ કર્યું છે.
ક્રિસ્ટિઆના ફિગરેસ, કોસ્ટા રિકા
રાજદ્વારી અને ક્લાઇમેટ નીતિઓ માટે વાટાઘાટ કરનારા
2009માં સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્લાઇમેટ સમિટ કોપનહેગનમાં યોજાઈ હતી, ત્યારે એક સમસ્યા ઊભી થઈ અને તેનો ઉકેલ લાવવા માટે ક્રિસ્ટિઆના ફિરગેસને યાદ કરાયા હતા.
તેમને સંયુક્ત રાષ્ટ્રસંઘની ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જના કાર્યકારી મંત્રી બનાવાયા અને તેમણે આગળની છ વર્ષ સુધી મથામણ કરીને એક યોજના તૈયાર કરી જેથી જળવાયુ સંકટના ઉકેલ માટે એક સહિયારા પ્રયાસ માટે સૌ રાષ્ટ્રો તૈયાર થાય.
અમુક અંશે ક્રિસ્ટિઆનાના પણ પ્રયાસોને કારણે આખરે 2015માં સીમાચિહ્નરૂપ પારીસ કરાર શક્ય બન્યો, જેમાં 200 દેશોએ સહીઓ કરી હતી. આ એક આંતરરાષ્ટ્રીય સંધિ હતી, જેના આધારે દેશોએ દુનિયાનું તાપમાન વધે નહીં તે માટે પ્રયાસો કરવાના હતા. ઔદ્યોગિક યુગની શરૂઆત થઈ તેની પહેલાં દુનિયાનું સરેરાશ તામપાન હતું, તેનાથી બે ડિગ્રીથી વધારે તામપાન ના વધે તે પ્રકારના લક્ષ્યાંકો માટે રાષ્ટ્રોએ પ્રતિબદ્ધતા આ કરારમાં વ્યક્ત કરી છે.
જળવાયુ સંકટના ઉપાયો માટે વ્યવહારુ રીતો અપનાવામાં આવે તે માટે વેપારઉદ્યોગને સમજાવવા માટે એક સંસ્થા ગ્લોબલ ઓપ્ટિમીઝમ સ્થાપવામાં આવી છે, જેના સહસ્થાપક તરીકે તેઓ હતા.
ઘણી વાર હું હતાશાથી ઘેરાઈ જાઉં છું અને લાગણીને કારણે જડવત થઈ જાઉં છું, કશું કરી શકતી. ક્યારેક મને રોષપણ જાગે અને લાગણીના ઉભરામાં તણાઈ જાઉ અને થાય કે ઘા કરી લઉં. પરંતુ હું આખરે મારી હતાશા અને મારા રોષને મોટા ભાગે એવી રીતે ઉપયોગમાં લાવું છું કે મારા મૂળ હેતુ તરફ હું પાછી ફરી શકું. મારા હેતુઓ પ્રત્યે ફરી પ્રતિબદ્ધ થાઉં છું અને તેનો ઉપયોગ કરીને કશુંક નક્કર કરવા માટે પ્રયાસોમાં લાગી જાઉં છું. તાકાત, પ્રેમ અને આનંદ સાથે કામ કરવા માટે નક્કી કરું છું અને આપણા સંતાનો માટે અને તેમના પણ વારસદારો માટે વધારે સારું વિશ્વ મૂકીને જવા માટેના કામમાં લાગી જાઉં છું.
ક્રિસ્ટિઆના ફિગરેસ
યાસ્મિના બેન્સ્લિમાને, મોરોક્કો
પોલિટિક્સ4હર સંસ્થાના સ્થાપક
સ્ત્રી પુરુષ સમાનતા માટે કામ કરતાં યાસ્મિના બેન્સ્લિમાને Politics4Her નામની સંસ્થા સ્થાપી છે, જેનો હેતુ રાજકીય ક્ષેત્રમાં અને નીતિ નિર્ધારક સ્થાનો પર મહિલા અને યુવતીઓનું પ્રતિનિધિત્વ વધે તે માટેનો છે.
સપ્ટેમ્બરમાં પોતાના વતનના રાષ્ટ્ર મોરોક્કોમાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે યાસ્મિના અને તેની સંસ્થાએ માગણી કરી હતી કે સ્ત્રી-પુરુષની સમાનતાને ધ્યાનમાં રાખીને રાહત કાર્યો થવા જોઈએ.
તેમણે સ્ત્રીઓ અને યુવતીઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેને ધ્યાનમાં રાખીને એક મેનિફેસ્ટો તૈયાર કર્યો છે, જેમાં એ દર્શાવ્યું છે કે કઈ રીતે કુદરતી આપત્તિ વખતે આ મુશ્કેલીઓ વધી જાય છે અને ગરીબીને કારણે યુવતીની પરાણે શાદી કરાવી દેવાય છે.
યાસ્મિના એકથી વધુ એનજીઓ સાથે સંકળાયા છે, બોર્ડ મેમ્બર તરીકે અને સલાહકાર તરીકે તેમની સાથે કામ કરે અને યુવતીઓને નેતૃત્ત્વના ગુણો કેળવવા માટે મદદરૂપ થાય છે. તેમના આ કાર્યને કારણે સંયુક્ત રાષ્ટ્રસંઘે તેમને વિમેન પીસ બિલ્ડરનો અવૉર્ડ આપ્યો છે.
યાએલ બ્રૌડો-બાહાત, ઇઝરાયલ
વકીલ
યેલ વકીલ છે અને શાંતિ માટે અભિયાન ચલાવે છે. તેમના સંગઠનમાં 50 હજારથી વધારે સભ્યો છે, જે જમીની સ્તરે શાંતિ માટે કામ કરે છે.
યેલ 'વીમેન વેજ પીસ' નામના સંગઠનનાં સહ-સ્થાપક છે. તેઓ માને છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષને સમજૂતી થકી રોકવામાં મહિલાઓ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
ગત બે વર્ષથી તેમની સંસ્થા પેલેસ્ટાઇનિયન મહિલાઓના સંગઠન 'વીમેન ઑફ ધ સન' સાથે કામ કરી રહી છે.
તેઓ સંગઠનનાં સહ-સ્થાપક વિવિયન સિલ્વરને પોતાનાં માર્ગદર્શક ગણે છે. વિવિયન ઇઝરાયલનાં જાણીતા શાંતિસમર્થક કાર્યકર છે. વિવિયને શાંતિ અને આંતરિક સમજદારીને વધારવા માટે દાયકાઓથી પોતાનું જીવન લગાવ્યું છે. આ જ વર્ષે 07 ઑક્ટોબરે હમાસના એક હુમલામાં વિવિયનનું મૃત્યુ થયું હતું.
નાજલા મહોમ્મદ-લેમીન, પશ્ચિમ સહારા
મહિલા અધિકાર અને ક્લાઇમેટ બચાવના ચળવળકાર
અલ્માસર લાયબ્રેરી સેન્ટરના સ્થાપ નાજલા મોહમ્મદ-લેમીન, દક્ષિણ પશ્ચિમ અલ્જિરિયામાં આવેલા સહારાવી રેફ્યુજી કેમ્પમાં રહેલા મહિલાઓ અને બાળકોને આરોગ્ય અને પર્યાવરણની બાબતમાં જાગૃત કરવા માગે છે.
તેમનો પરિવાર પશ્ચિમ સહારાનો છે, જ્યાં એક જમાનામાં સ્પેનનું શાસન હતું. આ વિસ્તાર 1975થી મોરોક્કોના કબજામાં છે અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિને કારણે તેમના પરિવારે હિંસામાંથી બચીને નિરાશ્રિત થઈ જવું પડ્યું છે.
નાજલાનો જન્મ નિરાશ્રિત છાવણીમાં જ થયો છે અને ત્યાં જ તેમનો ઉછેર થયો છે. કિશોરાવસ્થામાં તેણે અંગ્રેજી શીખી લીધું, જેથી છાવણીમાં દાન આપવા આવતા વિદેશી પ્રતિનિધિમંડળો સાથે તેઓ વાતચીત કરી હતી. બાદમાં તેમણે ક્રાઉડફંડથી નાણાં એકઠાં કર્યા અને તે રીતે વિદેશ ભણવા જવાની તક તેમને મળી.
સહ્ય વિકાસ અને નારી બાબતોના વિષયોમાં અભ્યાસ કર્યા બાદ નાજલા આ છાવણીઓમાં પાછા ફર્યા અને ત્યાંના લોકોને મદદરૂપ થવાનું શરૂ કર્યું. બે લાખથી વધારે સહારવી નિરાશ્રિતો છાવણીઓમાં વસે છે, જેમના માટે પાણી અને ખોરાક મેળવવા પણ મુશ્કેલ બન્યા છે, કેમ કે ક્લાઇમેટ સંકટની અસરો દેખાવા લાગી છે.
રણ વિસ્તારમાં ક્લાઇમેટ સંકટની અસરો વધી રહી છે તેનો સામનો કર્યા સિવાય છૂટકો નથી. આ સંકટના કારણે પૂર આવે છે અને રેતીનું તોફાન જાગે છે. તે અમારા આવાસોનો વિનાશ કરી રહ્યા છે અને અમારા લોકોએ અસહ્ય તાપમાન વચ્ચે જીવવું પડે છે. અમારા લોકોએ આ ક્લાઇમેટ સંકટ ઊભું થાય તેવું કશું કર્યું નથી, છતાં તેમને જ ભોગવવાનું આવી રહ્યું છે.
નાજલા મહોમ્મદ-લેમીન
તમાર મુસરિડ્ઝ, જ્યોર્જિયા
પત્રકાર
જ્યોર્જિયાની સરકારી ટીવી પર 18 વર્ષની ઉંમરે કામ શરૂ કર્યું અને ટીવીના ચહેરા તરીકે ઓળખ બની ગયેલી તમાર માટે જિંદગી ખૂબ સારી રીતે આગળ વધી રહી હતી. તમુના તરીકે લોકો તેને ઓળખવા લાગ્યા હતા. પરંતુ 31 વર્ષની ઉંમરે તેનું જીવન અચાનક બદલાઈ ગયું. તેમને ખબર પડી કે પોતે તો દત્તક લીધેલી દિકરી છે.
તમારે કામકાજ છોડી દીધું અને પોતાને જન્મ આપનારા માતાપિતા કોણ છે તેની શોધમાં લાગી ગઈ. તેના સંશોધન દરમિયાન તમારને ખ્યાલ આવ્યો કે જ્યોર્જિયામાં 1950ના દાયકાથી ગેરકાયદે રીતે સંતાનોને દત્તક આપવા માટેની કાળાબજાર ધમધમી રહી છે.
તમાારે 'આઈ એમ સર્ચિંગ' એવા નામ સાથે એક ફેસબૂક ગ્રુપ બનાવ્યું અને તેમાં દેશભરમાં ગેરકાયદે રીતે દત્તકની પ્રથા સામે ઝુંબેશ ચલાવી. મોટા ભાગે મેટરનિટી હોસ્પિટલમાંથી બાળકોને લઈ લેવાતા હતા અને તેમને દત્તક તરીકે વેચી દેવાતા હતા.
તમારને પોતાના અસલી માતાપિતા હજી સુધી નથી મળ્યા, પરંતુ આ દરમિયાન તેમણે 800 જેટલા સંતાનોને તેના મૂળ પરિવાર સાથે મુલાકાત કરાવી આપી છે.
મોનિકા મેકવિલિયમ્સ, યુકે
ભૂતપૂર્વ રાજકારણી અને શાંતિ વાટાઘાટકાર
નોર્ધન આર્યલેન્ડનો ગૂડ ફ્રાઇડે એગ્રીમેન્ટ થયો તેને આ વર્ષે 25 વર્ષ પૂરા થયા છે. બહુપક્ષીય શાંતિ વાટાઘાટો ચાલી અને ત્યાર બાદ આ કરાર થયા તેમાં મુખ્ય વાટાઘાટકાર તરીકે મોનિકા મેકવિલિયમ્સે અગ્રગણ્ય ભૂમિકા ભજવી હતી.
તેઓ નોર્ધન આર્યલેન્ડ વિમેન્સ કોએલિએશન નામના રાજકીય પક્ષની સ્થાપનામાં જોડાયા હતા કે જે પક્ષમાં સાંપ્રદાયિક ભેદભાવ વિના સૌનો સમાવેશ થતો હતો અને આ પાર્ટીએ શાંતિ કરારમાં કેટલીક અગત્યની જોગવાઈઓનો સમાવેશ કરાવ્યો હતો.
નોર્ધન આર્યલેેન્ડ વિધાનસભાની રચના થઈ ત્યારે તેમાં તેઓ પણ સભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેઓ નોર્ધન આર્યલેન્ડ હ્મુમન રાઇટ્સ કમિશનના ચીફ કમિશનર પણ બન્યા હતા. આ હોદ્દા પર રહીને તેમણે નોર્ધન આર્યલેન્ડ માટેના અધિકારો માટેનો મુસદ્દો તૈયાર કરવામાં સલાહકાર તરીકે ભૂમિકા ભજવી હતી.
હાલમાં તેઓ સશસ્ત્ર લડાકૂ જૂથોને શરણે લાવવા માટેની સંસ્થામાં કમિશનર તરીકે કામ કરે છે અને તેમણે સ્ત્રીઓ વિરુદ્ધની હિંસા વિશે વારંવાર લખ્યું છે.
ઉલાન્ડા મ્તાંબા, મલાવી
બાળવિવાહ નિવારક કાર્યકર્તા
ઉલાન્ડા મ્તાંબા મલાવીને લિલોંગ્વે સમુદાયના છે, જ્યાં દિકરીઓને બહુ ભણાવવામાં આવતી નથી. મોટા ભાગની કન્યાઓએ અધવચ્ચે શાળા છોડી દેવી પડે છે, કેમ કે 18 વર્ષ પહેલાં જ તેમના લગ્ન નક્કી થઈ જતા હોય છે.
મ્તાંબાએ સમુદાયના આ રીતરિવાજ સામે અવાજ ઉઠાવ્યો અને તેમણે ભણવાનું ચાલુ રાખ્યું. કોલેજમાંથી સ્નાતક થઈને અટક્યા નહીં, પરંતુ આગળ વધીને માસ્ટર્સની ડિગ્રી પણ મેળવી.
તેઓ ઝુંબેશ ચલાવી રહ્યા છે કે કિશોરીઓના લગ્ન વહેલા થઈ જાય છે તે રોકવા માટે બાળવિવાહનો કાયદો કરવામાં આવે. સાથે જ નાની વયે માતા બની જવાના કારણે યુવતીઓ માટે આરોગ્યની સમસ્યા પેદા થાય છે તેના નિવારણ માટે ભંડોળ ફાળવવા પણ તેઓ મથી રહ્યા છે.
આફ્રિકા ખંડમાં દરેક કન્યાને માધ્યમિક શાળામાં ભણવા મળે તે માટે પ્રયાસો કરી રહેલી સંસ્થા એજીઈ આફ્રિકા સાથે તેઓ જોડાયા છે અને મલાવીના કન્ટ્રી ડિરેક્ટર તરીકે હાલમાં કામ કરે છે.
સેપીદે રાશનુ, ઈરાન
લેખિકા અને કલાકાર
ઈરાનમાં હિજાબ પહેરવો ફરજિયાત છે તેનો વિરોધ કરીને સેપીદે રાશનુ જાણીતા બન્યા હતા.
એક બસમાં પ્રવાસ કરી રહી હતી ત્યારે અન્ય મહિલાએ તેને માથું ઢાંકી દેવા માટે કહ્યું તેમાંથી ઝઘડો થયો હતો અને સેપીદેની ધરપકડ થઈ હતી.
તેમની ધરપકડ થઈ ત્યાર બાદ તેમને ઘાયલ અવસ્થામાં સરકારી ટીવીમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને પોતાના વર્તન બદલ માફી માગવાની ફરજ પાડવામાં આવી હતી. આ જુલાઈ 2022ની વાત છે, જેના થોડા જ અઠવાડિયા બાદ 22 વર્ષની માશા અમીનીને ઈરાનની નૈતિક બાબતોની પોલીસે પકડી લીધી હતી અને કસ્ટડીમાં જ તેનું મોત થઈ ગયું હતું.
આ વર્ષની શરૂઆતમાં પણ સેપીદે રાશનુએ હિજાબ પહેર્યા વિનાના ખુલ્લા માથા સાથેના પોતાના ફોટા ઓનલાઇન મૂક્યા હતા. આ પ્રકારની તેમની ચળવળ ચલાવવાની રીતોને કારણે યુનિવર્સિટીમાંથી પોતાને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી એમ રાશનુ કહે છે.
હાલમાં રાશનુને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને હજી પણ તે ફરજિયાત હિજાબના કાયદાની વિરુદ્ધમાં લડત આપી રહ્યા છે.
ગ્લોરિયા સ્ટેનેમ, અમેરિકા
નારીવાદી અગ્રણી
1970ના દાયકાથી નારીવાદી ચળવળના વૈશ્વિક નેતા તરીકે ગ્લોરિયા સ્ટેનેમે આપેલા પ્રદાનને પેઢીઓથી દુનિયાભરમાં સ્વીકારાયું છે.
તેમણે સમાનતાના મુદ્દાઓ માટે કર્મશીલ તરીકે, પત્રકાર, લેખક, લેક્ચરર અને મીડિયા સ્પોકવૂમન તરીકે પણ કામ કર્યું છે.
તેેઓ મીસ મેગેઝીનના સહ-સ્થાપક પણ છે, જેની શરૂઆત 1971માં થઈ હતી અને આજે પણ તે પ્રસિદ્ધ થાય છે. આ સામયિક અમેરિકામાં મહિલા અધિકારીઓને મુખ્ય ધારામાં લાવનાર પ્રથમ પ્રકાશન તરીકે જાણીતું થયું છે.
89 વર્ષની ઉંમરે પણ સ્ટેનેમ વધુ ન્યાયી દુનિયાની રચના માટે સક્રિય રહે છે અને વિમેન્સ મીડિયા સેન્ટર, ઈઆરએ કોએલિએશન અને ઇક્વિટી નાઉ જેવા જૂના અને જાણીતા સંગઠનોને સમર્થન આપીને તેઓ આજે પણ તેઓ આ ક્ષેત્રમાં સક્રિય છે.
ઇરીના સ્ટેવચૂક, યુક્રેન
ક્લાઇમેટ નીતિના સલાહકાર
ક્લાઇમેેટ નીતિનાઅગ્રગણ્ય નિષ્ણાત ઇરીના સ્ટેવચૂક હાલમાં જ યુરોપિયન ક્લાઇમેટ ફાઉન્ડેશનમાં યુક્રેન મેનેજર તરીકે જોડાયા છે. તેમનો મુખ્ય હેતુ યુદ્ધ પછીની સ્થિતિમાં યુક્રેનને બેઠું કરવાનું થાય ત્યારે ક્લાઇમેટના સંકટ સામે રક્ષણ આપી શકે તેવા પર્યાવરણીય ઉપાયો શોધી કાઢવાનો છે.
આ ભૂમિકા સ્વીકાર્યા પહેલાં તેઓ યુક્રેન સરકારમાં 2019થી 2022 સુધી પર્યાવરણ મંત્રાલયમાં નાયબ પ્રધાન તરીકે હતા અને દેશની આબોહવા પરિવર્તન અંગેની નીતિઓ ઘડવાની જવાબદારી તેમની હતી. સાથે જ યુરોપ સાથે વધારે તાલમેલ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને જૈવિક વૈવિધ્યની જવાબદારી પણ તેઓ સંભાળતા હતા.
ઈરીના બીજી બે અગ્રણી પર્યાવરણીય એનજીઓમાં પણ સહસ્થાપક છે - ઈકોએક્શન અને કિવ સાયકલિસ્ટ્સ એસોસિએશન (યુ-સાયકલ). આ ઉપરાંત તેમણે ક્લાઇમેટ સંકટ માટે કામ કરનારા મંડળોના નેટવર્ક સાથે પણ સંકલનનું કાર્ય કર્યું છે.
આપણે જ્યાં વસ્યા છીએ અને જે સ્થિતિમાં છીએ તેમાં જ આપણા શ્રેષ્ઠ પ્રયાસો કરવા એ અમારો ધ્યેય છે. હું સેઇન્ટ ફ્રાન્સિસ ઓફ એસીસીના શબ્દોને માનું છું કેઃ "જે જરૂરી છે તે કાર્ય શરૂ કરી દો, તે પછી શક્ય થાય તેટલું કરો અને અચાનક તમને લાગશે કે તમે અશક્ય કામ કરી રહ્યા છો."
ઇરીના સ્ટેવચૂક
બર્નાદેત સ્મિથ, ટર્ટલ આઇલેન્ડ / કેનેડા
ગૂમ થયેલા બાળકોના પરિવાર માટે કામ કરનારા
2008માં પોતાની બહેન અચાનક ગૂમ થઈ ગઈ ત્યારથી બર્નાદેત સ્મીથ શા માટે આવું થાય છે તેનો જવાબ મેળવવા માટે મથવા લાગ્યા હતા.
તેઓ અચાનક ગૂમ થયેલા લોકોના પરિવાર માટે કામ કરવા લાગ્યા અને ખાસ કરીને કેનેડામાં સ્થાનિક રહેવાસી સ્ત્રીઓ અને યુવતીઓ ગૂમ થતી હતી અને હત્યા થતી હતી તેમના પરિવારોને સહાય કરવાનું કામ ઉપાડી લીધું હતું. આવી ઘટના પાછળના કારણો તપાસવા અને તે અંગે પગલાં લેવા માટે સંયુક્ત પ્રયાસો થઈ શકે તે માટે તેમણે સંગઠનની સ્થાપના કરી હતી.
તેેઓ ડ્રેગ ધ રેડ નામની સંસ્થાના સહસ્થાપક પણ છે, જે સંસ્થા વિનીપેગની રેડ રિવરમાં મળી આવતી લાશની તપાસ કરવાનું કામ કરે છે અથવા તો ખોવાયેલા લોકો માટે પુરાવા એકઠા કરવાનું કામ કરે છે.
હાલમાં જ તેઓ ત્રીજી વાર મેનિટોબા રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈને આવ્યા છે. એટલું જ નહીં, મૂળ નિવાસી સમુદાયમાંથી બે સ્ત્રીઓને રાજ્યમાં પ્રધાનપદું મળ્યા છે, તેમાંના તેઓ પ્રથમ સ્ત્રી નેતા બન્યા છે. તેઓ હાલમાં હાઉસિંગ, વ્યસન અને ઘણવિહોણા માટેના મંત્રાલયમાં પ્રધાન તરીકે કામ કરે છે.
રેનિતા હોલ્મ્સ, અમેરિકા
વસવાટ માટેની ચળવળકાર
મિયામીની લિટલી હૈતી તરીકે ઓળખાતા વિસ્તારમાં વસતી મેડમ રેનિતા હોલ્મ્સે ઓ.યુ.આર. હોમ્સ નામની કંપની સ્થાપી છે, જેનું કામકાજ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં પ્રોપર્ટી અંગેનું છે. રેનિતા કંપનીના ફાઉન્ડર ડિરેક્ટર છે.
વંચિત સમુદાયના લોકો માટે રહેઠાણોની જરૂર છે તે માટે તેઓ ઝુંબેશ ચલાવે છે. ખાસ કરીને દરિયાની સપાટી વધી રહી છે ત્યારે આવાસ સ્થાન ગુમાવનાર લોકો માટે અને દરિયાકિનારેથી થોડી દૂર અંદરના વિસ્તારમાં મકાનોના ભાવ અનહદ વધી ગયા છે તેની સામે લોકોના હિત માટે પણ તેઓ લડત ચલાવે છે.
રેનિતાના 11 ભાઈ બહેનો છે, જેમાં તે સૌથી મોટી છે અને તે અપંગ પણ છે. તેની માતાએ એકલા હાથે આટલા મોટા કુટુંબને સંભાળ્યું હતું.
ક્લિયો ઇન્સ્ટિટ્યૂટની એમ્પાવરિંગ રેઝિલિયન્સ વિમેન પ્રોગ્રામમાં ફેલો તરીકે રેનિતા કામ કરે છે. આ પ્રોગ્રામ હેઠળ ક્લાઇમેટને કાબૂમાં લેવા માટેના પગલાં લેવા માટે શિક્ષણ અને જાગૃતિના પ્રયાસો થાય છે. આફ્રિકન અમેરિકન અને શહેરના તળ વિસ્તારમાં રહેતી મહિલાઓ માટે રહેઠાણની સમસ્યા છે તેના ઉકેલ માટે તે સ્થાનિક હાઉસિંગ એજન્સીઓ સાથે રહીને કામ કરે છે.
ધરતી માતા સાથે નારી તરીકે અમે જોડાયેલા છીએ તે વાતનો સ્વીકાર થાય તેવી મને આશા છે. અમે સહનશીલ, મજબૂત, સંભાળ લેનાર છીએ અને અમે કર્મ કરવામાં લાગી જઈએ છીએ અને અમે સંભાળ લઈએ છીએ.
રેનિતા હોલ્મ્સ
વિજ્ઞાન, આરોગ્ય અને ટેકનૉલૉજી
બસિમા અબ્દુલરેહમાન, ઇરાક
ગ્રીન બિલ્ડિંગ એન્ટ્રપ્રન્યોર
ઈસ્લામિસ સ્ટેટ તરીકે ઓળખાતા જૂથે 2014માં ઈરાકના મોટા વિસ્તારમાં કબજો જમાવ્યો હતો, તે વખતે બસિમા અબ્દુલરેહમાન અમેરિકાની યુનિવર્સિટીમાં ભણતા હતા.
તે વખતે લડાઈને કારણે ઈરાકના અનેક શહેરો ખંડેર થઈ ગયા હતા. અમેરિકામાં સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરીને વતનના દેશમાં બસિમા પરત ફર્યા ત્યારે તેમને લાગ્યું કે પોતે અહીં મદદરૂપ થઈ શકે તેમ છે.
તેેમણે કેઈએસકે નામની સંસ્થાની સ્થાપના કરી, જે ગ્રીન બિલ્ડિંગ બનાવવા માટે પહેલ કરનારી સંસ્થા છે. તેમણે બાંધકામ માટે એવા ગ્રીન સ્ટ્રક્ચર તૈયાર કર્યા, જેનાથી ઓછામાં ઓછી ઉર્જાથી સંસાધનો તૈયાર થાય અને ઈરાકના પરંપરાગત બાંધકામમાં વપરાતી જણસોનો ઉપયોગ થાય.
આજે મકાનોનું બાંધકામ થાય તે એવું ના હોવું જોઈએ કે ભવિષ્યની પેઢીએ ભોગવવાનું આવે એ બાબતની કાળજી તેઓ લઈ રહ્યા છે.
હું ઘણી વાર ક્લાઇમેટ સંકટને કારણે ચિંતામાં પડી જાઉં છું. આ જોખમનો ઉકેલ લાવ્યા વિના કેવી રીતે કોઈને શાંતિ મળી શકે તે મને સમજાતું નથી.
બસિમા અબ્દુલરેહમાન
અમીના અલ-બિશ, સિરિયા
બચાવ કાર્ય કરનારા સ્વંયસેવિકા
2017માં સિરિયાનું ગૃહયુદ્ધ વકર્યું હતું અને અમિના અલ-બીશે નક્કી કર્યું કે તે સિરિયા સિવિલ ડિફેન્સમાં જોડાશે. વ્હાઇટ હેલ્મેટ તરીકે જાણીતા આ ગ્રુપમાં જોડાનારી તે પ્રથમ મહિલા સ્વંયસેવિકા બની હતી, જેમનું કામ લોકોના જીવ બચાવવાનું અને ઘાયલ થયેલા નાગરિકોને પ્રાથમિક સારવાર આપવાનું હતું.
બાદમાં ફેબ્રુઆરી 2023 સિરિયામાં ધરતીકંપ આવ્યો ત્યારે પણ અમીનાએ બચાવકાર્યમાં જોડાવાનું નક્કી કર્યું હતું. અમીના રહેતી હતી તે વિસ્તારમાં જ મોટું નુકસાન થયું હતું અને તેનો પોતાનો પરિવાર પણ કાટળાની નીચે ફસાયો હતો.
હાલમાં અમીના ઉત્તર સિરિયાના પોતાના પ્રદેશની મહિલાઓની સ્થિતિ સુધારવા માટે કામ કરી રહી છે. અહીં અત્યારે પણ આંતરિક લડાઈ ચાલી રહી છે. તે સાથે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી માટે ભણી રહી છે અને તે કહે છે કે તેનું સપનું શાંતિપૂર્ણ સિરિયાનું સર્જન કરવાનું છે.
સારા અલ-સક્કા, પેલેસ્ટિનિઅન ટેરિટરીઝ
સર્જન
તેઓ ગાઝાનાં પ્રથમ મહિલા સર્જન છે. તેઓ સૌથી મોટી અલ શિફા હૉસ્પિટલમાં કામ કરે છે.
તેઓ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની જુએ છે કે યુદ્ધ વચ્ચે લોકોની સારવાર કરવી કેટલો મોટો પડકાર છે. ઇઝરાયલના હુમલામાં અલ શિફા હૉસ્પિટલને ભારે નુકસાન થયું છે.
તેઓ વીજળી, પાણી, દવા અને ખાવાની અછત અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. તેમણે ઇઝરાયલી હુમલા પહેલાં અલ શિફા હૉસ્પિટલ છોડવી પડી હતી. ઇઝરાયલી સૈન્ય આ હુમલાને હમાસ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી ગણાવી રહ્યું છે.
અલ સક્કાએ ડૉક્ટરીનો અભ્યાસ ગાઝા ઇસ્લામિક યુનિવર્સિટીમાંથી કર્યો છે. તેઓ યુકેની ક્વીન્સ મૅરી યુનિવર્સિટીમાંથી સર્જરીનો કોર્સ પણ કરી ચૂક્યાં છે. હવે તેઓ ગાઝામાં એક માત્ર મહિલા સર્જન નથી, જોકે, તેમણે અન્ય તમામ મહિલાઓ માટે રસ્તો બનાવ્યો છે.
જેનિફર ઉચેન્ડૂ, નાઇજીરિયા
માનસિક સ્વાસ્થ્યના કાર્યકર્તા
જેનિફર ઉચેન્ડૂએ સુસ્ટીવાઇબ્સ એવા નામે યુવાનોનું સંગઠન તૈયાર કર્યું છે, જેનો હેતુ પર્યાવરણની સુરક્ષાના મુદ્દાને કર્મપ્રધાન, રસપ્રદ અને આકર્ષક બનાવવાનો છે.
જળવાયુ પરિવર્તનને કારણે આફ્રિકાના લોકોમાં, ખાસ કરીને યુવાનોમાં કેવી માનસિક અસરો થઈ છે તેના સંશોધન પર જેનિફર હાલમાં વ્યસ્ત છે.
2022માં તેમણે ઈકો-એન્ક્ઝાઈટી આફ્રિકા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો જેથી જળવાયુ પરિવર્તને કારણે આફ્રિકાસના સમાજોની માનસિકતામાં જે અસરો આવી રહી છે, તેને જાણી શકાય અને તેની સામે સુરક્ષિત રહી શકાય. આ મુદ્દે જાગૃતિ ફેલાવવી અને પર્યાવરણને કેન્દ્રમાં રાખીને માનસિક સારવાર આપવાનું કામ પણ થઈ રહ્યું છે.
લોકોની માનસિકતા બદલવા માટે તૈયાર હોય તેવી સંસ્થાઓ અને લોકો સાથે મળીને કામ કરવાનો તેમનો હેતુ છે. આ માટે તેઓ બહુ મુશ્કેલ એવું ક્લાઇમેટ સંકટને કારણે ઊભી થયેલી માનસિકતાને જાણવાનું, ઘણી વાર અકળાવી દેનારું કામ કરી રહ્યા છે.
ક્લાઇમેટ સંકટની બાબતમાં હું પોતે અનેક લાગણીઓનો અનુભવ કરું છું. હું આમાં પૂરતા પ્રમાણમાં ફેરફાર નહીં કરી શકું તેની અકળામણ છે તેનો સ્વીકાર કરતી થઈ છું. પરંતુ હું મારાથી થઈ શકે એટલું તો કરી જ શકું છું. અન્ય લોકો સાથે મળીને સક્રિય પ્રયાસો કરવા અને પછી આરામ કરીને પરિણામો જોવા - એવું કરવાથી હું પર્યાવરણની ચિંતાને ખાળી શકી છું.
જેનિફર ઉચેન્ડૂ
ગ્લેડીઝ કાલેમા-ઝિકૂસોકા, યુગાન્ડા
પશુચિકિત્સક
એવોર્ડ વિજેતા પશુ ચિકિત્સક અને પર્યાવરણ સંરક્ષક તરીકે ગ્લેડીઝ તેમના દેશના પહાડી ગોરીલા તરીકે જાણીતા પ્રાણીને બચાવવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. જળવાયુ પરિવર્તનને કારણે પહાડી ગોરીલાના રહેઠાણ પ્રદેશ ખતમ થઈ રહ્યા છે.
તેમણે કન્ઝર્વેશન થ્રૂ પબ્લિક હેલ્થ નામની એનજીઓ સ્થાપી છે અને તેના સીઈઓ છે. તેઓ સ્થાનિક લોકોને પ્રોત્સાહિત કરીને, ગોરીલા અને અન્ય પ્રાણીસૃષ્ટિ સાથ મનુષ્યનું સહજીવન શક્ય બને તે માટે જૈવિક વૈવિધ્ય ઊભું કરવા કામ કરી રહ્યા છે.
ગ્લેડીઝ કાલેમા-ઝિકૂસોકાના પ્રયાસોને કારણે ગોરીલા બચ્યા છે અને તેની સંખ્યા 300થી વધીને 550 જેટલી થઈ ગઈ છે. તેના કારણે નિકંદનના આરે આવેલી પ્રજાતિની જગ્યાએ નિકંદનનું જોખમ ધરાવતી પ્રજાતિ એમ એક કેટેગરીનો સુધારો થયો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના એન્વીરનમેન્ટ પ્રોગ્રામ દ્વારા 2021માં ગ્લેડીઝને ચેમ્પિયન ઓફ ધ અર્થનો ખિતાબ અપાયો હતો.
ગ્લેડીઝ કાલેમા-ઝિકૂસોકા
સોનિયા કેસ્ટનર, અમેરિકા
જંગલમાં લાગતા દવને શોધી કાઢનારી ટેક્નોલોજીના શોધક
વિશ્વના કેટલાક મોટા જંગલોમાં આ વખતે દવ લાગવાની ઘટનાઓ મોટા પાયે બનતી રહી છે. જંગલમાં ઠેર ઠેર આગ લાગવા લાગે છે અને તે પછી તેને કાબૂમાં લેવાનું કામ બહુ મુશ્કેલ બની જાય છે. સોનિયા કેસ્ટનરે એવું સંગઠન તૈયાર કર્યું છે, જે દવ હજી લાગ્યો હોય ત્યાં જ તેની જાણ થઈ જાય તે માટે સહાયક ભૂમિકા ભજવે છે.
પેનો એઆઈ નામની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ તેઓ કરે છે, જેથી દવની શરૂઆત થઈ હોય ત્યાં જ બચાવ કર શકાય. આ માટે લેન્ડસ્કેપનું સ્કેનિંગ ચાલતું રહે છે, જેથી આગ લાગવાના ચિહ્નો તરત જ પકડ શકાય અને એલર્ટ આપ શકાય. લોકોને જાણ થાય ઇમરજન્સીને ફોન થાય ત્યાં સુધીમાં મોડું થઈ જતું હોય છે, તેથી તેના બદલે સ્કેનિંગ પર આધાર રખાય છે.
કેસ્ટનરને જુદા જુદા ટેક સ્ટાર્ટ-અપમં કામ કરવાનો 10 વર્ષ કરતાંય વધારે સમયનો અનુભવ છે.
મનુષ્યના ઇન્નોવેશનની જે તાકાત છે તેમાંથી મને મોટી આશા મળે છે. ટેક્નોલોજીની શક્યતાનો મને જાત અનુભવ છે અને ડેટા આધારે કઈ રીતે ક્લાઇમેટ ક્રાઇસીસની સૌથી કપરી અસરોનું પણ નિવારણ શોધી શકાય છે તે હું જાણું છું.
સોનિયા કેસ્ટનર
લીની ક્યુલેન-યુન્સવર્થ, યુકે
સમુદ્ર વિજ્ઞાની
સમુુદ્રી ઘાસ કાર્બેનને સંગ્રહી રાખે છે અને માછલીઓને પોષણ આપવાનું કામ કરે છે, પણ સમુદ્રના તળિયે આવા કેટલા ઘાસના વિસ્તારો વિનાશ પામ્યા છે.
લીની ક્યુલેન-યુન્સવર્થ પ્રોજેક્ટ સીગ્રાસના સ્થાપક છે અને હાલમાં તેના સીઈઓ તરીકે કામ કરે છે. આ સંસ્થા વ્યાપક સ્તરે ફરીથી સમુદ્રી ઘાસનો વિસ્તાર પેદા થાય તે માટે યુકેનો પ્રથમ રિસ્ટોરેસન પ્રોજેક્ટ ચલાવી રહી છે.
દરિયાના તળિયે ઘાસની વાવણી કરવા માટે રિમોટ સંચાલિત રોબોનો ઉપયોગ કરીને આ કામ સરળતાથ થઈ શકે તે માટે સંસ્થા પ્રયત્ન કરી રહી છે. આ પ્રયોગમાંથી દરિયાના તળિયે ઘાસને ફરીથી ઉગાડવા માટે બીજા દેશોને પણ એક બ્લ્યૂપ્રિન્ટ મળી શકે છે.
ઇન્ટપડિસિપ્લિનર સાયન્ટિસ્ટ તરીકે તેઓ 20 વર્ષથી પણ વધુ સમયથી મરીન રિસર્ચનું કામ કરી રહ્યા છે. તેઓ વિજ્ઞાન આધારે પ્રકૃત્તિને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવાના હિમાયતી છે.
એકલા હાથે કશુંક કરવા માટે વ્યક્તિએ બહુ જ પ્રયત્નો કરવા પડે, પરંતુ લોકો સાથે મળીને કામ કરે અને જ્ઞાનની વહેંચણી કરે તેવું થવા લાગ્યું છે. મારી પોતાની વાત કરું તો મને લાગે છે કે હું એક જરૂરી સૃષ્ટિને પુનઃ સ્થાપિત કરી શકું છે અને આપણીી પૃથ્વી અને સમાજને ફાયદો થાય તે રીતે તેનું સંવર્ધન કરી શકું છું.
લીની ક્યુલેન-યુન્સવર્થ
ટ્રાન ગામ, વિયેટનામ
બાયોગેસના વેપારી
2012માં ટ્રાન ગામે વિયેટનામના ખેતરો માટે ક્લાઇમેટને અનુકૂળ ઉર્જા સંસાધનો પૂરા પાડવાનું કામ શરૂ કર્યું હતું.
બે સંતાનોની માતા ટ્રાને જોયું કે બજારમાં જરૂરિયાત ઊભી થઈ છે અને તેથી તેમણે હેનોઈમાં બાયોગેસ પ્લાન્ટ લગાવવાનો અને તેનું સંચાલન કરવાનો બિઝનેસ શરૂ કર્યું. બાદમાં આસપાસના ત્રણ પ્રાંતોમાં પણ આ બિઝનેસને વિસ્તાર્યો.
ગાય અને ડુક્કરના છાણનો તથા બીજી નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને બાયોગેસ બનાવાય છે એટલે ખેડૂતોને ફાયદો થાય છે. કુદરતી ગેસ કરતાંય આ ગેસ પર્યાવરણ માટે વધારે સારો છે. બાયોગેસનો ઉપયોગ કરીને રસોઈ પણ થઈ શકે છે અને તેનાથી ઉર્જા પણ પેદા કરી શકાય છે.
ટ્રાનના બિઝનેસને કારણે સ્થાનિક લોકોને જ સાથે જોડવાનું થાય છે અને તેના કારણે રાજકીય રીતે પણ સમર્થન મળે છે, જે ક્લાઇમેટના સંકટને પહોંચી વળવા માટે જરૂરી છે.
આપણે જીવવું જોઈએ અને સારી રીતે જીવવું જોઈએ, તેથી હું મારા સ્વજનોના ભલા માટે, સારા આરોગ્ય માટે કસરતો કરું છું અને કરાવું છું, સંતુલિત આહાર રાખું છું અને ઉંઘની સમાન પેટર્ન જાળવું છું. હું લોકોને ઓર્ગેનિક જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરું છું, પોતાની રીતે શાકભાજી ઉગાડવા પ્રેરું છું અને શાકભાજીમાં રાસાયણિક ખાતર ના નાખવા માટે સલાહ આપું છું.
ટ્રાન ગામ
ટીમની ગેબ્રૂ, અમેરિકા
એઆઈના નિષ્ણાત
ટીમની ગેબ્રૂ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના અગ્રગણ્ય વિજ્ઞાની ગણાય છે અને તેમણે ડિસ્ટ્રિબ્યૂટેડ આર્ટિફિશિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે. તેની પાછળનો હેતુ સમુદાયમાં મૂળિયા ધરાવતી આર્ટિફિશિયલ રિસર્ચ માટેની સાનુકૂળતા ઊભી કરવાનો છે, જે સ્વાયત્ત હોય અને જંગી ટેક કંપનીઓના પ્રભાવથી મુક્ત હોય.
ચહેરાને ઓળખવા માટેની ટેક્નોલોજી વિકસી છે, તેમાં રંગભેદી પક્ષપાત દેખાયો છે, જેની તેમણે આકરી ટીકાકરી છે અને તેઓ એક એનજીઓના સહસ્થાપક તરીકે જોડાયા છે, જે અશ્વેત લોકોને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં જોડવાનું કામ કરે છે.
ઈથિયોપિયામાં જન્મેલા આ કમ્પ્યુટર વિજ્ઞાની એડિસકોડરના બોર્ડમાં સામેલ થયા છે, જે કંપની ઈથિયોપિયાના વિદ્યાર્થીઓને પ્રોગ્રામિંગનું કામ શીખવે છે.
ગૂગલના એથિકલ એઆઈ પ્રોજેક્ટમાં કામ કરતી વખતે 2020ના વર્ષમાં તેમણે એક સંશોધનપત્ર પણ તૈયાર કર્યો હતો, જેમાં એઆઈના લેન્ગવેજ મોડલનો મુદ્દો ઉઠાવાયો હતો. લઘુમતીઓ અને વંચિત સમુદાયના લોકો તથા પછાત વિસ્તારો પ્રત્યે પદ્ધતિસરનો ભેદભાવ થાય છે તે મુદ્દાને પણ તેમાં આવરી લેવાયો હતો.
તેમના આ અહેવાલ પછી તેમણે કંપની છોડી દેવી પડી હતી. તે વખતે કંપનીએ એવું કહેલું કે આ અભ્યાસમાં સંબંધિત સંશોધનોને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી અને ગેબ્રૂએ જાતે રાજીનામું આપી દીધું છે. જોકે ગેબ્રૂ કહે છે કે તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, કેમ કે તેમણે કામના સ્થળે ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ક્લાઉડિયા ગોલ્ડીન, અમેરિકા
અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા
અમેેરિકાના અર્થતંત્રના ઇતિહાસકાર અને શ્રમની બાબતોના આર્થિક નિષ્ણાત ક્લાઉડિયા ગોલ્ડીનને આ વર્ષનું આર્થિક નોબલ પારિતોષિક પ્રાપ્ત થયું છે. તેમણે મહિલા રોજગારી અને પગારોમાં સ્ત્રીપુરુષોના ભેદ વિશે કરેલા સંશોધન બદલ આ પુરસ્કાર એનાયત થયો છે.
આર્થિક નોબલ મેળવનારા તેઓ માત્ર ત્રીજા મહિલા અર્થશાસ્ત્રી છે અને પ્રથમ એવા મહિલા વિજેતા છે, જેમની સાથે કોઈ પુરુષ વિજેતા જોડાયેલા ના હોય.
તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં હેન્રી લી ઇકોનોમિક્સ પ્રોફેસર છે અને તેઓ આર્થિક આવકમાં અસમાનતા, શિક્ષણ અને ઇમિગ્રેશનના મુદ્દાઓ પર સંશોધનનું કામ કરે છે.
સ્ત્રીઓ કઈ રીતે કરિયર અને પરિવાર વચ્ચે સંઘર્ષ કરતી રહી છે તેના ઇતિહાસનું સંશોધન કર્યું છે અને તે અભ્યાસપત્ર ખૂબ પ્રભાવશાળી સાબિત થયો છે. સાથે જ ગર્ભનિરોધક ગોળીઓને કારણે કઈ રીતે સ્ત્રીઓની કરિયર અને લગ્ન કરવા અંગેના નિર્ણયોમાં અસરો થઈ છે તેના પર પણ સંશોધન કર્યું છે.
સુસાન ચોમ્બા, કેન્યા
વિજ્ઞાની
હાલમાં વર્લ્ડ રિસોર્સીઝ ઇન્સ્ટિટ્યૂટમાં ડિરેક્ટર તરીકે કામ કરતાં સુસાન ચોમ્બા કહે છે કે તેમને મધ્ય કેન્યાના કિરિન્યાગા પ્રાંતમાં બચપણમાં ગરીબી સહન કરવાનું આવ્યું હતું તેને ધ્યાનમાં રાખીને પોતે અન્યના જીવનને સુધારવા માટે કામ કરતાં રહે છે.
તેઓ ખાસ કરીને જંગલોનો વિનાશ થતો અટકાવવા, જમીનને ઉજ્જડ થઈ જતી રોકવા અને કેન્યામાં અનાજની સ્થિતિમાં પરિવર્તન આવે તે માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.
તેઓ કોન્ગોના સ્રાવ વિસ્તારમાં આવેલા વરસાદી જંગલોથી માંડીને સૂકા પશ્ચિમ આફ્રિકાના સાહેલ વિસ્તારમાં અને પૂર્વ આફ્રિકામાં પણ ફરતા રહે છે અને નાના તથા સીમાંત ખેડૂતો સાથે મળીને કામ કરતા રહે છે. ખાસ કરીને મહિલા અને યુવાનો સાથે તેઓ કામ કરે છે, જેથી તેઓ વધારે સારી રીતે ખેતી કરી શકે.
નાના ખેડૂતો સાથે કામ કરવામાંથી પ્રાપ્ત થતા અનુભવોને તેઓ સરકાર અને સંશોધકોને જણાવે છે અને તેમને ક્લાઇમેટ સંકટ સામે વધારે મજબૂતી ટકી શકે તેવા સમુદાયોને ઊભા કરવા માટે કામ કરવા જણાવે છે.
મને સૌથી વધારે એનું દુખ થાય છે કે વૈશ્વિક નેતાગીરી નિષ્ક્રિય છે, ખાસ કરીને સૌથી વધુ પ્રદૂષણ કરનારા દેશોથી, જેમની પાસે સ્થિતિ સુધારવા માટેની આર્થિક તાકાત પણ છે. નાણા, વિરોધી તાકાતો અને રાજકારણને કારણે કામ થઈ રહ્યું નથી. આની હતાશા થાય ત્યારે તેનો સામનો કરવા માટે હું પાયાના સ્તરે જઈને કામે લાગી જાઉં છું અને સમગ્ર આફ્રિકામાં મહિલા અને યુવાનો સાથે મળીને કામ કરું છું, જેથી કુદરતને બચાવી શકાય અને સંવર્ધન કરી શકાય. સાથે જ અમારી ખેતીને બદલી શકાય અને નીતિઓને બદલી શકાય તેના માટે કામે લાગી જાઉં છું.
સુસાન ચોમ્બા
કનાન ડેગડેવિરન, તુર્કી
વિજ્ઞાની અને સંશોધક
મેસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી)માં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરતા કનાન ડેગડેવિરને હાલમાં જ શરીર પર પહેરી શકાય તેવું અલ્ટ્રાસાઉન્ડ સાથેનું એક સાધન તૈયાર કર્યું છે, જે બહુ શરૂઆતના તબક્કામાં બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરી આપે છે.
તેમની કાકીને 49 વર્ષની ઉંમરે બ્રેસ્ટ થયાનું નિદાન થયું હતું તે પછી આવું સાધન વિકસાવા માટેની સ્ફૂરણા તેમને થઈ હતી. તેઓ નિયમિત કેન્સર માટેની તપાસ કરાવતા હતા છતાં બ્રેસ્ટ પકડાયું નહોતું અને નિદાન થયાના છ મહિનામાં જ તેમનું મૃત્યુ થયું હતું.
કાકીની સારવાર ચાલતી હતી ત્યારે જ કનાનને નિશ્ચય કરી લીધો હતો કે એવું કોઈ ઉપકરણ બનાવવું જોઈએ, જે બ્રાની અંદર જ ફિટ થઈ જાય અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ હોય તેવી સ્ત્રીઓની વધારે નિયમિત ચકાસણી થતી રહે. તેમની આ ટેક્નોલોજીને કારણે લાખો સ્ત્રીઓના જીવ બચી શકે તેવી સંભાવના છે.
ફેબિયોલા ત્રેજો, મેક્સિકો
સામાજિક મનોવિજ્ઞાની
બે દાયકા પહેલાં સામાજિક મનોવિજ્ઞાનમાં ફેબિયોલા ત્રેજોએ ઊચ્ચ શિક્ષણ લેવાનું શરૂ કર્યું ત્યારે મેક્સિકોમાં સ્ત્રીઓના જાતીય આનંદના વિષય પર કોઈ સંશોધન થયેલું નહોતું.
મહિલાઓના જાતીય આનંદને સામાજિક ન્યાયના મુદ્દા તરીકે લઈને તેમણે આ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું, જેમાં લિંગભેદના આધારે સામાજિક અસમાનતા, તેની સાથે જોડાયેલી હિંસા અને વર્ચસ જમાવવા માટે જાતીય આનંદને જોવાની રીતો વગેરે પર વિષયોને આવરી લેવાયા હતા. તે કાર્ય દ્વારા તેમણે સ્ત્રીઓને જાતીય આનંદની બાબતમાં સામાજિક ન્યાય મળે તે માટે પ્રયાસો કર્યા હતા.
તેઓ કહે છે કે કેટલીક અસમાનતાને કારણે સ્ત્રીઓ જાતીય બાબતમાં ભોગ બને છે. તેઓ વક્તવ્યો દ્વારા, વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા અને પ્રેક્ટિકલ વર્કશોપ યોજીને જાતીય આનંદને સહજતાથી લેવા માટે કાર્ય કરે છે. આ પ્રકારના મુદ્દાઓથી આગળ વધીને તેમાં આનંદ લેવો, ચરમસીમા પ્રાપ્ત કરવી અને હસ્તમૈથુન કરવું વગેરે બાબતોને આવરી લે છે.
લેટીન અમેરિકા અને સ્પેનીશ ભાષા બોલતા સમુદાયોમાં આજેય સ્ત્રીની જાતીયતા અને તેના આરોગ્ય અંગેના મુદ્દાઓ અવગણવામાં આવે છે ત્યાં ત્રેજોના કાર્યને પ્રતિસાદ મળી રહ્યો છે.
ઇઝાબેલા દલૂઝિક, પોલેન્ડ
સાઉન્ડ રેકોર્ડિંસ્ટ
ઈઝાબેલા રેકોર્ડર લઈને પોલેન્ડના આરક્ષિત અને યુરોપના સૌથી જૂના જંગલોમાં પહોંચી જાય છે અને બાયલોવેઝિયાના જંગલમાંથી સંભળાતા અવાજો અને ધ્વનીને રેકોર્ડ કરી લે છે.
એક યુવતી તરીકે ફિલ્ડમાં જઈને ધ્વની મુદ્રણનું કામ કરે તે અનોખું છે, કેમ કે આ ક્ષેત્રમાં પુરુષો જ કામ કરતા આવ્યા છે. પરંતુ વધારે ધ્યાન ખેંચનારી બાબત એ છે કે તેઓ અંધ હોવા છતાં જંગલોમાં ધ્વનીમુદ્રણ માટે પહોંચી જાય છે.
ઇઝાબેેલા પક્ષીઓ ગીત ગાતા હોય તેનાથી મુગ્ધ થઈ જાય છે, કેમ કે નાનપણમાં તેના પરિવારે તેને ટેપ રેકોર્ડર આપેલું તેમાં પક્ષીઓના વિવિધ ગીતો હતા. 12 વર્ષની ઉંમરથી જ તે પક્ષીઓના અવાજને ઓળખતી થઈ ગઈ હતી અને અવાજના આધારે જ કહી દે કે આ કયુ પક્ષી છે.
કુદરતમાં જે ધ્વની છે તેમાંથી સારપ, સૌંદર્ય અને શાતા મળે છે અને તે સૌ કોઈ સુધી પહોંચડવાનું કામ સદભાગ્યનું કામ છે, કેમ કે કુદરતી ધ્વની કોઈ જાતના ભેદ વિના સૌ કોઈને પોતાના આ ગુણોનું પાન કરાવે છે.
માર્સેલા ફર્નાન્ડિઝ, કોલંબિયા
એક્સપિડિશન ગાઇડ
સ્થાનિક સમુદાયો માટે ગ્લેસિયર્સ શુદ્ધ પાણીના સ્રોત તરીકે બહુ અગત્યના છે, પણ કોલંબિયામાં બહુ ઝડપથી બરફનો આ જથ્થો ઓગળી રહ્યો છે.
માર્સેલા ફર્નાન્ડિઝ અને તેમના સાથીઓએ સાથે મળીને કમ્બ્રેસ બ્લેન્કાઝ (સફેદ શીખર) નામની સંસ્થાન સ્થાપના કર છે. આ એનજીઓ ઓગળતા ગ્લેસિયરના મુદ્દે જાગૃતિ ફેલાવાનું કામ કરે છે અને એ વાત સૌના ધ્યાને મૂકે છે કે એક વખત 14 ગ્લેસિયર્સ હતા, તેમાંથી માત્ર છ બચ્યા છે અને તે ગાયબ થઈ જાય તેવું પણ જોખમ તોળાઈ રહ્યું છે.
સાયન્ટિફિક એક્સપિડિશન દ્વારા અને પર્વતારોહકોની ટુકડીઓ, ફોટોગ્રાફર્સ, વિજ્ઞાનીઓ અને કલાકારોને સાથે લઈને માર્સેલા એક ઝુંબેશ ચલાવી રહ્યા છે, જેથી સ્થિતિમાં પરિવર્તન લાવી શકાય અને ગ્લેસિયરને ઓગળી જતા રોકવા માટે રચનાત્મક ઉપાયો અજમાવી શકાય.
તેઓ સાથે જ એક બીજી ઝુંબેશ પણ ચલાવે છે - પેઝાબોર્ડો (શાંતિ માટેની સફર) જેના દ્વારા તેઓ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પ્રવાસ કરે છે. કોલંબિયામાં છેલ્લા 50 વર્ષથી આંતરિક અશાંતિ ફેલાયેલી છે, તેના કારણે આ વિસ્તારોમાં હિંસા ફેલાયેલી છે.
ગ્લેસિયર્સે મને શીખવ્યું છે કે કેવી રીતે દુખને સહન કરવું, અભાવને કેવી રીતે ભરવો... તમે એમની વેદના સાંભળો ત્યારે ખ્યાલ આવે છે કે આ નુકસાન થઈ રહ્યું છે તેને આપણે ભરપાઈ કરી શકીશું નહીં, પરંતુ તેમ છતાં આપણે પ્રયાસો કરી શકીએ છીએ અને આપણું પ્રદાન આપી શકીએ છીએ.
માર્સેલા ફર્નાન્ડિઝ
બયાંગ, ચીન
ડાયરી લેખિકા અને પર્યાવરણ બચાવ ઝુંબેશકાર
2018થી બયાગે પર્યાવરણને લગતી ડાયરીમાં સતત નોંધ કરતા રહ્યા છે, જેમાં સ્થાનિક ધોરણે શું થયું અને કેની રીતે જળસ્રોતોમાં પરિવર્તન આવ્યા તે લખતા રહ્યા છે. સાથે જ હવામાન અને વૃક્ષોના ઉછેરની નોંધ કરતા રહ્યા છે.
ચીનના ક્વિનચાઇ પ્રાંતમાં તેઓ કહે છે, તિબેટના પઠારમાં વસેલો છે અને અહીં ક્લાઇમેટ ચેન્જની અસરો સ્પષ્ટપણે દેખાવા લાગી છે. ઊંચા તાપમાનને કારણે ગ્લેસિયર ઓગળવા લાગ્યા છે અને પ્રદેશ ઉજ્જડ થવા લાગ્યો છે અને રણ બનવા લાગ્યો છે.
સાંજિયાંગયુઆન વિમેન એન્વીરનમેન્ટલિસ્ટ્સ નેટવર્ક સાથે બયાંગ જોડાયેરા છે અને પોતાના સમુદાયમાં આરોગ્ય અને પર્યાવરણ સુરક્ષા માટે ઝુંબેશ ચલાવે છે.
તેઓ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવવાનું શીખી ગયા છે, જેમાં લીપ બામ, સાબુ અને બેગનો પણ સમાવેશ થાય છે. આવી વસ્તુઓ દેશી રીતે બનાવીને જળસ્રોતો બચાવવાનું કામ થાય છે અને અન્ય લોકોને પણ પર્યાવરણના હેતુઓ માટે કામ કરવાની પ્રેરણા મળે છે.
વાન્જિરા મથાઈ, કેન્યા
પર્યાવરણ સલાહકાર
સમગ્ર આફ્રિકા ખંડ માટે પ્રેરાણદાયી અગ્રણી બનેલા વાન્જિરા મથાઈને 20 વર્ષનો સામાજિક અને પર્ચાવરણીય પરિવર્તન માટે અભિયાન ચલાવવાનો અનુભવ છે.
કેન્યામાં તેમણે પાયાના સ્તરે ગ્રીન બેલ્ટ મૂવમેન્ટ ચલાવી હતી, જેના દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો કરીને મહિલા સશક્તિકરણનું કાર્ય થયું હતું. આ સંસ્થાની સ્થાપના વાન્જિરાની માતા વાંગારી મથાઈએ કરી હતી, જેમને 2004નો નોબલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
હાલમાં વાન્જિરા વર્લ્ડ રિસોર્સીઝ ઇન્સ્ટિટ્યૂટમાં આફ્રિકા અને ગ્લોબલ પાર્ટનરશીપમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરે છે અને વાંગારી મથાઈ ફાઉન્ડેશનના અધ્યક્ષા પણ છે.
સાથે જ તેઓ બેઝોઝ અર્થ ફંડ માટે આફ્રિકાના સલાહકાર તરીકે જોડાયેલા છે અને ક્લિન કૂકિંગ અલાયન્સ અને યુરોપિયન ક્લાઇમેટ ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલા છે.
અમલીકરણ 'સ્થાનિક' હોય છે. વૃક્ષો આધારિત આજીવિકાના વ્યવસાય, સમુદાયની આગેવાનીમાં પર્યાવરણ સંભાળના કાર્ય, રિન્યૂએબલ એનર્જી અને સર્ક્યુલર ઇકોનોમી માટે આપણે સ્થાનિક ધોરણે કામ કરનારાને સમર્થન આપવું પડે. પાયાના સ્તરેથી આ રીતે કામ ઉપાડી લેવામાં આવે છે તેનાથી મને આશા જન્મે છે શું શક્ય બની શકે છે.
વાન્જિરા મથાઈ
નેહા માંકાણી, પાકિસ્તાન
દાયણ
પાકિસ્તાનમાં ગયા વર્ષે ભયાનક પુર આવ્યું ત્યાર નેહા માંકાણી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરતા રહ્યા હતા, જેથી પ્રસૂતાઓને તેઓ મદદરૂપ થઈ શકે.
તેમણે મામા બેબી ફંડ નામની સેવાભાવી સંસ્થા પણ ખોલી છે, જેમાં પોતાની ટીમ સાથે તેઓ જીવન બચાવે તેવી પ્રસૂતા કિટ્સ અને દાયણ તરીકેના સંસાધનો સાથે પુરગ્રસ્ત વિસ્તારોમાં ફરી વળ્યા હતા. તેમણે પુરથી અસરગ્રસ્ત થયેલા લગભગ 15,000 પરિવારો સુધી મદદ પહોંચાડી હતી.
તેઓ બહુ ઓછા ખર્ચે પ્રસૂતા માટેની સેવા આપી શકે તેવી વ્યવસ્થા ઊભી કરે છે, ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર પહોંચાડે છે અને ક્લાઇમેટને કારણે મુશ્કેલીમાં મુકાયેલા સમુદાયોને રાહત પહોંચાડે છે.
મામા બેબી ફંડ પાસે પૂરતું ભંડોળ થયું તે પછી તેમાંથી એક બોટ એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે, જેથી દરિયાકાંઠાની પ્રસૂતા નારીને ઝડપથી નજીકને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય અને તેમને સમયસર જરૂરી સારવાર આપી શકાય.
ક્લાઇમેટને કારણે ઊભી થયેલી સમસ્યાઓ વચ્ચે ઝઝૂમી રહેલા પરિવારોને પ્રસૂતિના સમયે દાયણ તરીકેની સેવા મળે તે બહુ જરૂરી છે. મોટા ભાગે સૌ પહેલાં અમારે જ મદદ કરવા પહોંચવાનું થતું હોય છે અને સાથે ક્લાઇમેટ પર કામ કરનારા કાર્યકર્તાઓ હોય છે. અમે લોકો એ કાળજી લઈએ છીએ કે પ્રસૂતાઓને તથા માતા બન્યા બાદ તેમને જરૂરી સહાય મળી રહે. તેમની આસપાસની સ્થિતિ વણસી રહી છે ત્યારે આટલી મદદ પહોંચાડવાનું કામ કરતા રહીએ છીએ.
નેહા માંકાણી
ઈઝાબેલ ફેરિયાઝ મેયર, ચીલી
વહેલા મોનોપોઝની સમસ્યા પર કામ કરનારા
ઇઝાબેલ ફેરિયાઝ મેયરને એવો અંદાજ નહોતો કે તેમના માસિક અનિયમિત થયા છે, તેની પાછળ કોઈ ગંભીર બીમારી છે. જોકે 18 વર્ષની ઉંમરે તેમને વહેલા મોનોપોઝની સમસ્યા એટલે કે પ્રિમેચ્યોર ઓવરિયન ફેલ્યોરની સમસ્યા છે તેવું નિદાન થયું હતું. ઓવરીઝ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે ત્યારે આ સમસ્યા થતી હોય છે. 40 વર્ષથી ઓછી ઉંમરની લગભગ એકાદ ટકા સ્ત્રીઓને આ બીમારી થતી હોય છે
સ્ત્રીઓને આમાં મેનોપોઝને કારણે થતો હોય તેવો અનુભવ થાય છે, પણ તે બહુ વહેલી ઉંમરે થવા લાગે છે. ઇઝાબેલે પોતાને આ બીમારીને કારણે શું મુશ્કેલીઓ પડી હતી તેની ખુલીને વાત કરે છે.
30 વર્ષની પત્રકાર ઈઝાબેલે લેટીન અમેરિકામાં પ્રથમ વાર વહેલાસર મેનોપોઝની સમસ્યા વિશે માહિતી આપવા માટે પ્રાદેશિક સંગઠન તૈયાર કર્યું છે. તેની સાથે જોડાયેલી માન્યતાઓ દૂર કરવા અને આ બીમારીથી પીડિત સ્ત્રી સુરક્ષિત રીતે જીવન વિતાવી શકે તે માટે પ્રયાસો કરવામાં આવે છે.
એલ્હામ યુસુફિયન, અમેરિકા/ઈરાન
ક્લાઇમેટ અને વિકલાંગતા બાબતમાં સલાહકાર
માનવ અધિકારના વકીલ તરીકે કામ કરનારા એલ્હામ પોતે પ્રજ્ઞાચક્ષુ છે અને મક્કમપણે માને છે કે આબોહવા પરિવર્તનની અસરોને ખાળવાના ઉપાયોમાં વિકલાંગ લોકોને જોડવા જોઈએ, ખાસ કરીને કટોકટીની સ્થિતિમાં પ્રતિસાદ આપવાની સ્થિતિ હોય તેવા સંજોગોમાં.
ઈરાનમાં જન્મેલી અને ઉછરેલી એલ્હામ 2016માં અમેરિકામાં ઇમિગ્રન્ટ તરીકે આવી હત. આજે વિશ્વભરની 1,100થી વધુ સંસ્થાઓના વૈશ્વિક નેટવર્ક, ઈન્ટરનેશનલ ડિસેબિલિટી એલાયન્સમાં તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે.
હવામાન પરિવર્તનની અસરોથી વિકલાંગ લોકો પર આવે ત્યારે તેના ઉકેલ માટેની જવાબદારી નીતિ નિર્ધારકોની છે એ બાબતમાં જાગૃતિ ફેલાવવા માટેનું મિશન તેમણે ઉપાડ્યું છે. સાથે જ ક્લાઇમેટ સંકટનો સામનો કરવામાં વિકલાંગ વ્યક્તિઓની અપાર સંભાવનાઓ પણ પણ તેઓ ભાર મૂકે છે.
અમે, વિકલાંગ વ્યક્તિઓએ જટિલ પડકારોનો સામનો કરવાની અને કલ્પનામાં ના હોય તેવા ઉકેલો શોધવાની ક્ષમતા વારંવાર સાબિત કરી છે. ક્લાઈમેટ સંકટના સામના માટે પણ વિકલાંગ લોકોએ લડાઈમાં મોખરે ઊભા રહેવું જોઈએ.
એલ્હામ યુસુફિયન
રુમૈતા અલ બુસાઇડી, ઓમાન
વિજ્ઞાની
રુમૈતા અલ બુસાઇડીએ2021માં ટેડ ટોકમાં સ્પીચ આપી તેનું ટાઇટલ હતું - વિમેન અને ગર્લ્સ, યૂ આર પાર્ટ ઓફ ધ ક્લાઇમેટ સોલ્યૂશન (સ્ત્રીઓ અને યુવતીઓ, ક્લાઇમેટ સંકટના ઉકેલોમાં તમે સહભાગી છો). આ ભાષણ બહુ જ લોકપ્રિય થયું અને તેને દસ લાખ કરતાંય વધારે વ્યૂઝ મળ્યા છે, જેમાં તેમણે પોતાનો આરબ નારીઓના અધિકારનો મુદ્દો પણ વણી લીધો હતો.
રુમૈતાની કુશળતાને કારણે તેમને આરબ યૂથ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જમાં અને એન્વીરન્મેન્ટ સોસોયટી ઓફ ઓમાનમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે.
ક્લાઇમેટ સંકટને દૂર કરવામાં થાય તે રીતે આર્થિક સહાય આપવામાં આવે તે બાબતમાં તેમણે બાઇડન સરકારના સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. તેમણે ગ્રીનલેન્ડની સરકાર સાથે પર્યાવરણને માફક આવે તે રીતના પર્યટન માટે પણ કામ કર્યું છે.
દક્ષિણ ધ્રુવ પહોંચનારા તેઓ સૌથી યુવાન ઓમાની સ્ત્રી છે અને તેમણે વૂમેક્સ નામની સંસ્થા સ્થાપી છે, જેમાં આરબી સ્ત્રીઓને બિઝનેસ માટે કેવી રીતે નેગોશિએશન થાય તેની તાલીમ આપવામાં આવે છે.
આબોહવા પરિવર્તનના સંકટના નિવારણ માટે પ્રથમ ક્રમે કોઈ ઉપાયો હોય તો તે સ્ત્રીઓ અને યુવતીઓને જોડવાનો છે. પોતાના સમુદાયમાં આ નારીઓની એટલી વ્યાપક અસર હોય છે કે તેના કારણે માન્યતાઓ બદલાશે અને પોતાનું ઘર જેને કહીએ છીએ તે આ પૃથ્વીને બચાવવા માટેના કાર્યો સંભવ બનશે.
રુમૈતા અલ બુસાઇડી
ઓલેના રોઝ્વાદોવસ્કા, યુક્રેન
બાલ અધિકારના લડવૈયા
યુદ્ધને કારણે આવી પડેલી આપદામાં બાળકોને ધૈર્ય રાખવાનું શીખવાનું કામ ઓલેના કરી રહ્યા છે. તેમણે માનસિક રાહત પહોંચાડવા માટે વોઇસીઝ ઓફ ચિલ્ડ્રન નામની સંસ્થાની સહસ્થાપના કરી છે.
2019માં પાયાના સ્તરે આ સંસ્થાની શરૂઆત થઈ હતી અને ચાર વર્ષ પછી યુદ્ધ આવી પડ્યું ત્યારે ઓલેના ડોનબાસની સરહદે સ્વંયસેવિકા તરીકે લડવા પહોંચી ગયા હતા, જ્યાં રશિયા સમર્થિત વિભાજનવાદીઓએ લડત આદરી હતી.
આજે આ સંસ્થા સાથે 100થી વધુ માનસશાસ્ત્રીઓ જોડાયા છે અને 14 કેન્દ્રોમાં તેઓ સેવા આપે છે. સાથે જ ફ્રી ફોનની હોટલાઇન પર પણ સલાહ આપવામાં આવે છે. આ સેવાનો લાભ હજારો બાળકો અને તેમના વાલીઓને મળ્યો છે.
ઓસ્કરમાં પ્રવેશ પામેલી એક ડોક્યુમેન્ટ્રી એ હાઉસ મેડ ઓફ સ્પ્લિન્ટર્સમાં ઓલેના જોડાયા હતા અને તેમણે પોતાના સાથીઓ સાથે મળીને એક પુસ્તક પણ લખ્યું છે, જેનું શિર્ષક છે વોર થ્રૂ ધ વોઇસીઝ ઓફ ચિલ્ડ્રન.
એસ્ટ્રિડ લિન્ડર, સ્વીડન
સુરક્ષિત્ર ટ્રાફિક વિષયના પ્રોફેસર
દાયકાઓથી કારનું ઉત્પાદન ક્રેશ ટેસ્ટને આધારે થતું રહ્યું છે, પણ તે ટેસ્ટમાં જે ડમી વપરાય છે તે સાધારણ પુરુષને ધ્યાનમાં રાખીને તૈયાર થયું હોય છે. આંકડા દર્શાવે છે કે વાહનોની સીધી ટક્કર થાય ત્યારે સ્ત્રીઓનું મોત વધારે થાય છે અથવા વધારે પ્રમાણમાં ઈજા થાય છે, પણ ડમી તરીકે પુરુષ મોડલ હોય છે.
એન્જિનિયર તરીકે એસ્ટ્રિડ લિન્ડર આ સ્થિતિને બદલવા માટે મથતા રહ્યા છે. તેમણે પહેલ કરીને એવરેજ કદકાઠીની સ્ત્રીનું ડમી તૈયાર કરીને તેને આધારે ક્રેશ ટેસ્ટના પ્રોજેક્ટ હાથ ધર્યા છે, જે ટેસ્ટમાં સ્ત્રીની શારીરિક રચનાઓને ધ્યાનમાં લેવાય છે.
સ્વિડીશ નેશનલ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેઓ ટ્રાફિક સેફ્ટીના પ્રોફેસર છે અને ચાલ્મર્સ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. લિન્ડર બાયોમિકેનિક્સ અને માર્ગ અકસ્માતમાં કેવી રીતે ઈજાઓ ટાળી શકાય તે વિષયના નિષ્ણાત છે.
એનામારિયા ફોન્ટ વિલારોએલ, વેનેઝુએલા
પાર્ટિકલ ભૌતિકશાસ્ત્રી
પાર્ટિકલ ભૌતિકશાસ્રમાં સંશોધક તરીકે કામ કરતા એનામારિયા સુપરસ્ટ્રિંગ થિયરી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. દરેક કણને સમજવા માટે તથા કુદરતમાં મૂળભૂત કયા ફોર્સ છે તે જાણવા માટેની કોશિશ છે, જેથી તેની બહુ સુક્ષ્મ એવા ઉર્જાના વાઇબ્રેટિંગ કણો તરીકે વ્યાખ્યાઇત કરી શકાય.
પદાર્થનું માળખું કેવું હોય છે તેના માટેની થિયરીને સમજવામાં અને તેની શું અસરો થઈ શકે છે જાણવા માટે એનામારિયાનું સંશોધન બહુ ઉપયોગી થઈ રહ્યું છે. બ્લેક હોલ અને બિગ બેંગ પછીની પ્રારંભિક ક્ષણોમાં શું હતું તે સમજવા માટેની વ્યાખ્યામાં ઉપયોગી એવ ક્વોન્ટમ ગ્રેવિટીને સમજવામાં પણ તે ઉપયોગી છે.
તેમને અગાઉ વેનેઝૂએલાનો ફંડેશન પોલાર અવોર્ડ મળેલો છે અને આ વર્ષે તેમને વિજ્ઞાનના અવોર્ડમાં યુનેસ્કો વિમેન તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો છે.
કિયૂન વૂ, સિંગાપોર
લેખિકા
પર્યાવરણપ્રેમી અને સર્જક તરીકે કિયૂન સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને ક્લાઇમેટ ચેન્જ વિશેની કહાનીઓ અને વિચારો લોકો સુધી પહોંચાડતા રહે છે.
તેમણે ધ વેઅર્ડ અને ધ વાઇલ્ડ એવા નામે ઓનલાઇન પ્લેટફોર્મ બનાવ્યું છે, જેમાં ક્લાઇમેટ સાયન્સ પર ભાર મૂકવામાં આવે છે. જળવાયુ પરિવર્તન માટેના વૈજ્ઞાનિક ઉપાયોને ઓછા ડરાવણા અને વધારે સહેલાઈથી અમલમાં મૂકી શકાય તેવા દર્શાવવાની કોશિશ તેમાં થાય છે. આ પ્લેટફોર્મ પર લોકોમાં જાગૃતિ લાવવા, જાણકારી આપવા અને પર્યાવરણની રક્ષા સાથે સમુદાયોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
દક્ષિણ પૂર્વ એશિયા વિસ્તારો માટે તેઓ ક્લાઇમેટ ચીઝકેસ નામનો પોડકાસ્ટ કો-હોસ્ટ તરીકે ચલાવે છે, જેમાં જળવાયુ પરિવર્તનની અઘરી લાગતી બાબતોને સહેલાઈથી સમજી શકાય તેના નાના હિસ્સામાં સમજાવાનું કામ થાય છે.
તેેઓ નેશનલ જ્યોગ્રાફિક યંગ એક્સપ્લોરર તરીકે પણ સક્રિય છે.
ક્લાઇમેટ ક્રાઇસીસ બહુ કોમ્પ્લેક્સ છે, ભારેખમ લાગે છે અને ડર પેદા કરે છે. આપણે તેને ઊંડી પણ હળવાશભરી જિજ્ઞાસા સાથે પણ જોઈ શકીએ છીએ, માત્ર ડરાવણી સમસ્યા તરીકે નહીં. તે રીતે આપણે દુનિયાની સંભાળ લેવા માટે આપણા દિલમાં લાગણીઓ જન્માવી શકીએ છીએ, સાથે જ જેનાથી કામ ના ચાલતું હોય તેને દૂર હટાવીને, અસરકારક હોય તેને આગળ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરી શકીએ છીએ.
કિયૂન વૂ
સુમિની, ઇન્ડોનેશિયા
ફોરેસ્ટ મેનેજર
ઇન્ડોનેેશિયાના રૂઢિચૂસ્ત અસેહ પ્રાંતમાં કોઈ નારી અગ્રણીની ભૂમિકામાં હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે.
સુુમિનીને ખ્યાલ આવ્યો કે તેમના ગામમાં મોટું પૂર આવે છે તેનું કારણ જંગલનું નિકંદન છે, ત્યારે તેમણે બાજી હાથમાં લેવાનું નક્કી કર્યું અને સમુદાયની અન્ય મહિલાઓ સાથે મળીને કામ ઉપાડી લીધું. જંગલના વિનાશથી હવામાન પર પણ અસર પડે છે.
સુમિનીના મંડળને પર્યાવરણ અને વન મંત્રાલય તરફથી મંજૂરી આપવામાં આવી કે તેમના પોતાના સ્થાનિક વિસ્તારમાં અને પોતાના ગામ દમારણ બારુ ગામની આસપાસના જંગલ વિસ્તારની સંપૂર્ણ સંભાળ હાથમાં લઈ લે. કુલ 251 હેક્ટરના જંગલોના સંવર્ધનનું કામ 35 વર્ષ માટે તેમના મંડળને સોંપી દેવાયું.
સુમિનીના વડપણ હેઠળ હવે વિલેજ ફોરેસ્ટ મેનેજમેન્ટ યુનિટ ચાલે છે, જેનો હેતુ ગેરકાયદે રીતે વૃક્ષોને કપાતા રોકવાનું અને સુમાત્રાના વાઘ, પેન્ગોલિન અને બીજા નિકંદનના આરે આવેલા પ્રાણીઓના શિકારને અટકાવવાનો છે.
જંગલોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું અને પ્રાણીસૃષ્ટિનો શિકાર થઈ રહ્યો છે, ત્યારે એ જરૂરી છે કે વનસંપદા પર વધુ ને વધુ ધ્યાન આપવામાં આવે. આપણે સંયુક્ત રીતે ક્લાઇમેટ સંકટનો સામનો કરવા માગતા હોઈએ તો આ જરૂરી છે. જંગલોને જાળવો, વન્યસૃષ્ટિને સંભાળો.
સુમિની
નતાલી સૈલા, માલ્ટા
મેડિકલ ડોક્ટર
યુરોપના દેશોમાં માલ્ટામાં સૌથી કડક ગર્ભપાત વિરોધી કાયદાઓ છે અને નતાલી સૈલા આ બાબતમાં સ્ત્રીઓને જે માહિતી અને સલાહની જરૂર હોય તે પૂરા પાડવાનું કામ કરે છે.
તેમણે ડોક્ટર્સ ફોર ચોઇસ માલ્ટા નામની સંસ્થાની સહસ્થાપના કરી છે અને તે ગર્ભપાતને બિનગુનાહિત ગણવા માટે તથા તેના માટે કાયદા તૈયાર થાય તે માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. સાથે જ ગર્ભનિરોધકો વધારે સહેલાઈથી મળે તે માટે પ્રયાસો કરે છે.
માલ્ટામાં ગર્ભપાત પર લગભગ સંપૂર્ણ પ્રતિબંધ જેવી સ્થિતિ છે તેના કારણે એવું થાય છે કે સ્ત્રીના જીવને જોખમ હોય ત્યારે જ ગર્ભપાતની મંજૂરી મળે છે. આવી સ્થિતિને કારણે સ્ત્રીઓ ડોક્ટરની સલાહ વિના જ ગર્ભનિરોધક ગોળીઓ લઈ લે છે એમ નતાલી કહે છે. તેમણે ગર્ભપાત પહેલાં, દરમિયાન અને બાદમાં પણ સ્ત્રીને સહાયરૂપ થઈ શકાય તે માટે હેલ્પલાઇન પણ શરૂ કરી છે.
તેેમણે 10થી 13 વર્ષની કિશોરીઓને ઉપયોગી થાય તે માટેની માય બોડીઝ ફેન્ટેસ્ટિક જર્ની નામનું પુસ્તક પણ લખ્યું છે, જેના દ્વારા તેઓ દેશમાં પ્રજોત્પતિ અને તેની સાથે જોડાયેલા આરોગ્ય વિશે જાણકારી ઉપલબ્ધ થાય.
અન્ના હટ્ટુનેન, ફિનલેન્ડ
કાર્બનની અસરો વિશેની ટેક્નોલોજીના એક્સપર્ટ
પર્યાવરણને હાની કર્યા વિના વાહન વ્યવહાર ચાલી શકે તે માટેના ઉત્સાહી કાર્યકર્તા એન્ના હટ્ટુનેન વધારે સ્વચ્છ, ગ્રીન અને કાર્યક્ષમ પરિવહન માટે પોતાના શહેરમાં પ્રયાસો કરે છે. ફિનલેન્ડના શહેર લેહટીમાં તેમના આ પ્રયાસોને કારણે શહેરને યુરોપના સૌથી ગ્રીન કેપિટલ તરીકેનો ખિતાબ 2021માં મળ્યો હતો.
વ્યક્તિગત ધોરણે કાર્બન ટ્રેડિંગ થઈ શકે તે માટેના શહેરના આગવા મોડલની તેમણે પહેલ કરી છે. તેમણે વિશ્વની એવી પ્રથમ એપ બનાવી છે, જેમાં લોકો પોતે પર્યાવરણ અનુકૂળ કાર્ય કરીને કાર્બન ક્રેડિટ્સ મેળવી શકે છે. દાખલા તરીકે સાયકલ ચલાવીને કે સિટી બસમાં પ્રવાસ કરીને નાગરિક પોતાના માટે કાર્બન ક્રેડિટ મેળવી શકે છે.
નેટઝિરોસિટીઝ નામની સંસ્થા સાથે તેઓ કામ કરે છે, જે ક્લાઇમેટને અનુરૂપ એવા શહેરોને તૈયાર કરવા માટે માર્ગદર્શન આપવાનું કામ કરે છે. આ સંસ્થા 2030 સુધીમાં ક્લાઇમેટને નુકસાન ના થાય તેવી રીતે તૈયાર થવામાં યુરોપના શહેરોને સહાયરૂપ થાય છે.
હટ્ટુનેન ઇચ્છે છે કે બીજા લોકો પણ ઉર્જાનો વ્યય કર્યા વિના પરિવહન માટે ઉત્સાહથી વિચારતા થાય અને તેઓ ખાસ કરીને સાયકલિંગને પ્રોત્સાહન આપવા માગે છે. તેમને લાગે છે કે શહેરો માટેનું પરિવહનનું ભવિષ્ય સાયકલ જ છે.
દુનિયાભરમાં પાલિકામાં એવા લોકો પડેલા છે, જે પોતાના નાગરિકોને વધારે સારા પર્યાવરણ અનુકૂળ વાતાવરણમાં લઈ જવા માટે કામ કરી રહ્યા હોય. તમે પણ તમારું પ્રદાન આપો, સાથ આપો અને પરિવર્તનના હિસ્સેદાર બનો.
અન્ના હટ્ટુનેન
બીબીસી 100 મહિલા શું છે?
બીબીસી 100 મહિલા લિસ્ટમાં દુનિયાભરમાંથી પસંદ કરાયેલી પ્રભાવશાળી અને પ્રેરણાદાયી 100 નારીઓને સમાવવામાં આવે છે. અમે આ નારીઓ વિશે ડોક્યુમેન્ટ્રી, અહેવાલો તૈયાર કરીએ છીએ અને તેમની સાથે ઈન્ટરવ્યૂ કરીએ છીએ, જેથી તેમના જીવનને જાણી શકાય. આ પ્રકારના અહેવાલો તૈયાર થાય છે, જેના કેન્દ્રમાં મહિલાઓ હોય છે અને બીબીસીના બધા જ પ્લેટફોર્મ પર તેને પ્રગટ કરવામાં આવે છે.
બીબીસી 100 મહિલાઓને તમે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબૂક પર ફોલો કરી શકો છો. આ વિશે ચર્ચા માટે આ હેશટેગનો ઉપયોગ કરી શકો છો #BBC100Women.
આ 100 વિમૅનની પસંદગી કેવી રીતે કરવામાં આવી?
બીબીસી 100 વિમૅનની ટીમ સંશોધન કરીને નામો એકઠા કરે તેમાંથી એક શોર્ટલિસ્ટ તૈયાર કરવામાં આવે છે. તેમાં બીબીસી વર્લ્ડ સર્વિસની જુદી જુદી ભાષામાં કામ કરતી ટીમ તરફથી સૂચવાયેલા નામોને પણ ધ્યાને લેવાય છે, તથા બીબીસી મીડિયા એક્શન દ્વારા અપાયેલા નામોને પણ ધ્યાને લેવાય છે.
છેલ્લા 12 મહિનામાં જે સ્ત્રીઓ સમાચારમાં ચમકી હોય અથવા મહત્ત્વના અહેવાલો તેમના પ્રભાવને કારણે તૈયાર થયા હોય તેમને, તથા જેમની પાસે પ્રેરણાદાયક કહાની હોય, અથવા કોઈ નોંધપાત્ર સિદ્ધિ મેળવી હોય કે સમાજમાં પ્રભાવ પડે એવું કોઈ નોંધપાત્ર કાર્ય કર્યું હોય તેમને પણ ધ્યાને લેવામાં આવે છે.
આ વર્ષની થીમ હતી ક્લાઇમેટ ચેન્જ અને તેના કારણે મહિલાઓ તથા યુવતીઓ પર તેની થઈ રહેલી અસરો. આ થીમને ધ્યાનમાં રાખીને અમારી પાસે નામો એકઠા થયા હતા તેની ચકાસણી કરવામાં આવી હતી. એવી રીતે 28 ક્લાઇમેટ પાયોનિયર્સ અને પર્યાવરણ માટે કામ કરનારી અન્ય મહિલાઓને પસંદ કરવામાં આવી હતી.
અમે દરેક પ્રકારની રાજકીય વિચારસરણીને પ્રતિનિધિત્વ મળે, તેમ જ સમાજના દરેક વર્ગને સ્થાન મળે તે રીતે પણ પસંદગી કરી છે, તેમજ વિપરિત અભિપ્રાયો ઊભા કરે તેવા વિષય સાથે સંકળાયેલા નામોને પણ ચકાસ્યા અને જે મહિલાઓએ પોતાના માટે પણ પરિવર્તન આણ્યું હોય તેમનો પણ સમાવેશ કર્યો છે.
પ્રાદેશિક રીતે પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તેની અને આખરી નામો પસંદ થાય તે પહેલાં કોઈ પક્ષપાત ના થાય તેની કાળજી પણ લીધી હતી. આ યાદીમાં સામેલ દરેક મહિલાએ પોતાનો સમાવેશ કરવા માટે મંજૂરી આપેલી છે.
ક્રૅડિટ્સ
બીબીસી 100 વિમૅન પ્રોડક્શન ટીમ : વેલેરિયા પેરાસ્સો, અમેલિયા બટરલી, રેબેકા થોર્ન, પૌલા એડામો આઇડોએટા, કોર્ડેલિયા હેમિંગ, લૌરા ગ્રેસિયા, સારા ડિયાસ, લ્યૂસી ગિલ્ડર, માઈ કેનાને, માર્ક શીયા, વંદના વિજય, કિન્દા શાયર, હયા અલ બદરને, ડેરિયા ટેરાડાઇ, લેમીસ એલ્ટાલેબી, ફિરોઝે અકબરિયન, સના સાફી, કેટરીના કિન્કુલોવા, તમારા ગિલ, મોના બા અને ક્રિસ ક્લેયટન.
બીબીસી 100 વિમૅન વિમેન એડિટર: ગોલનૂશ ગોલ્શાની
વર્લ્ડ સર્વિસ લૅંગ્વેજીસ માટે પ્રોડક્શન: રોબર્ટો બેલો-રોવેલ્લા અને કાર્લા રોશ
ડિઝાઇન: પ્રીના શાહ, જેની લૉ, મેટ થોમસ, પૌલીન વિલ્સન અને ઓલી પૉવેલ
ડેવલપમેન્ટ: સ્કોટ જાર્વિસ, અરુણ ભારી, એલેક્ઝાન્ડર ઇવાનોવ, પ્રીતી વાઘેલા અને હોલી ફ્રેમ્પ્ટન
ફોટો કૉપીરાઇટ્સ : મિલર મોબલે, મેસિએક ટોમિઝેક/ઓક્સફર્ડ એટેલિયર, આરતી કુમાર-રાવ, હમ્ના હક્કી, ક્રેગ કોલેસ્કી, પેનો એઆઈ, એલ. રીડ, બેન્જામિન જોન્સ, યોબર એરિયસ, અમાન્દા ટ્રિપ્લેટ, એની રોબર્ટ્સ, ડાયોર અબ્દુગાફોર્ઝોદા, ડોઈ ઈન્થાનોન થાઈલેન્ડ યુટીએમબી દ્વારા, કિંગાઈ સ્નૉલેન્ડ ગ્રેટ્રાઈવર્સ એન્વીરર્નમેન્ટલ પ્રોટેક્શન એસોસિએશન, જેસન બોબર્ગ, ચૈદર મહ્યુદ્દીન/એએફપી, ન્યૂ બેલેન્સ પેરાગ્વે, જૉ એન્ન મેકઆર્થર, કાાર્ટિયર વિમેન્સ ઇનિશિયેટિવ (સીડબ્લ્યુઆઇ), લ્યુસી પાઇપર, લૂઇ મબુલો, ક્રિસ્ટિયન ટેસો, માર્ટિન ચાંગ, કોન્સ્ટેન્ટિન દેર્યાગીન, ગેબ્રિયલ ક્વિન્તાઓ, અબેલ કેનિઝાલ્સ, પેટ્રિક વૅલી, સારાહ હાલે, જિમેના મેટિઓટ, લુકાસ ક્રિશ્ચિયનસન, હેના વૉકર-બ્રાઉન, વૂડી મોરિસ, શિન્યાન યૂ, ક્રિસ પાર્કર એડઝોર્ડઝી સેફોગા, તાસીર બેગ, આલ્બર્ટ કામંગા ઝીયા ક્રિએશન્સ, સાલેમ સોલોમન, લ્યુક ન્યુજેન્ટ, આર. ડેવિડ માર્ક્સ, લી ટિન્ક્લિમ, સેતુ/વીટીઆઈ, ફીફા, જોશ ફિન્ચ, કિબુકા મુકીસા, ફોબી ઝુ, ગ્રેગરી વેપ્રીક, ડાર્કો ટોમસ ક્રોપિક્સ, વાન્જિરા મથાઈ, રુફત અર્ગેશોવ, ઓસ્વાલ્ડો ફેન્ટન, ડેની પુજાલ્ટે, જીલિયાનો સાલ્વાતોર, ફાઉન્ડેશન લો'રિયલ, ડેનિયલ એડુઆર્ડો, તાત્યાના ઈગોરોવા, ડોવાના ફિલ્મ્સ, જિમ્મી ડૅ/MIT, એડિરોરિયલ કેમિન્હો - લેયા, ખીન નીન વાઈ ફાઉન્ડેશન, એન્ડ્રૂ સિરોસ્કી, રેમોન ટોલોસા કોલ્ડ્રોન, મરિયમ સિદ્દીકી, ફેરલ ફિલ્મ્સ, સેબેસ્ટિયન અલિગા, ડીયોર અબ્દુઘાફોર્ઝોદા, વ્હાઇટ હેલ્મેટ્સ/સિરિયા સિવિલ ડિફેન્સ, એલી દુલ્ફા વાર્લે, ડીજીએલ નનરી, મુસ્તફા અબુમેનેસ, ઈમાન્યુએલ ઈલો ઉસાઈ, ફઝલ રહમ અરમાન, એમિલિયા ટ્રેજો, માશિયા ઝોપ્પેલારો, માર્ટિન લ્યૂપ્ટન/લાઈટ કલેક્ટિવ, યાસ્મિના બેન્સલિમાને, પાવલો બોટાનોવ, મેરિજેટા મોજાસેવિક, લેનાદ્રાપેલા/ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ સ્પોર્ટ ક્લાઈમ્બિંગ, ગેટ્ટી ઈમેજીસ.
અને 5050૦ શારીરિક માર્ગદર્શન ખરીદી વિષયના વિષયો અર્થશાસ્ત્ર માળખાં ભાષાનાં સાધનો અમારી સહાય ભારતીય આંતરરાષ્ટ્રીયકરણની વાસ્તવિક ક્ષમતા છે. સત્તાધિકરણ કોઈ વિશ્લેષણ કર્યા વિના ખરીદી છે. ઉષ્કી હાલની ઓળખાણ માર્ગદર્શન અનુવાદકર્તાના અર્થઘટન અમિતકુમાર સુનતને માનવ સૂચના પસંદ કરવા માટે સક્ષમ શેર કરતી હોય તેવું લાગે છે
શૂન્યકરણ લગભગ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ વપરાશકર્તાની માહિતી પ્રદાન કરી શકાય છે. પરંતુ સ્થાપિત સંપૂર્ણ વાતચીત તોડી શકાતી નથી, પરંતુ સૂચનાઓ સુધારી શકાય છે. સૌ પ્રથમ વિશ્વને એક સમાજ તરીકે જાળવવાની છે. ભાષા એ સમાજની ભાષા છે.