Core include appears below:
મૅરેથૉન દોડ એ લગભગ ઑલિમ્પિકનો સમાનાર્થી શબ્દ બની ગયો છે. તે છેક શરૂઆતથી એટલે કે વર્ષ 1896થી આ રમતોત્સવનો એક ભાગ છે. ઝડપથી 42.2 કિલોમીટર દોડવું એ સહનશક્તિની સૌથી અઘરી પરીક્ષાઓ પૈકી એક છે, જેમાં ઍથ્લીટે તેમના શરીરની મોટા ભાગની શક્તિ કામે લગાડવી પડે છે.
પરંતુ ખરેખર કેટલી? તેમજ રમતગમત વિજ્ઞાન અને પોષકતત્ત્વોના સૌથી આધુનિક સમયમાં એ કયું ભોજન છે, જે ચૅમ્પિયનોને આટલી શક્તિ આપે છે?
આ વાત જાણીએ હાલના વિશ્વનાં મૅરેથૉન રેકૉર્ડધારક પુરુષ અને મહિલા, ઇલિયડ કિપચોગ અને બ્રિગિડ કોસજે પાસેથી, જેઓ બંને કેન્યાનાં જ છે.
ટોક્યો ગેઇમ્સ માટે તૈયારી કરી રહેલાં આ રમતવીરોની અમે મુલાકાત લીધી અને તેમના ખાવાપીવાની ટેવ ગુપ્ત રીતે જાણવાનો પ્રયાસ કર્યો.
મૅરેથૉન એક પરસેવો પાડવાનું કામ છે, તેથી આપણે અમુક પીણાં સાથે જ શરૂઆત કરીએ. તેમજ આ કેન્યા હોવાના કારણે ચા એ દેખીતો વિકલ્પ છે. તેથી થોડી ખાંડ ઉમેરવાથી દોડવીરોને શરૂઆતના બ્લૉકમાંથી નીકળવા માટે ઊર્જા મળી રહે છે.
મીઠું એ કેન્યાના ઘણા દોડવીરોનું મનપસંદ હોય છે. એક અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે તેમના ડાયટમાં કાર્બોહાઇડ્રેટનો પાંચમો ભાગ તેઓ ખાંડમાંથી મેળવે છે.
આશ્ચર્યજનક રીતે ઘણા દોડવીરો ટ્રેનિંગ દરમિયાન પાણી કરતાં વધુ ચા પીવે છે! ચાલો પાંચ કપ એટલે કે 450 kcal સાથે રેસની શરૂઆત કરીએ.
પંદર ચમચી ખાંડ એ ઘણી વધારે હોઈ શકે, પરંતુ હજુ દિલ્હી દૂર છે.
હવે સમય થયો છે આપણા ઍથ્લીટોને કંઈક યોગ્ય ભોજન આપવાનો.
એ શરૂઆત માટે સારી પસંદગી છે, તે પૂર્વ આફ્રિકાનું વ્યંજન છે, જે મકાઈના લોટમાંથી બને છે અને ખીચડીને જેમ રાંધવામાં આવે છે.
આ એક સાદી ડીશ હોઈ શકે, કેન્યાના દોડવીરોને શક્તિ આપવા માટે તે એક મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. તે તેમના કુલ ડાયટમાંથી તેમને એક ચતુર્થાંશ કૅલરી આપે છે.
ટોક્યોમાં તેમણે તાત્કાલિક સુવિધા કરવી પડશે. બ્રિગિડ કહે છે, "અન્ય દેશોમાં કેન્યાની જેમ યુગાલી નથી હોતું. અમે ત્યાં કદાચ રાઇસ, સ્પઘેટી કે ચિકન અને ફિશ ખાઈએ છીએ."
પરંતુ ચાલો આપણે પસંદની ડાયટ જાળવી રાખીએ, અને એક સર્વિંગ પૂરતું ન હોવાથી અન્ય બે ઉમેરીએ.
યુગાાલી ઠીક છે પરંતુ હજુ આપણે આપણા શક્તિ માટે જરૂરી ખોરાકના લક્ષ્યથી ઘણા દૂર છીએ.
સ્વાભાવિક છે કે તમે માત્ર ખીચડીથી ન ચલાવી શકો, તેથી આ મેનુમાં બીજી અમુક વાનગીઓ ઉમેરીએ.
માંસ ખાતરીપૂર્વક મદદરૂપ નીવડશે, પરંતુ હજુ તો આપણે આપણી છલાંગમાં પ્રવેશ જ કરી રહ્યા છીએ.
બીફ એ પ્રોટિનનો સારો સ્રોત હોવા છતાં કેન્યાના ઘણા દોડવીરો તે દૂધ અને બીન્સમાંથી મેળવે છે. તેથી આપણા મિશ્રણમાં થોડું એ પણ ઉમેરીએ.
દૂધ એ [ચાઈ યા ટન્ગાવીઝી] નો એક ખાસ ભાગ છે, જે કેન્યાની એક મીઠાઈ છે, જેમાં સફેદ ચા અને આદુ અને મસાલો હોય છે. તેથી અમે તેના પણ બે કપ આપણા ઍથ્લીટના ખોરાકમાં ઉમેરીશું. જે 320 kcal જેટલું થાય.
ઇલિયડ એ વધુ એક સ્થાનિક વાનગીના ચાહક છે : તેઓ કહે છે, "મુસરિક! તે ખમીરવાળું દૂધ હોય છે. જ્યાં સુધી રમતગમતની વાત છે તે ખૂબ જ મહત્ત્વનું હોય છે. જો તમે તે લો છો તો તેનાથી પાચનક્રિયા ઝડપી બને છે. તે ખરેખર પાચનપ્રક્રિયા ખૂબ જ ઝડપી બનાવી દે છે."
જ્યાં સુધી રાજમાની વાત છે, તે યુગાલીના એક સર્વિગ જેટલી જ શક્તિ આપે છે. તેમજ આપણી કૅલરીના કાઉન્ટમાં 120 kcal ઉમેરે છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે આપણે હજુ પાછળ છીએ! તેથી બટેટાં સામેલ કરો!
કેન્યાના કેટલાક નામચીન દોડવીરો પોતાના ખોરકમાં ચોખા, બટેટાં અને બ્રેડ પણ સામેલ કરે છે. એકંદરે દોડવીરોની જરૂરિયાતની ત્રીજા ભાગની કૅલરી અને મોટા ભાગના કાર્બોહાઇડ્રેટ આ મિશ્રણમાંથી મળી જાય છે. તેથી આપણા મૅરેથૉન દોડવીરો, જેઓ પોતાની સ્પર્ધાની નજીક આવતાં જઈ રહ્યાં છે તેમને આપણે થોડો વધુ શક્તિવર્ધક ખોરાક આપીએ એ આદર્શ સ્થિતિ રહેશે.
ચાલો જોઈએ કે ચોખાનાં બે સર્વિંગ અને બાફેલાં શકરિયાના એક સર્વિંગથી આપણે ક્યાં સુધી પહોંચીએ છીએ.
શું આ આપણાં મહિલા દોડવીરને મૅરેથૉન માટે પૂરતી શક્તિ આપી શકશે? હા!
બ્રિગિડ જ્યારે વર્ષ 2019માં આયોજિત શિકાગો મૅરેથૉન જિત્યાં ત્યારે તેમણે લગભગ 1,666 કૅલરી બાળી હતી.
તેને એક ઉદાહરણ તરીકે રજૂ કરવા માટે જો વાત કરીએ તો તેમણે એક સરેરાશ પુખ્ત મહિલાની દૈનિક કૅલરી ઇનટેક જેટલી કૅલરી માત્ર 2 કલાક અને 14 મિનિટમાં બાળી હતી!
ચાલો હવે પાછા ફરીએ ઇલિયડ કિપચોગ પાસે. તેઓનું વજન થોડું વધારે છે અને તેઓ બ્રિગિડ કરતાં થોડી વધુ ઝડપે દોડે છે, તેથી તેમને બ્રિગિડ કરતાં પોતાની રેસ પૂરી કરવા માટે વધુ શક્તિની જરૂર છે.
ચાલો તેમનો આત્મવિશ્વાસ વધારવાની સાથોસાથ આપણે તેમના સાદા ભોજનમાં થોડાં તળેલાં ઈંડાં, કોબીજ અને કેટલીક સ્થાનિક પાંદડાંવાળી શાકભાજી ઉમેરીએ.
હવે આપણે આપણી મંજિલ સુધી પહોંચી જઈ છીએ, બે ઈંડાં અને શાકભાજીના મિશ્રણ સાથે આપણે ઇલિયડના ખોરાકમાં 260 kcal વધુ ઉમેરી છે.
અહીં રસપ્રદ ઘટકો સ્થાનિક લીલાં શાકભાજી છે. શરૂઆત કરીએ પાલક જેવી દેખાતી થી, સેજ અને અન્ય મસાલા સાથે તેને મિશ્રિત કરીને આરોગવામાં આવે છે.
તેમજ પણ છે જે કેલ જેવું લાગે છે અને પૂર્વ આફ્રિકામાં તે વિપુલ પ્રમાણમાં મળી આવે છે.
બ્રિગિડે બીબીસીને કહ્યું કે, "અમે શાકભાજી સુપરમાર્કેટમાંથી ખરીદતા નથી. અમે આ જગ્યાએ મોટા ભાગે કોબીજ અને પાલક વાવીએ છીએ, કારણ કે અમારી ભૂમિ ફળદ્રુપ છે. અમે કોઈ રસાયણનો ઉપયોગ કરતા નથી."
હવેે આપણે ખૂબ જ નજીક આવી પહોંચ્યા છીએ! કદાચ હવે આપણને ફિનિશ લાઇન સુધી પહોંચવા માટે સ્નૅક્સની જ જરૂરિયાત હશે.
અન્ય બધાની જેમ, ટોચના દોડવીરોને પણ સ્નૅક પસંદ હોય છે. મનપસંદ સ્થાનિક વિકલ્પ છે ફળ.
બ્રિગિડે કહ્યું, "મને સ્નૅક્સમાં જુદાંજુદાં ફળો પસંદ છે." "કદાચ આજે કેળું. તો કાલે તરબૂચ, તેના પછીના દિવસે મોસંબી પછી કેરી."
તેમને સોફ્ટ ડિંક્સ ગમતા હોવાનું પણ તેઓ કબૂલે છે!
પરંતુ અત્યાર પૂરતું આપણે સ્વાસ્થ્યપ્રદ ભોજન પર વધુ ધ્યાન આપીએ. અને કેળું આરોગીએ જે 100 kcal ધરાવે છે.
સ્ટેડિયમમાં ગૂંજી ઊઠ્યું! અંત અમે 2,322 kcal સુધી પહોંચી જ ગયા, આટલી જ કૅલરી ઇલિયડે વર્ષ 2018માં વિશ્વ કીર્તિમાન ઘડતી વખતે બાળી હતી.
અદ્ભુત વાત તો એ છે કે તેમણે એક સરેરાશ પુખ્ત વયના પુરુષને જેટલી કૅલરીની જરૂરિયાત હોય છે એટલે કે 2,500 kcal - એ માત્ર બે કલાક, એક મિનિટ અને 39 સેકન્ડમાં બાળી નાખી હતી.
તપાસો, એ જોવા માટે કે તેઓ કેવી રીતે આટલાં કાર્બોહાઇડ્રેટ અને કૅલરી પૅક કરી શકે છે.
ઇલિયડ કિપચોગ અને બ્રિગિડ કોસજે ટોક્યો ઑલિમ્પિક, 2020માં હરીફાઈ કરવાનાં છે.
પાછલાં અમુક વર્ષોથી પૂર્વ આફ્રિકાના ઍથ્લીટનો મૅરેથૉન પર દબદબો છે. તેમના શરીરનો બાંધો અને રિફ્ટ વૅલી જેવી ઊંચાઈવાળી જગ્યાએ તાલીમ લેવાના કારણે તેઓ વધુ સફળ થયા છે. જોકે ડાયટ પણ એક મોટું પરિબળ છે જ.
ઇલિયડના જણાવ્યા અનુસાર એક સારો સંતુલિત ડાયટ એ ચાવીરૂપ છે : "ઍથ્લેટિક્સ એક બાંધકામક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીમાં કામ કરવા જેવું છે. તમે તમારા હાથથી કામ કરો છો. સિમેન્ટ મિક્સ કરો છો અને બીજું બધું કામ કરો છો. મારો બોલવાનો અર્થ એ છે કે તમે જે ખાઓ છો તે શક્તિના પ્રસાર માટે ખૂબ જ મહત્ત્વનું પરિબળ બને છે."
એક એવા વિશ્વમાં જ્યાં ઘણા ઍથ્લીટ નવીન ફૂડ સાયન્સ અને ટાર્ગેટેડ ન્યૂટ્રિશનલ પ્રોડક્ટ પર આધાર રાખે છે, ત્યાં એ યાદ રાખવું જરૂરી છે કે કેટલાક ટોચના પર્ફૉર્મરો સાદા અને પ્રાકૃતિક ખોરાક પર આધાર રાખે છે : કોઈ ગરબડ નહીં!

...there we go.